________________
પ્રાપ્તિ પણ દુર્લભ નથી.
(૨૨) સ્થિતિ = મોક્ષની પ્રાપ્તિ સાદિ એટલે આદિવાળી છે અને અનંત છે એટલે અંત વગરની છે અનંતકાળ સુધીની સ્થિરતાવાળી છે માટે અનંત છે.
(૨૩) પુષ્ટિ = પૂર્વ ભવના ઉપાર્જન કરેલા કર્મો નાશ ન પામે માટે જૈન શાસનની આરાધનાથી પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરી લેવું તે કલ્યાણકારી માર્ગ તે પુષ્ટિ કહેવાય છે.
(૨૪) નંદા = જીવાત્માને ખુશ કરે-આનંદ આપે અને સમૃધ્ધ બનાવે તે નંદા કહેવાય. અહિસાના પાલનથી લાખો કરોડો જીવોને અભયદાન મલે તેથી આનંદ થાય તે નંદા કહેવાય.
(૨૫) ભદ્રા = શરીરધારીઓનું દ્રવ્ય અને ભાવથી કલ્યાણ કરાવે તે ભદ્રા કહેવાય. કારણ કલ્યાણ-સુખ-શાંતિ-અને સમાધિ મેળવવાને માટે અહિસા જ મૂળ કારણ છે.
આંતરિક સુખ મેળવવા માટે મૂળ મંત્રો નીચે મુજબ છે.
વૈરીની સામે વૈરનો બદલો લેવાનો ભાવ છોડી દેવો. (૨). ક્રોધ કરવાવાળા ઉપર મૌનધારી લેવું પણ ક્રોધથી જવાબ આપવો નહિ. (૩) નિદાનો જવાબ નિદા- અદેખાઇ કે ઇર્ષ્યાથી ન દેવો.
ક્રોધની માત્રા ભડકવા આવે ત્યારે ઓઢીને સૂઇ જવું. ) કોઇનો પણ પ્રતિકાર અને પ્રતિરોધ કરવા માટે તૈયાર થશો નહિ.
(૨૬) વિશુધ્ધિ = અહિસા સંયમ છે અને સંયમ ચારિત્ર છે અને ચારિત્રમાં જુના પાપોને ધોવડાવવાની અભૂતપૂર્વ શકિત રહેલી જ છે માટે વિશુધ્ધિ એ અહિસાનો પર્યાય છે.
(૨૭) લબ્ધિ = લબ્ધિનો અર્થ પ્રાપ્તિ થાય છે. મુનિધર્મને પોતાના આત્માની આરાધના સિવાય બીજે ક્યાંય લક્ષ્ય હોતું નથી માટે લબ્ધિને અહિસાનો પર્યાય કહ્યો છે.
(૨૮) વિશિષ્ટ દ્રષ્ટિ = ગમે તેવા વિશિષ્ટ પવિત્ર અને શુધ્ધ અનુષ્ઠાનોમાં પણ અહિસાની આરાધનાનો ખ્યાલ રાખવો કારણકે અહિસાનું શિક્ષણ લેવા માટે જ અનુષ્ઠાનોની રચના છે.
(૨૯) કલ્યાણ = જેનાથી ભવ બંધન છૂટે અને મુકિતની પ્રાપ્તિ થાય તેનું નામ જ આત્મ કલ્યાણ
(૩૦) મંગળ = મેં પાપં ગાલયતિ ઇતિ-મંગલમ્ = પાપ ભાવનાઓને ગાળે (સમાપ્ત કરે) તે મંગળ કહેવાય છે. ઇશ્વરાદિ પાસે પુણ્યની ચાહના કરવી તેના કરતાં મારા પાપો નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવી વધારે સારી તોજ અહિસાની આરાધના સરલ અને સ્વચ્છ બને.
(૩૧) પ્રમોદ = પ્રસન્ન જીવનનું મૌલિક કારણ ભૌતિકવાદ નથી પણ અહિસંક ભાવ છે. (૩૨) વિભૂતિ = વિભૂતિ બે પ્રકારની હોય છે. ૧ દ્રવ્ય, ૨ ભાવ. દ્રવ્ય વિભૂતિ = પૈસો, સુખ, સુખની સામગ્રી વગેરે. ભાવ = વિવેક, બુધ્ધિ સંપન્ન, પ્રસન્ન ચિત્ત, આત્મિક ગુણો પેદા થવા તે.
આ બન્ને વિભૂતિ આરાધેલી અહિસાના પરિણામથી પ્રાપ્ત થાય છે એટલે કે પૂર્વ ભવમાં જવા ભાવથી અહિસાનું પાલન કરેલ હોય તે પ્રમાણે મલે છે. માટે વિભૂતિ એ અહિસાનો પર્યાય ગણાય છે.
(૩૩) રક્ષા - જે મન-વચન-કાયાથી-શુભ અધ્યવસાયથી ધર્મની રક્ષા કરે છે તેની ધર્મ પણ સંપૂર્ણપણે રક્ષા કરવા વચન બધ્ધ હોય છે માટે રક્ષા અહિસાનો પર્યાય છે.
(૩૪) સિધ્ધાવાસો = કૃતકૃત્ય થયેલા એટલે કે કર્મથી સંપૂર્ણ મુકાયેલા આત્માઓનો જે આવાસ
Page 202 of 325