________________
રસોઇ પકાવાય, પણ એ આગ ન લગાડે તેટલી સાવધાની રાખો છો ને ? તેજ રીતે અહીં સમજવાનું છે. અગ્નિ અટવીમાં પડ્યો હોય તો દરકાર નહિ, ઉપેક્ષા : તેમ સુધારવાના પ્રયત્ન છતાં પણ નિર્દક નિન્દા જ કરતો હોય અને તે તેની જ જાતને બાળતો હોય તો ઉપેક્ષા. એવો નિન્દક પણ જો પૈસા લઇને નિન્દા કરતાં અટકતો હોય તોચલામાં ઘાલેલા અગ્નિથી રસોઇ પકાવાય છે તેમ તેનાથી કામ લેવાય, પણ અગ્નિ જ્યારે શહેરમાં આગ લગાડે, ઘરો બાળવા માંડે, લોકોનાં જાન-માલને નુકશાન પહોંચાડે, ત્યારે એનો સામનો કરવો પડે. એજ રીતે દેવ-ગુરૂ-ધર્મનો નિર્દક જ્યાર એના નાશના પ્રયત્નમાં પડે ત્યારે ઉપેક્ષા ન થઇ શકે. આ વસ્તુ વિસ્તારથી આપણે વિચારવી જોઇએ આ તો માત્ર પીઠિકા કરી. આશિકdiમાં uોલ !
ઉપર કહ્યું તેમ જે આત્મામાં મૈત્રી, પ્રમોદ, કરૂણ્ય અને માધ્યચ્ય, એ ચાર ભાવનાઓ હોય, એ ચારેય ભાવનાઓને જે સારી માનતો હોય, સારાય વિશ્વને સુખી જોવાની જેની ભાવના હોય અને કોઇ પણ આત્મા પાપ કરીને દુ:ખી ન થાઓ, એવી જેના અંતરમાં બુદ્ધિ હોય. તે આત્માની પોતાની દશા કેવી હોય ? પરલોને માનનારો હસીને પાપ કરે ? જુઠ બોલે ? ચોરી કરે? બે ભાવ કરે ? ખોટાં ભરતીયા કરે? આત્મા પુણ્ય પાપ વિગરેને માનનારો આવી રીતે પાપરકત બને? પાપ કરવા છતા પુણ્યનો દંભ કરે ? ઉઘાડી આંખે દેખાય તેવી અનીતિ કરે અને પાછો એમ કહે કે- હોય, હું ને અનીતિ કરૂં ? જુઠું બોલવા છતાં એમ કહે કે- હોય, હું જુઠું બોલું? નહિ જ,પરન્તુ આજે માત્ર મોઢેથી આત્મા, પરલોક, પુણ્ય, પાપ આદિને માનવાની વાતો કરનારા, એ બધું પ્રાય: વાતોમાં જ માને છે, એમ એમની કરણી ઉપરથી જણાય છે : અન્યથા, આત્માદિને હૃદયપૂર્વક માનનારનું દુનિયામાં-વ્યવહારમાં જીવન કેવું હોય ? એનું જીવન કેટલું ઉજળું હોય? શું એ બીજાના ભૂંડાથી પોતાનું ભલું કરનારો હોય ? પણ નહિ; આજે તો મૈત્રી આદિ ચાર ભાવનાઓમાં જેમ પોલ ચલાવી છે, તેમ આસ્તિકતામાં પણ પોલ ચાલે છે. આસ્તિક આત્માની દશા દુનિયાના ઇતર આત્માઓની દશા કરતાં જુદી જ હોય. હૃદયમાં પણ ભેદ હોય અને કરણીમાં પણ ભેદ હોય. જો સરખી જ દશા હોય તો આસ્તિકતા ફળી કેમ કહેવાય ? માનuો જોઈને કદિ રડયા છો ?
આજે તો મોટે ભાગે એ દશા છે કે-સૌને સન્મ કહેવરાવવું છે ખરું, પણ સન બનવું નથી. આવડી મોટી સભામાં સૌને પૂછી જૂઓ, બધા જ્હશે કે- “અમે આત્માદિને માનીએ છીએ, મૈત્રી આદિ ભાવનાઓ અમારામાં છે. સૌ સુખી થાય એમ અમે ઇચ્છીએ છીએ.” આવું આવું બધું કહે, કારણ કે-કહેવામાં શો વાંધો છે? કોઇ પોતાને દુર્જન કહે છે ? નહિ જ, તોતો કોઇ ઉભું પણ ન રાખે. અહીં પચાસ હજારની ટીપ કરવી હોય તો? પણ જો એમ કહેવામાં આવે કે- ભાઇ ! માત્ર લખાવવાના છે, દેવાના નથી, તો પચાસ હજારની તો શું પણ પચાસ અબજની પણ ટીપ થાય ! પણ એ ટીપ શા કામની? એજ રીતે માત્ર મોઢેથી હું આત્માદિ માનું છું એમ કહો આસ્તિક ન થઇ જવાય. હૃદયની સાચી માન્યતા જોઇએ અને સાચી માન્યતા પરિણામ પેદા કર્યા વિના રહે ? આજે એ પરિણામની દરકાર કેટલી છે ? જેટલી સન કહેવડાવવાની દરકાર છે, તેટલી સજ્જન બનવાની દરકાર છે? જે દિવસે એ દરકાર આવશે તે દિવસે તમારા જીવનની દશા કોઇ જૂદી જ હશે. આજે સાધનસંપન્ન માણસોનાં દીવાનખાનાં જૂઓ તો તે મોટે ભાગે માનપત્રોથી પણ શણગારેલાં હશે. દીવાનખાનામાં માનપત્ર ટાંગનારાઓને હું પૂછું છું કે-કદિ એ માનપત્ર જોઇને રડવું આવ્યું છે? અંદર લખ્યું હોય દાનવીર અને હોય કૃપણનો કાકો, છતાં દાનવીર શબ્દ વાંચીને મલકાય એ કયી દશા? ત્યાં તો રડવું આવવું જોઇએ કે-હું કમનશીબ છતી સામગ્રીએ દાન
Page 240 of 325