________________
છએ જીવનિકાયના રક્ષક, સમાન વૃત્તિને ધરનારા અને ઇંદ્રિયો તથા મનને દમવાથી સાચા દાન્ત બનેલા એવા પણ મુનિને કોઇ અનાર્થ તાડન કરે, એ સમયે એ મહામુનિ એમ પણ વિચારે કે- “ઉપયોગ રૂપ આત્માનો નાશ કદી જ થતો નથી. નાશ તો આ મનુષ્યપણા રૂપ પર્યાયનો જ થવાનો છે.' આવા ઉમદા વિચારથી એ મહાત્મા ઘાતક પ્રત્યે - “આ ખરાબ છે'-એવી દ્રષ્ટિથી ન જૂએ, પણ- “મારા કર્મ રૂપ શત્રના
જ્યના કાર્યમાં સહાયક છે.” -એવા વિચારથી એ ઘાતને પણ પોતાના ઉપકારી તરીકે જુએ. ઘાતક્ન પણ ઉપકારી તરીકે જોનારા, એના અપકાર માટે પ્રયત્ન કરે કે એના તરફ સંક્લિષ્ટ પરિણામવાળા બને, એ તો ક્યાંથી જ બને ? દુનિયાના માણસોનો એ સ્વભાવ છે અથવા તો સાધુવેષમાં રહેવા છતાં પણ અસાધુનો એ સ્વભાવ છે કે- “શકિત હોય તો મારનારની સામે પ્રતિકાર કરવાને સજ્જ થાય અને શકિત ન હોય તો કરડી દ્રષ્ટિથી એની સામે જૂએ અથવા તો મનમાં ક્લેશ કરે’ -પણ સાચો મહાત્મા તો એવા પ્રત્યે ખરાબ દ્રષ્ટિથી જૂએ પણ નહિ અને મનથી એના પ્રતિ ખરાબ ચિત્તવે પણ નહિ, આ દશાને પ્રાપ્ત કર્યા વિના, આ “વધ-પરીષહ” નું વાસ્તવિક સહન શકય નથી. આ પરીષદના સહન માટે ઘણી જ સુંદર મનાદશા પણ પ્રાપ્ત કરવી જોઇએ. આ પરીષદના સહન માટે સાચી આરાધક દશાની આવશ્યકતા સાથે ખૂબ ખૂબ ધીરજવાળા બલની પણ આવશ્યકતા છે. આ જાતિના સામર્થ્યની પ્રાપ્તિ માટે- “એક સંભળાવનારને બે સંભળાવવાની વૃત્તિ ને તો દેશવટો જ દેવો જોઇએ. સાથેના સાધુના વચન આદિને પણ નહિ સહનારા અને હિતશિક્ષાના શ્રવણથી પણ સંક્લેશને પામનારા અથવા તો હિતશિક્ષાના દેનાર ઉપારીની પણ સામે થનારા પામરોમાં આ જાતિનું સામર્થ્ય શક્ય જ નથી. “સહન કરવું અને સાધવું' -એ જેઓના હૃદયમાં જ નથી વસ્યું કે નથી વસતું, તેઓ કયી રીતિએ આ “આક્રોશ-પરીષહ' અને વધ-પરીષહ' ના સહ્ન માટે સમર્થ થાય ? ક્ષમા આદિ ધર્મ તરફ બેદરકારીભરી મનોદશાવાળા અને સાધુપણું લેવા માત્રથી જ પોતાને કૃતકૃત્ય માનનારા તેમજ દરેક સમયે અને દરેક વસ્તુમાં કેવળ પૌદ્ગલિક અનુકૂળતાને જ ઇચ્છનારા આત્માઓ, આ પરીષહોના સહનનો પ્રસંગ આવી લાગ્યું દેવાળું કાઢે, એ તદન સ્વાભાવિક વાત છે. આક્રોશ કે વધ કરનારનો સામનો નહિ કરતાં, તેના તરફ મનોવૃત્તિને ય લેશ પણ દૂષિત ન થવા દેવી, એ સામાન્ય વાત નથી જ. એ માટે ‘સહન કરવું અને સાધવું’ એવા નિશ્ચયને ખૂબ ખૂબ અમલી બનાવવો જોઇએ. ચૌદમો યાચના-પરીષહ
- અજ્ઞાન એવા આત્માઓ કષાયવશ બનીને આક્રોશ પણ કરે અને મારે પણ ખરા, એ વાત બારમા “આક્રોશ પરીષહ અને તેરમા “વધ-પરીષહ' માં આવી ગઇ. એવા પરિષદના પ્રસંગે અજ્ઞાનોથી હણાયેલ સાધુને તેવા પ્રકારના ઔષધ આદિની કે તેવા પ્રકારના આહાર આદિની જરૂર પડે એ સહજ છે અને મુનિઓને તો લેવા યોગ્ય પણ વસ્તુ સદાય યાચીને જ લેવાની હોય છે, એટલે તેરમા “વધ-પરીષહ' પછી ચૌદમો પરીષહ “યાચના પરીષહ આવે છે. આત્મદ્રષ્ટિવાળા આત્માઓ માટે મુનિઓ અજબ ઉપકારી છે, પણ લૌકિક દ્રષ્ટિવાળાઓને મોક્ષની સાધનામાં જ મસ્ત અને માત્ર ધર્મના જ ઉપદેશક એવા મુનિઓ નિરૂપકારી ભાસે છે. એવા મહાત્માઓને, તેઆ અણગાર એટલે ઘર આદિના ત્યાગી હોવાથી, સદાય આહાર અને ઉપકરણ આદિ સઘળુંય યાચનાથી જ મેળવવાનું હોય છે. એક દાંત ખોતરવાની સળી જેવી વસ્તુ પણ, એ મહાત્માઓને અયાચિત નથી હોતી. આ મહાપુરૂષોની યાચના અદીનપણાવાળી હોવાથી એક રીતિએ તો એ મહાત્માઓ, ભિક્ષુ હોવા છતાં પણ, ચક્રવર્તીનાય ચક્રવર્તી જેવા હોય છે. આમ છતાં, સઘળુંય યાચનાથી મેળવવાનું હોઇ, એ અનુષ્ઠાન પણ દુષ્કર જ ગણાય છે.
Page 186 of 325