________________
હોતું નથી. (૪) સમસંહરાય ચારિત્ર
જે ચારિત્રમાં મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ પૈકી ૨૭ પ્રકૃતિઓનો ક્ષય થયેલો હોય છે અને માત્ર સંજ્વલન લોભ કે જેને માટે અહીં સંપરાય સંજ્ઞાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેનો અતિ સૂક્ષ્મ ભાગ-સ્વલ્પ અંશ બાકી રહ્યો હોય, તે ચારિત્રને સૂક્ષ્મ સંપરાય કહેવામાં આવે છે. દશમા ગુણસ્થાનકે વર્તતા આત્માને આ પ્રકારનું ચારિત્ર હોય છે. (૫) યથાથાત ચારિત્ર
યથા એટલે જે પ્રમાણે ભાત એટલે કહેલું છે. તાત્પર્ય કે સર્વજ્ઞ ભગવંતોએ ચારિત્રનું શુદ્ધ સ્વરૂપ જે પ્રકારનું પ્રકાશ્ય છે, તેવા ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આ ચારિત્રમાં કષાયનો સર્વથા ઉપશમ કે ક્ષય થવાથી વીતરાગપણાની પ્રાપ્તિ હોય છે. તેના ચાર પ્રકારો છે.
(૧) ઉપશાન્ત યથાખ્યાત, (૨) ક્ષાયિક યથાખ્યાત, (૩) છાઘસ્થિક યથાખ્યાત તથા (૪) કેવલિક યથાખ્યાત.
અગિયારમા ગુણસ્થાનકે મોહનીય કર્મ સત્તામાં હોય છે, પણ તદન શાંત હોવાથી તેનો ઉદય હોતો નથી. તે વખતનું ચારિત્ર તે ઉપશાંત યથાવાત.
બારમાં, તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકે મોહનીય કર્મનો તદન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર હોય, તે ક્ષાયિક યથાખ્યાત.
અગિયારમે અને બારમે ગુણસ્થાનકે રહેલો આત્મા છદ્મસ્થ હોવાથી તેના ચારિત્રને છાઘસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે અને તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકે રહેલો આત્મા કેવલી હોવાથી તેમનું સાયિક ભાવનું ચારિત્ર તે કેવલિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વાસ્તવમાં સામાયિક એ જ ચારિત્ર છે, પરંતુ તેની જુદી જુદી અવસ્થાઓને લીધે તેનાં જદાં જુદાં નામો પડેલાં છે. દાખલા તરીકે પૂર્વ પર્યાયનો છેદ અને નવા પર્યાયનું ઉપસ્થાપન કરવાથી જે સામાયિક ચારિત્રનો સદુભાવ તેનું નામ છેદોપસ્થાપનીય ચારિત્ર પરિહારલ્પ કરવાથી જે વિશુદ્ધિ થાય એ વખતનું સામાયિક ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. માત્ર સૂક્ષ્મ સંપરાય જ ઉદયમાં હોય, તે વખતે જે જાતનું સામાયિક ચારિત્ર તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને સંપૂર્ણ શઢિવાનું સામાયિક ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. મોક્ષની પ્રાપ્તિ યથાખ્યાત ચારિત્રથી જ થાય છે.
સંવરતત્ત્વ' નામનું નવમું પ્રકરણ અહીં પુરું થાય છે. ૭ નિર્જરા dવ.
નિર્જરા એટલે આત્મામાં પૂર્વે બંધાયેલા જે કર્યો છે તેનું નિર્જરવું એટલે કે ખરવું તેનો નાશ થવો તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે ભેદવાળી છે. (૧) દ્રવ્ય નિર્જરા. (૨) ભાવ નિરા (૧) દ્રવ્ય નિર્જરા - કર્મ યુગલોને આત્મ પ્રદેશોમાંથી ખેરવવા તે દ્રવ્ય નિર્જરા ધેવાય છે. (૨) ભાવ નિર્જરા - જેનાથી કર્મ પુદગલો ખરે એવા આત્માનો તપશ્ચર્યાદિવાળો શુધ્ધ પરિણામ તે ભાવ નિર્જરા કહેવાય છે.
અન્ય રીતે નિરાના બે પ્રકારો કહેલા છે. (૧) અકામ નિર્જરા અને (૨) સકામ નિર્જરા.
Page 245 of 325