________________
મહારાજા પરીક્ષા કરવા માટે આવી મહાત્માને વંદન કરી પૂછે છે ભગવનું એટલે રાજનું આ આપની આખી નગરી બની રહી છે ત્યારે મહાત્મા કહે છે મારું કાંઇ બનતું નથી. મારું જે છે તે મારી પાસે છે કે કોઇ લઇ જતું નથી બળતું નથી, આ રીતે અન્યત્વ ભાવના રૂપે જ્વાળ આપે છે અને પોતે પોતાના અંતરાત્મ ભાવમાં સ્થિર થાય છે. આ રીતે વિચારણાઓ કરવી તે અન્યત્વ ભાવના કહેવાય છે. (૬) અશુચિવભાવના
આ શરીર અશુચિનો ભંડાર છે. તેનાં વિવિધ કારોમાંથી નિરંતર અશુચિનો પ્રવાહ વહ્યા કરે છે. વળી અત્તર આદિ સુગંધમય શુદ્ધ પદાર્થો પણ તેના સંસર્ગમાં આવતાં અશુચિમય બની જાય છે. આવા અશુચિમય શરીર પર મોહ શો ? વગેરે ચિતવવું તેને અશુચિમયભાવના કહે છે. શ્રી વિનયવિજયજી મહારાજે શાંતસુધારસભાવનામાં કહયું છે કે
स्नायं स्नायं पुनरपि पुन: स्नान्ति शुद्धाभिरद्मिट्टः, __ वारं वारं वत मलत, चन्दनैरर्चयन्ते ।
मूढात्मानो वयमपमला: प्रीतिमित्याश्रयन्ते,
नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोधुमेवम् ।। “અહો ! મૂઢ જીવો ફરી ફરીને સ્નાન કરે છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન વડે ચર્ચે છે. પછી અમે પવિત્ર છીએ, એમ માનીને એના પર મોહ ધરે છે; પરંતુ એ શરીર કદી પણ શક થતું નથી. ઉકરડો કદી પણ શદ્ધ થાય ખરો ?”
અહીં શરીરને ઉકરડા સાથે સરખાવાનું કારણ એ છે કે ઉકરડામાંથી ક્યરો ઉપડ્યો-ન ઉપડ્યો, ત્યાં બીજો કચરો આવી પડે છે અને તેથી તે ગંધાતો જ રહે છે, તેમ શરીરમાંથી એન્ન થયેલો મલ હઠયો-ન હઠયો કે બીજો મલ ભેગો થાય છે અને તેથી તે ગંધાતું જ રહે છે.
આ શરીર અશુચિનો ભંડાર છે. આ શરીર સાત ધાતુનું બનેલું છે. રૂધિર = લોહી, માંસ, મેદ, અસ્થિ = હાડકાં, મજ્જા અને શુક્ર એટલે વીર્ય અને ૭ ત્વચા = ચામડી.
આ મનુષ્યના શરીરમાં સાતસો નાડો છે. નવસો નાડીઓ છે. પાચસો માંસ પેશીઓ છે. ત્રણસો હાડકાં છે. એકસો સાઇઠ સાંધા છે. સત્યોતેરસો (૭૭૦૦) મર્મસ્થાનો છે. આ શરીરમાં દશાશેર એટલે પાંચ કીલો લોહી હોય છે. દશશેર (પાંચ કિલો) પેશાબ હોય છે. પાંચ શેર (અઢી કિલો) ચરબી હોય છે. બે શેર (એક કીલો) વિષ્ટા હોય છે. ચોસઠ ટાંક પીત્ત હોય છે. બત્રીશ ટાંક શ્લેષ્મ હોય છે. બત્રીશ ટાંક વીર્ય હોય છે. આટલું તો મનુષ્યના શરીરમાં પ્રાય: કાયમ રહે છે. વિચાર કરો કે આટલા અશુચિ પદાર્થો મનુષ્યના શરીરમાં રહેલા હોય તો તેને ગમે તેટલી શુચિ એટલે શુધ્ધિ કરવા પ્રયત્ન કરીએ તો પણ આ શરીર શુચિ રૂપે બને ખરું? માટે જ્ઞાનીઓ કહે છે કે એક ચામડીનું ઉપરનું પડ કાઢી નાંખવામાં આવે તો આ શરીર જોવા લાયક રહે? દેખવું ગમે ખરું? તો આવા પદાર્થો શરીરમાં લઇને ફરતાં હોઇએ તો આવા અશુચિમાં શરીર પ્રત્યે રાગ કેમ કરાય ? આવી વિચારણા કરવી તે અશુચિ ભાવના કહેવાય છે. આ શરીરને પાણી-સાબુ આદિથી સ્વચ્છ કરીને ગમે તેટલા સુગંધી પદાર્થો લગાડવામાં આવે તો પણ શરીરમાં રહેલી અશુચિના પદાર્થો એ સુગંધીમય પદાર્થોને થોડા ટાઇમમાં દુર્ગધમય બનાવી દે છે માટે અશુચિ મય શરીરમાં શચિની વિચારણા કરી રાગ કરવો તે મૂર્ખતા છે. આવી વિચારણાઓ કરવી એ અશુચિ ભાવના કહેવાય છે. (૭) આશ્રવ વાવના
Page 226 of 325