________________
જેમકે શબ્દરૂપ-રસ-ગંધ અને સ્પર્શ પ્રત્યેની અતિ આસકિત પરિગ્રહ વિના થતી નથી અને જ્યારે તે આસકિત વધી પડે છે ત્યારે ભાવ મૈથુનની હાજરીને નકારી શકાતી નથી.
છકાય જીવોને હનન, મારણ, તાડન, તર્જન અને દ્રાવણ કરવું તે આરંભ છે. આરંભ અને પરિગ્રહને બાહા પરિગ્રહ કહ્યો છે. જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન, વચન, કાયાનું દુષ્પણિધાન એ અંતર પરિગ્રહ છે.
સંસારની-સગાઓની તથા કુટુંબીઓની માયા જ્યારે કાળી નાગણ જેવી ભયંકર લાગે શણગારેલો સંસાર અસાર તથા વિશ્વાસ ઘાતક લાગે ત્યારે તેમાંથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય.
જૈન સૂત્રકારોએ ભાવ પરિગ્રહના ત્યાગનો ખુબ આગ્રહ રાખ્યો છે. કેવલજ્ઞાનમાં રૂકાવટ કરનાર દ્રવ્ય પરિગ્રહ નથી પણ ભાવ પરિગ્રહ છે. દ્રવ્ય પરિગ્રહ કરતાં પણ વધારે ખતરનાક કાતિલ ભયંકર દુર્ગતિદાયક કેવલજ્ઞાનાવરોધ સદગતિનાશક સંયમ સ્થાનોથી નીચે પાડનાર ભાવ પરિગ્રહ મનાયો છે. અત્યંતર- આંતર પરિગ્રહનું વર્ણન
તપસ્વી, ધ્યાન, જ્ઞાની અને સ્વાધ્યાયી મુનિરાજ પણ નિમિત્ત મલતાં ક્રોધ, કષાયથી ધમધમી જાય છે. માનવશ બનીને આઠ પ્રકારના મદના નશામાં કાળા નાગની જેમ ફૂફાડા મારતા હોય છે. માયા નાગણના જોરદાર ઝંખના કારણે સ્વીકૃત વ્રતોની પણ મર્યાદા ઉલ્લંઘાઇ જાય છે. લોભ રાક્ષસની દાઢમાં ફસાઇને બે મર્યાદ જીવનના સ્વામી બને છે. મિથ્યાત્વ નામના શેતાનનાં કારણે ગુરૂકુલવાસથી પ્રાપ્ત કરેલી હોય એવી ઉપાદેયની બુધ્ધિમાં ભ્રમ પેદા થાય છે. ત્રણ વેદકમાં પોત પોતાના શિકારને મૈથુન કર્મની અવળી વિચાર ધારામાં ગોથા ખવડાવી દેતા હોય છે. રતિ અને અરતિ નામની કુતરીઓ સમતા દૂધને તથા જ્ઞાન, અમૃતને બગાડી દેતી હોય છે. ભય મોહકર્મ જીવનની સદાનંદી મસ્તી અને નિર્ભયતાને દેશવટો આપે છે. (અપાવે છે) હાસ્ય નામનો પિશાચ ધ્યાન અવસ્થાને દેખાવ પૂરતી જ રહેવા દે છે. શોક નામનો મોહ કર્મ સમાધિને કેવળ વાણી વ્યવહાર પૂરતી જ રહેવા દે છે અને જુગુપ્સા કર્મના પ્રતાપે મૈત્રીભાવને વિદાય લેવી પડે છે. આ ઉપરથી સમજાય કે અંતર અત્યંતર કે ભાવ પરિગ્રહમાં અજબ ગજબની કેટલી બધી શકિતઓ છૂપાયેલી છે. માટે બાહા પરિગ્રહત્યાગમાં જે પુરૂષાર્થ ફોરવ્યો છે તેના કરતાં હજાર ગુણો પુરૂષાર્થ ફોરવવો પડશે.
પરિગ્રહની નિવૃત્તિ - વિવરણ કે ત્યાગરૂપ સંવરને એક વૃક્ષની સાથે ઉપમાથી ઘટાવ્યો છે. વૃક્ષને મૂળ-સ્કંધ-કંદ-ડાળ-મોટીડાન-પુષ્પ અને ફળ આદિ હોય છે. તેમ ત્યાગ અને વૈરાગ્યપૂર્વક બાહા અને અત્યંતર પરિગ્રહના ત્યાગી સાધક મુનિના આંતર જીવનમાં કેવી કેવી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે? તે વાતને આર્ય સુધર્માસ્વામીજી આ પ્રમાણે ફરમાવી રહ્યા છે. આસન્ન ભવ્ય મહાપુરૂષોનો ધન ધાન્યાદિ બાહા અને કષાયિક ભાવરૂપ અંતર પરિગ્રહનો ત્યાગ જ સંવર રૂપી વૃક્ષનો વિસ્તાર છે. ધેઘૂર વૃક્ષ રમણીય અને શીતલ છાયાનો આપનાર છે. તેવી રીતે જેમ જેમ પરિગ્રહનો ત્યાગ થતો જાય છે તેમ તેમ આત્મામાં રમણીયતા અને સૌને વિશ્રામ દેવાની આધ્યાત્મિક શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. પરિગ્રહત્યાગીનું જીવન અહિસંક-તપસ્વી અને ત્યાગપૂર્ણ હોવાથી વિસ્તૃત ઝાડની જેમ સૌને માટે વિશ્વસનીય અને વિશ્રામ સ્થાનીય બનવા પામે છે. વિશુધ્ધ સમ્યગ્દર્શન કંદની નીચે રહેનાર મૂળ છે. ચિત્તની સ્વસ્થતા રૂપ ધૃતિ કંદ છે. મોક્ષસાધક વિનય વેદિકા સમાન છે. રૈલોક્ય વ્યાપી યશ સ્કંધરૂપ છે. મહાવ્રતોની આરાધના રૂપ વિસ્તીર્ણ શાખાઓ છે. મન-વચન અને કાયાના સાત્વિક વ્યાપારો અંકુરા સ્થાનીય છે. જુદા જુદા ઉત્તર ગુણો પુષ્પ છે. અને અનાશ્રવ ફળ સ્થાનીય છે. મેરૂ પર્વતની શિખાની જેમ સિધ્ધશીલાની પ્રાપ્તિ સંવર
Page 309 of 325