________________
દીક્ષા લેવી, વિશુદ્ધ મહાવ્રતો અંગીકાર કરવા, તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તેના સાતિચાર અને નિરતિચાર એવા બે પ્રકારો છે. તેમાં જેણે મહાવ્રતોનો મૂળથી ભંગ ર્યો હોય તેને પુન: મહાવ્રતો આપવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય અને લઘુ દીક્ષાવાળા સાધુને શસ્રપરિજ્ઞા નામનું અધ્યયન પુરું થયા પછી વડી દીક્ષા આપવામાં આવે તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. વિશેષમાં એક તીર્થંકરના સાધુને બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરવો હોય ત્યારે તેમણે પણ પુન: ચારિત્ર ઉચ્ચરવું પડે છે, (ચારિત્રને લગતી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી પડે છે ) તે પણ નિરતિચાર છેદપસ્થાપનીય ચારિત્ર કહેવાય. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ ચાર મહાવ્રતોથી યુક્ત હતા. તેમણે શ્રી મહાવીર પ્રભુના પાંચ મહાવ્રતોવાળો માર્ગ અંગીકાર ર્યો, ત્યારે પુન: ચારિત્ર ગ્રહણ ર્યું હતું, એ હકીકત આગમપ્રસિદ્ધ છે.
મધ્યના બાવીશ તીર્થંકરના શાસનમાં તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી. તાત્પર્ય કે તે પહેલા તથા છેલ્લા તીર્થંકરના શાસનમાં તેમજ ભરતાદિ ક્ષેત્રમાં જ હોય છે.
પરિહારિવિશુદ્ધિ ચારિત્ર
પરિહાર એટલે ગચ્છના ત્યાગપૂર્વક જે વિશિષ્ટ તપ કરી આત્માની વિશુદ્ધિ કરવામાં આવે તેને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું :
સ્થવિરલ્પી સાધુઓના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુઓ ગચ્છનો પરિહાર કરે છે, એટલે કે તેને છોડીને કેવલી ભગવંત અથવા ગણધર અથવા પૂર્વે જેમણે પરિહારક્લ્પ અંગીકાર કર્યો હોય તેવા સાધુ મુનિરાજ પાસે જાય છે અને પરિહારલ્પ અંગીકાર કરે છે. તેમાં ચાર સાધુ છ માસ સુધી તપ કરે છે અને બીજા ચાર સાધુ તેમનું વૈયાવૃત્ત્વ કરે છે તથા એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય છે. છ મહિના બાદ તપ પૂર્ણ થયે તે સાધુઓ વૈયાવૃત્ય કરનારા થાય છે અને વૈયાવૃત્ય કરનારા સાધુઓ છ માસનો તપ આરંભે છે. તેમનો તપ પૂર્ણ થયે વાચનાચાર્ય પોતે છ માસનો તપ કરે છે. એ વખતે ઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સાત સાધુ તેમનું વૈયાવૃત્ય કરનારા થાય છે. આ પ્રમાણે અઢાર માસે પરિહારક્લ્પ પૂર્ણ થાય છે.
પરિહારક્લ્પ અંગીકાર કરનાર સાધુઓ ગ્રીષ્મકાલમાં ઘન્ય ચતુર્થભકત એટલે એક ઉપવાસ, મધ્યમ ષષ્ઠભક્ત એટલે બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ અષ્ટમભકત એટલે ત્રણ ઉપવાસ કરે છે શિશિરઋતુમાં જઘન્ય ષષ્ઠભકત, મધ્યમ અષ્ટમ ભક્ત અને ઉત્કૃષ્ટ દશમભકત એટલે ચાર ઉપવાસ કરે છે તથા વર્ષાકાલમાં ઘન્ય અષ્ટમ ભક્ત, મધ્યમ દશમભકત અને ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત એટલે પાંચ ઉપવાસ કરે છે. આ દરેક તપમાં પારણે આયંબિલ કરે છે.વળી વૈયાવૃત્ત્વ કરનાર અને વાચનાચાર્ય પણ હંમેશા આયંબિલ કરે છે.
આ કલ્પ પૂરો થયા પછી કેટલાક સાધુઓ ફરી તેજ પરિહારવિશુધ્ધિ ચારિત્રનો સ્વીકાર કરે છે, તો કેટલાક સાધુઓ નિલ્પનો સ્વીકાર કરે છે અને કેટલાક સાધુઓ પુન: ગચ્છમાં આવે છે. તેમાં તરત જ નિલ્પને સ્વીકારનારા યાવથિક પરિહારવિશુધ્ધિક અને બીજા ઇત્વર કથિક પરિહારવિશુધ્ધિક કહેવાય છે.
આ કલ્પમાં તપશ્ચર્યા કરનારા સાધુઓ તપશ્ચર્યા કરતાં સુધી નિવિશમાનક કહેવાય છે અને તપશ્ચર્યા કરી રહ્યા બાદ નિવિષ્ટકાયિક સ્હેવાય છે.
આ ચારિત્ર પ્રથમ અને ચરમ તીર્થંકરના તીર્થમાં હોય છે, મધ્યના બાવીશ તીર્થંકરના સમયમાં
Page 244 of 325