________________
વિહારી રહી શકતો જ નથી. દુનિયાની પંચાતોમાં પડનારો શ્રમણ તો પાપશ્રમણ બની જાય છે. પ્રભુ-આજ્ઞા મુજબ વિહરતો મુનિ કોઇ પણ ગામ, કુલ, નગર, દેશ કે સ્થાન આદિ ઉપર મમત્વભાવને ધરતો નથી. અનિયતવાસી હોવાના કારણે, એ ભાગ્યવાનને કોઇ પણ વસ્તુ ઉપર મમત્વ આવવાને કારણ નથી. ગૃહસ્થો સાથે ધર્મકારણ સિવાય પરિચય નહિ રાખનાર અને કોઇ પણ સ્થાનને મારા તરીકે નહિ માનનાર આ મહાત્મા, મમત્વભાવના ફંદામાં ફસતા નથી. આ રીતિએ આજ્ઞા મુજબ વિહરવું, એ જ સાચો વિહાર છે અને એવા વિહારમાં આત્મહિતના ઘાતક પ્રસંગો આવી લાગે, એવે સમયે પણ જે મહામુનિ આત્મહિતનો ઘાતક ન બને, એ જ “ચર્યા-પરીષહ” ને જીતનારો સાચો સુભટ મુનિ છે. આવા શુદ્ધ વિહારના ઉપાસક મુનિઓને, ગૃહસ્થોના અછતા ગુણો ગાઇને પણ, પોતાની જાતને આગળ લાવવાના પ્રયાસો કરવા પડતા નથી. એ જાતિની મનોવૃત્તિ જ તેઓમાં પ્રગટતી નથી. પ્રભુશાસનનો મહિમા ઘટે એવી રીતિએ અથવા તો- “પ્રભુશાસન ઇતર શાસન જેવું જ છે.” -એવું બતાવીને આગળ આવવાના પ્રયત્ન પ્રભુમાર્ગે વિહરતા મુનિઓ નથી કરતા. પ્રભુશાસને પ્રરૂપેલા માર્ગે વિહરતા મુનિવરો, એ તો મિથ્યાત્વનું ઉમૂલ કરનારા અને શુદ્ધ મોક્ષમાર્ગનો પ્રચાર કરનારા હોય છે. એવા મહાપુરૂષો પોતાની વાહ-વાહ માટે કોઇની પણ પ્રશંસા કરવા માટે ભાટ જેવા બને એ શક્ય નથી. જેઓ પોતાને માનનારની જ પ્રશંસા અને પોતાને નહિ માનનારની જ નિદા આદિ કરનારા છે, તેઓ તો સાધુવેષમાં રહેલા ભાટ અને ભાંડ હોઇ, આજ્ઞા મુજબનો વિહાર કરનારા જ નથી, ત્યાં પછી “ચર્યા-પરીષહ અને એના વિજયની વાત એવાઓ માટે નથી જ, એ સહેલાઇથી સમજી શકાય તેમ છે. અસંયમ અને પાપમાં રાચનારાને વળી પરીષહ જ શાનો? દશમો પરીષહ-નૈવિધી.
જેમ ગ્રામ આદિ સ્થળો એ અપ્રતિબધ્ધ વિહાર દ્વારા નવમા “ચર્યા-પરીષહ” ને સહવાનું અનન્ત ઉપકારિઓએ ફરમાવ્યું છે, તેમ શરીરાદિ ઉપર અપ્રતિબદ્ધ બનીને “નૈષધિકી-પરીષહ' નામનો દશમો પરીષહ સહવાનું પણ અનન્ત ઉપકારિઓએ ફરમાવ્યું છે. સ્વાધ્યાયાદિની ભૂમિને “નૈષધિકી' કહેવાય છે. સંયમની રક્ષા માટે જવિહારને કરનારા, યોગ્ય સ્થાને સ્વાધ્યાયાદિને માટે સ્થિત પણ થાય જ. પ્રતિમાધર મુનિઓ તો સ્મશાન આદિ ભયપ્રદસ્થાનોમાં પણ ધ્યાનસ્થ બને છે. એવા સ્થાનોમાં પોતાની ભૂમિકા પ્રમાણે રહેલા મહાત્માઓએ પોતે ભયરહિત રહેવું જોઇએ અને અન્યને ભયભીત નહિ કરવા જોઇએ. સ્મશાનાદિમાં રહેલા મહાષિઓને તો ભયનાં અનેક કારણો ઉપસ્થિત થવાં, એ સુસંભવિત છે. એ છતાં પણ તેઓએ નિર્ભયપણે ધ્યાનમાં રહેવું, એ એ મહાપુરૂષો માટે પરીષહનું સહન છે. ઉપદ્રવ કરતા અન્યને ભયભીત કરનારા પ્રયત્નો ન કરવા, એ પણ એ મહાપુરૂષ માટે નૈષધિકી-પરીષહનું સહન છે. એવા ઉત્કટ અભિગ્રહને ધરનારા મુનિઓ તો, ઉપસર્ગોના સહન માટે સજ્જ થયેલા હોય છે, એટલે એવા મ ઉપર તો ચાહે તેવા ભયંકરમાં ભયંકર પ્રાણાંતને કરનારા પણ ઉપસર્ગો આવે, તોય એ મહાપુરૂષા તો એક સ્થાનથી અન્ય સ્થાને જતા પણ નથી કે ઉપસર્ગ કરવા આવેલાને પોતાના બળ આદિથી ડારતા પણ નથી. એ મહાપુરૂષો તો ગમે તેવા ભયંકર પણ ઉપસર્ગને સમભાવે સહે છે, એટલું જ નહિ, પણ ઉપસર્ગ કરનારને પણ ઉપકારી માની, પોતાના આત્માને સમતારસમાં નિમગ્ન કરવા દ્વારા, તેઓ ધારી કર્મનિર્જરા સાધી, એકાકી એવા એ એક મોક્ષ પ્રતિ જ ગમન કરી રહેલા હોય છે. એવી ઉત્તમ દશાએ નહિ પહોંચેલા મુનિઓએ પણ, સ્વાધ્યાયભૂમિએ અશિષ્ટ ચેષ્ટાઓથી રહિતપણે રહેવું જોઈએ. કોઇને પણ ત્રાસ થાય એવી ચેષ્ટા ન થાય, તેની સાવધગીરી રાખવી જોઇએ. વિના કારણે શરીરને હલાવવાનું હોય નહિ અને
Page 182 of 325