________________
આપી શક્તો નથી ! અંદર સંઘવી લખ્યું હોય પણ ભાઇ સાહેબે જીંદગીમાં ય આજ્ઞા મુજબનો સંઘ કાઢવા વિચાર સરખો પણ ર્યો ન હોય. એ તો કહેશે-મેં નહિ તો મારા બાપાએ, મારા દાદાએ સંઘ કાઢ્યો હતો ને ? માનપત્ર જોઇને કદિ એમ થયું કે-આમાં લખ્યું છે એ મારામાં નથી ! આમાં લખ્યું છે એવું હૈયામાં ય નથી ! વ્હેવાનું તાત્પર્ય એ છે કે-ભાવનાનો કોઇ ઇન્કાર નહિ કરે, પણ સાચી ભાવના પ્રાય: વાંઝણી હોતી નથી. સાચી ભાવનાના પ્રતાપે કાંઇ ને કાંઇ પરિણામ આવ્યા વિના રહેતું નથી. ઉત્તમ આત્માના લક્ષણો
હો, જેનામાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય જેવી પવિત્ર ભાવનાઓ પ્રત્યે પ્રેમ હોય, જે આત્માદિને માનતો હોય, તેની દશા ક્યી હોય ? ઉત્તમ દશા હોય તો તેને વધુ ઉત્તમ બનાવવા અને ન હોય તો આણવા અનેક ગુણોની આવશ્યકતા છે. શરૂઆતમાં દાક્ષિણ્ય આદિ ગુણો આવશ્યક છે. એ ગુણો, આ લોક અને પરલોકમાં સમ્પદા માટે થાય છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે“ક્ષિગ્યલને ગુરુદેવપૂના, पित्रादिभक्ति: सुकृताभिलाषः । परोपकारव्यवहारशुद्धी,
नृणामिहामूत्र च सम्पदे स्युः ।। "
દાંક્ષણ
દાક્ષિણ્ય એટલે ગમે તે પ્રકારે કોઇથી લેવાઇ જવું એમ નહિ, પણ સારાનું સારૂં વચન કદિ ન અવગણવું, એનું નામ દાક્ષિણ્ય છે. સજ્જન પુરૂષ કોઇ સારી વાત હે અને તે સ્વીકારી શકાય નહિ, સ્વીકારવા તૈયાર થવાય નહિ, અર્થાત્ તેનો અમલ થઇ શકે તેમ ન હોય તો મોઢું નીચું નમવું જોઇએ. સજ્જની સારી પણ વાતને હસી કાઢનારમાં દાક્ષિણ્ય નથી. એવા આત્મામાં મૈત્રી આદિ ભાવના આવે ક્યાંથી ? સજ્જનની સારી વાતનો અમલ ન થઇ શકે ત્યારે તો આંખમાંથી આસું ટપક્યાં જોઇએ. આ બધા ગુણ એવા છે કે-એક્માંથી અનેક ગુણ પેદા થાય, એટલે એક ગુણ સારી રીતે કેળવો તોય બેડો
પાર.
લજા
લજ્જા, એ બીજો ગુણ છે. જે કરવું શિષ્ટ જ્મોમાં ન શોભે તે કરતાં આત્મા લાજે. કદાચ એવું કામ થઇ જાય, તો એને મોઢું બતાવવું ભારે થઇ પડે. બુધવારીયામાં ઇન એ મોટરમાં ન ફરે. લેણદારને હાથ જોડે અને કહે કે-હું મનશીબ છું, જેથી તમારાં નાણાં ચૂક્વી શક્તો નથી. ભલે મેં દેવાળું કાઢ્યું. પણ મારી પાસે જ્યારે નાણાં આવશે ત્યારે હું વ્યાજ સાથે ચૂક્વીશ. લજ્જાળુ આત્માની આવી દશા હોય.
ભાષિતાની જરૂર
પણ આજે તો મ્હોટે ભાગ દાક્ષિણ્ય અને લજ્જા, એ બન્ને ગુણોનું દેવાળું નીકળ્યું છે એમ કહીએ તો ચાલે. આજે તો ઉપદેશ આપીએ, ક્હીએ કે-આવી આવી રીતે પાપ ન કરવું જોઇએ. વ્યાપારમાં પણ નીતિ જાળવવી જોઇએ, અસત્ય ન બોલવું જોઇએ, લજ્જાહીન ન બનવું જોઇએ, દોષને દોષ તરીકે પીછાની સુગુરૂની પાસે બુલતાં અને ખોટો દંભ ન કરતાં શીખવું જોઇએ, આવું આવું કહેવામાં આવે ત્યારે દાક્ષિણ્ય અને લજ્જાના ગુણોથી પરવારી બેઠેલા ઉચ્છંખલો ક્યે છે કે- ‘મહારાજ ક્યા માનામાં જીવો છો ?' એવાને વ્હેવું જોઇએ કે- ‘ભાઇ ! તું જે માનામાં જીવે છે એજ જમાનામાં અમે જીવીએ
Page 241 of 325