________________
ચિતવવું તેને એકત્વભાવના કહે છે. નીચેના આપવાક્યોમાં એકત્વભાવનાનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે
एगोहं नत्थि मे कोइ, नाहभन्नस्स कस्सइ ।
एवं अदीण-मणसो, अप्पाणमणुसासइ ।। एगो मे सासओ अप्पा, नाण-दसण-सजुओ ।
सेसा मे वाहिराभावा, सत्वे संजोग-लक्खणा ।। હું એક્લો છું, મારું કોઇ નથી અને હું પણ કોઇનો નથી. એવું અદીન મનથી વિચારી સાધક પુરુ ષ અત્માને સમજાવે.
જ્ઞાન અને દર્શનથી સંયુકત એક મારો આત્મા જ શાશ્વત છે અને બીજા બધા સંયોગથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો છે.'
અનાદિકાળથી સંસારમાં ફરતો મારો આત્મા જે છે તે એકલો જ છે, એક્લો જ જન્મ્યો છે, એકલો જ પોતે ઉપાર્જન કરેલા કર્મના અનુસાર સુખ દુ:ખ ભોગવે છે, કોઇ મને સુખ દુ:ખ આપનાર નથી, અર્થાત્ કોઇ મને સુખી કરનાર કે દુ:ખી કરનાર નથી, મને જે સુખ દુ:ખ આવે છે તે મારા પુણ્ય-પાપના ઉદયના કારણે આવે છે માટે સંસારના દરેક ભાવો મારાથી પર એટલે જુદા રૂપે બહિભાવ રૂપે છે. મારું જે છે તે-અનંતજ્ઞાન-દર્શન એ જે મારા આત્મામાં રહેલું છે તે જ મારું છે. આવી વિચારણાઓ દીન બન્યા વગર અદીન મને ર્ધા કરવી. આત્માને સ્થિર કરવો એ એકત્વ ભાવના કહેવાય છે. આ ભાવનાની સ્થિરતાથી આત્માનાં બહિમાવોનો ત્યાગ થઇ અંતર આત્મભાવમાં લીનતા પ્રાપ્ત થાય છે અને તે અંતરાત્મપણાની લીનતાથી પરમાત્મપણાની અનુભૂતિ થાય છે. આ વિચારણાઓ કરવી તે એકત્વભાવના કહેવાય છે. (૫) અન્યત્વભાવના.
શરીર, ધન, બંધુઓ વગેરેથી આત્માને અન્ય ચિતવવો-જુદો ચિંતવવો, તેને અન્યત્વ ભાવના કહે છે. વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહયું છે કે
अन्योडहं स्वजनात्परिजनाच्च विभवाच्छरीरकाच्चेति ।
यस्य नियता मतिरियं, न बाधते तं हि शोककलिः || પોતાના કુટુંબીજનો, નોકરચાકર, સંપત્તિ અને શરીર એ બધાથી હું અન્ય છું, ભિન્ન છું, જુદો છું, એવી જેને નિશ્ચયાત્મક બુદ્ધિ પેદા થઇ છે, તેને શોકરૂપી ક્લેશ કંઇ પણ પીડા ઉપજાવી શકતો નથી.' તાત્પર્ય કે જે સાધક અન્યત્વ ભાવનાનો આશ્રય લે છે, તે બહિરાત્મ ભાવમાંથી અંતરાત્મભાવમાં અને છેવટે પરમાત્મભાવમાં સ્થિર થઇ સર્વ દુઃખોથી મુકત થાય છે.
શરીરાદિ સામગ્રીથી હું ભિન્ન છું એ સામગ્રી મારી નથી એ તો અહીંયા પુણ્યના ઉદયથી પેદા થયેલી છે. આ બધા પદાર્થોથી હું અન્ય એટલે આત્મા રૂપે ભિન્ન છું. મારું આમાંનું કાંઇ નથી એવો જે નિશ્ચયાત્મક પરિણામ પેદા કરીને જીવન જીવવાની વિચારણામાં સ્થિર રહેવું તે. આથી બહિરાત્મ ભાવથી જીવ છૂટી જાય છે. જમ નમિ રાજાઉં જ્યારે પોતાની પત્નીઓ પોતાના દુ:ખાવાની શાંતિ કરવા પદાર્થને વાટતા હતા તેમાં તેના કંકણના અવાજથી નમિ રાજાષિની વેદના વધતી જતી હતી. જ્યારે તે અવાજ નથી ખમાતો એમ કહ્યું એટલે બધી સ્ત્રીઓ એક એક કંકણ રાખી બાકીના કંકણ કાઢી લસોટવા માંડી ત્યારે પૂછે છે અવાજ કેમ નથી આવતો ? એમાં હકીકત જાણવા મલી એટલે વૈરાગ્યની વૃધ્ધિ થતા અન્યત્વ ભાવનાને ભાવતાં બધુ છોડી સંયમ સ્વીકારી ગામ બહાર કાઉસ્સગ ધ્યાને રહ્યા છે. તે વખતે ઇન્દ્ર
Page 225 of 325