________________
મનુષ્યો બાંધે છે.
૫. ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૬. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૭. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન ચારે ગતિના જીવો બાંધે છે.
૮સંજ્ઞી પર્યામાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન ચારેય ગતિનાં જીવો બાંધે છે. તેમાં પૃથ્વીકાય, અક્ષય, વનસ્પતિકાયનાં જીવો બંધ કરતાં નથી.
૯. દેવગતિ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન નિયમા મનુષ્યો બાંધે છે. ચારથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા.
૧૦. ઉદ્યોત સાથે બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૧૧. ઉદ્યોત સાથે તે ઇન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૧૨. ઉદ્યોત સાથે ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૧૩. ઉદ્યોત સાથે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી, સંજ્ઞી તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૧૪. ઉદ્યોત સાથે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - ચારે ગતિના જીવો બાંધે છે. તેમાં સાત નારકી અને વૈમાનિના આઠમા દેવલોક સુધીના દેવો બાંધે છે.
૧૫. નિનામ સાથે મનુષ્ય ગતિ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન નિયમા દેવતા અને નારકી બાંધે છે. તેમાં એક થી ત્રણ નારકીનાં નારકીઓ અને વૈમાનિકનાં દેવો બાંધે છે.
૧૬. આહારદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન - નિયમા મનુષ્યો જ બાંધે છે. તે પણ સાતમા ગુણઠાણાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા મનુષ્યો જાણવા.
૧૭. નિનામ અને આહારદ્ધિક સાથે દેવગતિ પ્રાયોગ્ય ૩૧ નું બંધસ્થાન સાતમા ગુણસ્થાનકથી આઠમાં ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી રહેલા મનુષ્યો બાંધે છે.
૧૮. એક પ્રકૃતિનું અપ્રાયોગ્ય બંધ સ્થાન આઠમા ગુણસ્થાનક્ના સાતમા ભાગ થી દસમા ગુણસ્થાનક સુધી રહેલા મનુષ્યો જ બાંધે છે.
ઉત્તર પ્રકૃતિ આશ્રયી બંધ સ્થાનોનું વર્ણન . ગુણ રથાનક ૧લું ૧. અપર્યાપા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૬ પ્રકૃતિઓનો બંધ હોય છે.
પ-૯-૧-૨૨-૦-૨૩-૧-૫ = ૬૬ ૨. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય બંધક જીવને ૬૭ પ્રકૃતિઓનો બંધ હોય છે.
પ-૯-૧-૨૨-૧-૨૩-૧-૫ = ૬૭ ૩. અપર્યાપ્તા બેઇન્દ્રિય પ્રાયોગ્ય આયુષ્ય અબંધક જીવને ૬૮ પ્રકૃતિઓનો બંધ હોય છે.
Page 273 of 325