________________
આરાધનામાં રત એવા પણ પરમષિને આક્રોશ કરનારો મળી જાય એ શક્ય છે : એ માટે બારમો પરીષહ ‘આક્રોશ-પરીષહ' કહેવાય છે. સાધુઓને વસવા માટે મકાન આપવા દ્વારા જે સંસારસાગરને તરે, એને શય્યાતર કહેવાય છે. એ શય્યાતર પોતે જ અજ્ઞાન આદિ હોય તો અથવા અન્ય પણ કોઇ, પ્રભુમાર્ગની આરાધનામાં ઉજ્જ્ઞાળ એવા પણ મુનિને, કઠોર શબ્દોથી આક્રોશ કરે ત્યારે, મુનિએ તેને સમતાથી જ સહવાનો હોય છે.એવા સમયે પણ જે મુનિ સહજ પણ કોપાયમાન ન થાય, ન્તુિ પ્રભુની આજ્ઞાના પાલનમાં રત રહી સમભાવમાં રહે અને સારામાં સારી કર્મનિર્જરાને સાધે, એ આ ‘આક્રોશ-પરીષહ’ ના વિજેતા ગણાય છે. કોઇ અજ્ઞાન આક્રોશ કરે અને એની સામે કોપાયમાન થઇને સાધુ પણ આક્રોશ કરવા લાગી જાય, તો એ અજ્ઞાન ગૃહસ્થ અને આ અજ્ઞાન સાધુમાં અંતર નથી રહેતું, પણ એ જાતિની સમાનતા આવી જાય છે. આવી સમાનતા થવા દેવી, એ સાધુ માટે ભૂષણ રૂપ નથી. ધીરને પણ ખુટાડી દે એ જાતિનો પોતાની ઉપર આક્રોશ કરનારા ઉપર પણ જેઓ અન્તરમાં દ્વેષને જન્મવા દે નહિ અને કઠોરમાં કઠોર વાણીને પણ જેઓ સમભાવે સહે, તે મહર્ષિઓ જ આ બારમા પરીષહનો વિજ્ય કરવા માટે સાચા સુભટો છે. આવી સુભટતાને પ્રાપ્ત કરવી, એ પણ સાધુતાને સફલ બનાવવા ઇચ્છનાર દરેકને માટે જરૂરી છે. તેરમો વધ-પરીાહ
આ દુનિયામાં કેટલાક એવા પણ અધમાધમ માણસો હોય છે, કે જેઓ પરમ આરાધક મહામુનિઓ ઉપર આક્રોશ વર્તાવવા માત્રથી પણ તોષને પામતા નથી અને એથી તેઓ મહામુનિઓનો વધ કરવા માટે પણ પ્રવર્તમાન થાય છે. આ કારણે બારમા ‘આક્રોશ-પરીષહ' પછી તેરમો ‘વધ-પરીષહ’ આવે છે. કોઇ એવો અનાર્ય, સારા પણ સાધુને લાકડી આદિથી તાડન કરે, એ વખતે એ ‘વધ-પરીષહ' ને સહવામાં શ્રેષ્ઠ-સુભટ સમા તે મુનિ વિચાર કરે કે
“धर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समाधत्ते । તસ્માઘ: ક્ષાન્તિપર:, સ સાધયત્યુત્તમં ધર્મમ્ 1911”
એટલે કે-ધર્મનું મૂલ દયા છે અને અક્ષમાશીલ આત્મા સારી રીતિએ દયાધર્મને ધારણ કરી શકતો નથી, તે કારણથી જે ક્ષમા કરવામાં તત્પર છે, તે ઉત્તમ ધર્મને સાધે છે. આ અને આ જાતિનાં બીજા પણ અનેક શાસ્ત્રીય વચનોથી, ‘સાધુધર્મમાં ધર્મની સાધના માટે ક્ષમા એ અતિ સુંદર સાધન છે'- એમ જાણીને, કમ્પવા દ્વારા અથવા સામે મારવા આદિ દ્વારા કાયાથી અને સામે આક્રોશ આદિ કરવા દ્વારા વચનથી - ‘પોતે કોપાયમાન થયો છે' -એવો સજ્જ પણ દેખાવ સાધુ ન કરે : એટલું જ નહિ, પણ પોતાના અંત:કરણનેય કોપથી દૂષિત ન થવા દે, એ ‘વધ-પરીષહ' નુ સુંદરમાં સુંદર સહન છે. અથવા એવા ઉત્તમ સ્વભાવના મુનિ, જ્યારે કોઇ અધમ આત્મા આક્રોશ માત્રથી શાંત નહિ થતાં, યષ્ટિ આદિથી તાડન કરવા માંડે ત્યારે, ક્ષમા આદિ સાધુધર્મનો અથવા વસ્તુ સ્વરૂપનો વિચાર કરતા તે મહામુનિ તાડન સમયે એવી જાતિનો પણ વિચાર કરે કે- ‘ક્ષમા છે મૂલ જેનું એવો જ મુનિધર્મ છે. આ તાડન કરનારો આત્મા અમારા નિમિત્તે પોતાના આત્મામાં કર્મનો ઉપચય કરે છે, એ પણ અમારો જ દોષ છે : આ કારણથી આના પ્રત્યે કોપ કરવો, એ કોઇ પણ રીતિએ ઉચિત નથી.' આ જાતિના વિચાર દ્વારા ‘વધ-પરીષહ' ને સમભાવે સહનારા અને મારનારનું પણ મનથીય બૂરૂં નહિ ચિન્તવનારા મુનિ, એ સાચા સુભટ છે.
ખરાબ દ્રષ્ટિ કે ચિન્તવના નહિ
Page 185 of 325