________________
(૧૧) દયા = દયા આંતરિક છે અને અહિંસા શારીરિક છે. દયા ધર્મ છે અને અહિસા ક્રિયા છે. જીવનમાં દયા હોય અને અહિંસા ન હોય તો તે દયા વાંઝણી વ્હેવાય છે. તેવી રીતે દયા વિનાની અહિસા પણ વિચારકોને માટે મશ્કરી, ઢોંગ કે સ્વાર્થ સાધવા પુરતી બને છે. અર્થાત્ સિધ્ધ થાય છે.
(૧૨) વિમુક્તિ = દુનિયામા જેટલા જેટલા પરોપકારના કાર્યમાં દયાના પરિણામો હોય છે તેના કરતાં મુનિઓને અને સાધ્વીજી મહારાજોને જ્ઞાન દેવા માટે અને સંયમમાં સ્થિર કરવા માટે પોતાનાથી બનશે તેટલું કરી છૂટશે એ અહિસા ઘણાં પ્રકારે ઉંચી છે એટલે કે વિમુચ્યતે પ્રાણી સક્લ બન્ધનેભ્યો યથા સા વિમુકતતિ: થી ઉત્પન્ન થનારી અહિંસા છે.
(૧૩) ક્ષાન્તિ = બીજા જીવોના હિતનો વિચાર કરવો તે દ્રવ્યદયા જ્યારે પોતાના આત્માને દુર્ગતિથી બચાવવા માટે આત્માનો વિકાસ થાય તેનો વિચાર કરવો તે ભાવદયા છે. ક્રોધ, કષાય અને વિષય વાસનાના વિચારો મારાથી કઇ રીતે વિદાય લે ? આવી વિચારણાના મૂલમાં ક્ષાન્તિ-ક્ષમાની હારી ગણાય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ક્ષાન્તિ-ક્ષમા તિતિક્ષાધર્મ બધીય દયાઓનું મૂળશ્રોત હોવાથી આત્માનું શમન-ઇન્દ્રિયોનું દમન- મનનું મારણ-કષાય ભાવોના વેગનું હનન સુલભ રહેશે.
(૧૪) સમ્યક્ત્વ આરાધના = સમ્યક્ત્વની શુધ્ધ આરાધનાના મૂળમાં અહિંસા ધર્મ રહેલો છે. માટે અહ્તિા જ સમ્યક્ત્વની આરાધના છે.
(૧૫) મહતી = જૈન શાસનનાં સઘળાંય અનુષ્ઠાનોનું સેવન પ્રાણાતિ પાતનો સર્વથા ક્ષય થાય એ જ એક માત્ર ધ્યેય છે. માટે પહેલા વ્રતની રક્ષા માટે બાકીના ચાર વ્રતો શ્રી નેિશ્વર પરમાત્માઓએ પ્રરૂપેલા છે. આ કારણથી અહિંસાને મહતી કહેવાય છે.
(૧૬) બોધિ = આત્માનો મૂળ ધર્મ અહિંસા છે તેને જીવનમાં ઉતાર્યા પછી જ બોધિ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બનશે.
(૧૭) બુધ્ધિ = અસિઁક માણસ જ બીજાના દુ:ખોને જાણશે તથા યથાશક્ય તેના દુ:ખોનું નિવારણ કરવામાં પોતાની બુધ્ધિનો ઉપયોગ કરશે. પોતાના માનસિક જીવનમાં રાગ દ્વેષને પણ સ્થાન ન આપવું તે અહિસા છે. માટે અહિસાને બુધ્ધિ કહેવાય છે.
(૧૮) ધૃતિ = અહિંસામય જીવન બન્યા વિના ચિત્તનું ચાંચલ્ય મટતું નથી માટે જ તેવા જીવોમાં ધૈર્યનો અભાવ હોવાથી વીરતા આત્મિક બહાદુરી એટલે બીજાના અપરાધોને માફ કરવાની શક્તિ વિશેષ તેમનામાં હોતી નથી. કારણકે આત્મિક ગુણો પૌદ્ગલિક પદાર્થોથી ઉત્પન્ન થતાં નથી પણ સંવર ધર્મની આરાધના જેમ વધે તેમ ઉત્પન્ન થાય છે પરિણામે અહિસંક જીવન આગળ વધતું જાય છે સાથો સાથ ચિત્તમાં-બુધ્ધિમાં અને આત્મામાં દ્રઢતા થાય છે.
(૧૯) સમૃધ્ધિ = પાપના ઉદયથી આવેલા દુ:ખ, રોગ અને સતાપ અને આર્તધ્યાનમય બનેલા જીવનમાં આનંદની લ્હેર પ્રાપ્ત કરાવનારને સમૃધ્ધિ કહેવાય છે. જે બે પ્રકારની છે. (૧) ક્ષણવિનાશીની અને (૨) ચિરસ્થાયિની રૂપે બે પ્રકારની છે.
(૨૦) રિધ્ધિ = સામાન્ય રીતે રિધ્ધિનો અર્થ લક્ષ્મી થાય છે જે સામાન્ય અને વિશેષ રૂપે બે પ્રકારની છે. સામાન્ય લક્ષ્મી પૌદ્ગલિક રૂપે છે. વિશેષ રૂપે લક્ષ્મી મોક્ષાભિલાષી ધર્મ પુરૂષાર્થ કામ કરતો હોવાથી તે આત્માને શણગારશે જેથી પોતાની અનંત શક્તિઓ તરફ આત્મા આગળ વધશે. અને અમરપદ પ્રાપ્ત કરશે.
(૨૧) વૃધ્ધિ = અહિંસા ધર્મની આરાધના મન-વચન-કાયાથી હોય તો તીર્થંકર આદિ પદોની
Page 201 of 325