________________
આ વ્રતની પાંચ ભાવનાઓનાં નામો. (૧) વિવિકત વસતિ વાસ (૨) અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણ (૩) શય્યા પરિકર્મ વર્જન (૪) અનુજ્ઞાન ભોજન પાણી (૫) વિનય ભાવના.
મેથન વિરમણ વ્રત (પૂર્વક) બ્રહ્મચર્યવ્રત. ગંભીરતાનો અર્થ :
યસ્ય પ્રભાવાત્ આકારા: ક્રોધ ભય હર્ષાદિષT
વિકારાનોપ લભ્યત્તે તગાંભીર્ય મુદાહતમ્ II સ્થિરતાનો અર્થ :
સ્થિરતા વાગમનો કાર્ય ર્યેષાં મંગાગિતાં ગાતા |
યોગિનું: સમશીલાતે ગ્રામે ડરણ્ય દિવા નિશિ || વાચનાન્તરમાં પ્રશસ્ત ગંભીર (દૈન્યાદિ વિકાર રહિત) સિમિત (શરીર ચંચલતા રહિત) મધ્યસ્થ (રાગ-દ્વેષથી અસ્પર્શ) સરલ બનેલા મુનિ જનોથી બ્રહ્મચર્ય વ્રત (ધર્મ) સેવિત છે. જે મોક્ષમાર્ગનું આદિ કારણ છે.
રાગ-દ્વેષનો ક્ષય અને ક્ષયોપશમ પ્રાય: કરીને બ્રહ્મચર્યને જ આભારી છે. આ કારણે જ જૈન મહર્ષિઓ કહે છે કે જીવનની કૃતકૃત્યતા એટલે કે સિધ્ધિગતિ જ જીવનું અંતિમ લક્ષ્ય હોવાથી તેને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય જ સુરક્ષિત નિલય એટલે ઘર છે.
તેને પ્રાપ્ત કરાવનાર કોણ ? બ્રહ્મચર્ય જ તેને પ્રાપ્ત કરાવનાર છે. શાશ્વત સુખોને આપનાર-ભવ ભવાન્તરના માયા બંધનને તોડાવી અપુનર્ભવને આપનાર-આત્માને પૂર્ણમાસીના ચન્દ્રની જેમ ઉજ્વળ કરાવનાર એકાંતિક સુખને દેનાર-સંસારના બધાય ધ્વથ્વોને નિર્મળ કરાવનાર બ્રહ્મચર્ય છે. જે સુખ અને કલ્યાણનું કારણ છે. આત્માના પ્રદેશોમાં અચલતા (ચાંચલ્ય રહિતતા) તથા આત્માને અક્ષય શાંતિ દેનાર બ્રહ્મ છે. શ્રેષ્ઠ મુનિઓએ જેનું ત્રિકરણ યોગે રક્ષણ કર્યું છે. જેમ જેમ આની આરાધના થતી જશે તેમ તેમ સ્નેહીઓ પ્રત્યેનો રાગ કમ થશે માટે જ ચિત્તની સ્વસ્થતાને પ્રાપ્ત કરાવનાર બ્રહ્મની સાધના છે.
બ્રહ્મચર્ય ધર્મ આત્માનો ગુણ હોવાથી તેનું આચરણ જ આત્મામાં રમણતા, સ્વાધ્યાયમાં લીનતા, ધ્યાનમાં મગ્નતા, કાયોત્સર્ગમાં દ્રઢતા, સામાયિકમાં સ્થિરતા, ચતુર્વિશતિ સ્તવમાં એક રસતા, ગુરૂવંદનમાં શ્રધ્ધાળુતા અને છેવટે પ્રત્યાખ્યાન (વિરતિ)માં પરિપક્વતા પ્રાપ્ત કરાવશે. કેમકે બ્રહ્મચર્યની સાધના જ ચૈતન્યની સાધના છે. જે દેવલોકાદિના પૌગલિક સુખો કરતાં પણ અનંત ગુણા વધારે સુખ શાંતિ અને સમાધિને દેનાર છે.
આ બધાય કાર્ય કારણોને જાણ્યા પછી જાણવું સરળ બનશે કે કેવળજ્ઞાનની સાધનામાં બ્રહ્મચર્ય ધર્મની સાધના સિવાય બીજું એકેય મૌલિક કારણ નથી.
જે મનુષ્યો આત્માના કલ્યાણ માટે, પુણ્યાનુબંધિ પુણ્ય વધારવા માટે, કર્મોની નિર્જરા માટે, ભવ-ભવાંતરમાં પણ જૈન શાસન મળે તે માટે, અથવા જન્મ-જરા અને મૃત્યુના દુ:ખોથી મુકત બની સિધ્ધ થવા માટે ધર્મ ધ્યાનાદિ કરનારા હોય છે. તેઓને આત્મસિધ્ધિઓ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે.
(૧) વિનય - વિશેષેણ અભૂતપૂર્વ આત્મશકત્યા અનાદિકાલાપતિતાન આત્મનઃ પ્રતિપ્રદેશ સલગ્નાન્ માયાજન્ય કુસંસ્કારાન્ નયતિ અપનયતિ દૂરી કરોતીતિ વિનયઃ |
અભૂતપૂર્વ આત્મશકિત વિશેષ વડે અનાદિકાળથી આત્માના પ્રતિપ્રદેશ પર લાગેલા-મજબૂત
Page 207 of 325