________________
બીજાની નિદા થાય તેવી ભાષા પણ છોડી દેવી. યદ્યપિ કંઇક અંશે પણ સત્યપણું દેખાતું હોય તો પણ બીજાને દુ:ખદાયી બનવા પામે તેવી ભાષા મુનિઓએ ન બોલવી.
સત્યભાષાની પાંચ ભાવનાઓ :(૧) અવિચિંત્ય સમિતિ (૨) ક્રોધ નિગ્રહ (૩) લોભ નિગ્રહ(૪) ભય નિગ્રહભાવના (૫) હાસ્ય નિગ્રહ.
અદત્તાદાન વિરમણ રૂ૫ ત્રીજું સંવર વર્ણન બાહા તથા અત્યંતર પરિગ્રહ ગ્રંથીઓને તોડાવી દેનાર આવતને નિર્ગથ ધર્મ કહ્યો છે. આનાથી મૃષાવાદ અને પ્રાણાતિપાતનું વિરમણ શક્ય અને સફળ બનશે. તથા ચોરી કરવાની આદત મર્યાદામાં આવતાં પરિગ્રહ તથા તેના સચ્ચર મૈથુનપાપ પણ મર્યાદિત બનશે. માટે જ અદત્તાદાન વિરમણ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠધર્મ છે આ કારણે જ શ્રી અરિહંત પરમાત્માઓએ પણ તેને ઉપાદેય કહાો છે. સર્વે પાપોના દ્વાર બંધ કરાવનાર છે. આરાધકને નિર્ભય બનાવે છે. લોભ રાક્ષસ સંયમમાં આવે છે. તપચોર, વાણીચોર, રૂપચોર, સમાચારી ચોર અને ભાવચોર મુનિ પણ આ વ્રતનો આરાધક બની શકતો નથી. કોઇ ગૃહસ્થ અનજાણ હોવાથી પૂછે કે-શું આપ શ્રી તપસ્વી છો ? વ્યાખ્યાતા છો ? રૂપવાન છો ? શુધ્ધ સમાચારીના પાલક છો ? અને જ્ઞાની છો ? ત્યારે ભાવચોરીની આદત પડેલી હોવાથી પૂછાયેલો મુનિ જ્વાબ આપે કે ભલા માણસ સાધુઓ તો તપસ્વી જ હોય છે. વ્યાખ્યાન કરનાર જ હોય છે. રૂપાળા જ હોય છે. સાધુ માત્ર શુધ્ધ ક્રિયાકાંડી જ હોય છે અને જ્ઞાન ધ્યાનમાં રત હોય છે. આ પ્રમાણે પોતે તપસ્વી ન હોવા છતાં પણ ઉપર પ્રમાણે જવાબ આપનાર મુનિને જૈનશાસન ભાવ ચોર કહે છે. જે દ્રવ્યથી નહિ પણ ભાવથી વતનો વિરાધક બને છે. તથા મોડી રાતે જોર જોરથી બોલનાર, લડાઇ-ઝઘડા કરનાર, સાથે રહેનારા મુનિઓમાં પરસ્પર ભેદ કરાવનાર, લકંકાસ કરનાર, વૈર-વિરોધ ઉત્પન્ન કરનાર
જ્યારે ને ત્યારે દેશકથા, ભોજનથા, રાજકથા અને સ્ત્રીકથા કરનાર બીજા મુનિઓને અસમાધિ ઉદ્વેગ કે આર્તધ્યાન કરાવનાર અપરિમિત ભોક્ત કરનાર અને સદૈવ ક્રોધ આદિ કષાયમાં ધમ ધમતો મુનિ ત્રીજા વતનો વિરોધક બને છે.
આ વ્રતના આરાધક કોણ ? જિનેશ્વર દેવની પ્રતિમા રૂપ ચૈત્ય આદિનો આરાધક હોય. તેમની સેવા-વૈયાવચ્ચ કરનાર હોય, કર્મ નિર્જરાનો અભિલાષી હોય, તથા દશ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં પણ કીતિ આદિનો ઇચ્છુક ન હોય, તથા જે ગૃહસ્થોને મુનિઓ પ્રત્યે રાગ નથી, પ્રશસ્ત ભાવ નથી તેવાઓના ઘરેથી વસ્ત્ર, પાત્ર તથા ભિક્ષા આદિ પણ લેનાર ન હોય, બીજા મુનિઓની અર્થાત સ્વ સમુદાયના કે પર સમુદાયના સ્વગચ્છના કે પગચ્છના મુનિઓની નિદા-ગહ કે તિરસ્કાર કરનાર ન હોય, બાળ મુનિઓને કે કાચા મુનિઓને તેમના ગુરૂથી વિમુખ કરતો ન હોય તેવા મુનિરાજો આ ત્રીજાવ્રતના આરાધક બનવા પામે છે.
આ વ્રતને દેવાધિદેવ મહાવીર સ્વામીએ પ્રરૂપ્યું છે જે અનાદિકાળની ચોરી કરવાની આદતને છોડાવી દેવા માટે સમર્થ છે. જૈન પ્રવચન સ્વરૂપ છે. આત્માનું કલ્યાણ કરાવનાર છે. આવનારા ભવોમાં શુભ ફળોને આપનાર છે. વીતરાગ ભાષી હોવાથી ન્યાયથી અનપેત છે. સરળ ભાવોને ઉત્પન્ન કરાવનાર છે. સર્વે ધર્મોમાં શ્રેષ્ઠ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશક છે. જેનું નામ અદત્તાદાન વિરમણ છે.
ખેતરની રક્ષાને માટે કાંટાની વાડની-બંગલાની રક્ષા માટે કિલ્લાની- મોટરની રક્ષા માટે ગેરેની જેમ અતિ આવશ્યકતા અનિવાર્ય છે. તેવી રીતે સ્વીકારેલા વ્રતોની રક્ષા કરવા માટે ભાવનામય જીવન બનાવવું અત્યંત આવશ્યક છે. આનાથી આત્મામાં જાગૃતિ આવે છે. વ્રતોની આરાધના સરળ બને છે.
Page 206 of 325