________________
બને અને એ કારણથી મન્દ સત્ત્વવાળા આત્માને ફસાઇ જવાનો, પતિત થઇ જવાનો પણ પ્રસંગ આવી લાગે, એ સુસંભવિત છે, આથી બચવા માટે મુનિએ, ઉપકારિઓએ ફરમાવેલા કારણ સિવાય, એક સ્થાને વસવું નહિ. અનેક પૌગલિક અનુકૂળતાઓ ખાતર વિહાર નહિ કરતાં એક જ સ્થાને રહેતા સાધુઓને, સ્ત્રીઓના સંસર્ગનો અવકાશ થાય અને સંયમથી પતિત કરનારો સ્ત્રી-પરીષહ કારમી રીતિએ ઉત્પન્ન થાય, આ કારણે ઉપકારિઓ ફરમાવે છે કે- “ચર્યા-પરીષહ પણ સાધુએ સહન કરવો એ યોગ્ય છે. સુખશીલીયાઓ આ પરીષહથી બચવા માટે મઠધારી જેવા બની જાય છે. એવા સાધુઓ
જ્યાં ધામા નાંખે છે, ત્યાં પણ બોજા રૂપ બની જાય છે. કેવળ પૌદ્ગલિક અનુકૂળતા ખાતર જ એક સ્થાને વસનારા, સઘળી જ જાતિની તેવી અનુકૂળતાઓના પૂજારી હોવાથી, એમની જરૂરીઆતો સદગૃહસ્થોની જરૂરીઆતોને પણ ટપી જાય એવી બની જાય છે. અનેક જાતિની આત્મહિતઘાતક જરૂરીઆતોના ઉપાસકો, સાધુવેષમાં હોવા છતાં, સંસારિઓને પણ જે અનુકૂળતા ભોગવતાં શરમ લાગે, એવી અનુકૂળતાઓ પણ આનન્દપૂર્વક અનુભવે છે. એવાઓએ અનેક અજ્ઞાન આત્માઓને પ્રભુશાસનની સાધુસંસ્થા ઉપર ભયંકર દ્વેષી બનાવ્યા છે. ભદ્રિક આત્માઓ પણ એવા જ પાપાત્માઓના પ્રતાપે સાચા સાધુઓના સંસર્ગથી રહિત બન્યા છે. પ્રભુશાસનની કારમી આશાતના કરનારા એવાઓ, શાસ્ત્રવિરૂદ્ધ ઉપદેશ આદિથી પણ અનેકને પ્રભુશાસનના સાચા સ્વરૂપથી અજ્ઞાત રાખે છે : એટલું જ નહિ, પણ પ્રભુશાસનથી ઉછું બોલતા, લખતા અને વર્તતા બનાવી દે છે. વાસ્તવિક કારણ વિના જેમ એક સ્થાને રહેવાની મના છે, તેમ આજ્ઞાથી વિરૂદ્ધ વિહરવાની પણ પ્રભુશાસનમાં મના છે. “ચર્યા એટલે એક ગામથી અન્ય ગામ-એમ ભિન્ન ભિન્ન સ્થળે આજ્ઞા મુજબ વિહરવું એ. આજ્ઞા મુજબ વિહરતા આત્માઓને અનેક જાતિની પ્રતિકૂળતાઓ આવે એ સ્વાભાવિક છે. આમ છતાં પણ, પ્રભુઆજ્ઞા મુજબનો વિહાર કરતાં આવી પડતો અનેક જાતિની પ્રતિકૂળતાઓને સાધુ સમભાવે વેદે, પણ પ્રભુમાર્ગથી સહજ પણ ચલિત ન થાય : અર્થાતુ-અપવાદના કારણ વિના અપવાદને ન સેવે, એ “ચર્યા-પરીષહ” નો વિજય કહેવાય છે. જેઓ સંયમથી બેદરકાર બનીને કેવળ પૌદ્ગલિક અનુકૂળતાઓ ખાતર જ એક સ્થાને વસે છે, તેઓ જેમ વિરાધક છે, તેમ તેઓ સંયમથી બેદરકાર બનીને માત્ર માનપાન અને મોજશોખ તથા અનેક પ્રકારની પૌગલિક અનુકૂળતાઓ ખાતર વિહરે છે તેઓ પણ વિરાધક છે. વિહાર પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ કરવાનો છે; રાગ અને દ્વેષને વશ થઇને કરવાનો નથી. અપ્રશસ્ત રાગથી કે અપ્રશસ્ત કેષથી વિહારના કરનારા પણ સ્વ-પરના નાશકો છે. પ્રાસુક અને એષણીય આહારથી અથવા તો સાધુગુણોથી આત્માને સુંદર બનાવતા બનાવતા જેઓ વિહરે છે, તેઓ જ સાચા પ્રભુમાર્ગના વિહારને આચરનારા છે વિના કારણ આહારાદિના દોષોને સેવનારા અને સાધુગુણોની પરવા નહિ રાખનારા, સ્થળે સ્થળે વિહરતા રહેવા છતાં પણ, એક સ્થાને વસનારા કરતાંય અમુક અપેક્ષાએ ભૂંડા બની જાય છે : કારણ કે-એન્ન વસનારા જ્યારે પ્રાય: એક જ સ્થાનને બગાડે છે, ત્યારે એવા તો અનેક સ્થાનોને બગાડનારા બને છે. પ્રભુશાસનની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રભુ આજ્ઞાના પાલનની પૂરતી અપેક્ષા રાખે છે. પ્રભુ આજ્ઞાની દરકાર વિનાની કોઇ પણ પ્રવૃત્તિ, દેખાવમાં સારી છતાં, સ્વ-પરના હિતની વાસ્તવિક સાધક બની શકતી નથી, એ સંશય વિનાની વાત છે. અમૂચ્છિત હોવાથી પ્રભુશાસનના મુનિનો વિહાર પણ સૌથી સુંદર કોટિના હોય છે. પ્રભુશાસનના મુનિનું રહેવું પણ સુંદર અને વિહરવું પણ સુંદર. માનાપમાનથી નહિ મુંઝાતો મુનિ, કોઇ પણ સ્થાને રહે છે પણ સારી રીતિએ અને વિહરે છે પણ સારી રીતિએ. એ મહાત્મા જ્યાં રહે છે, ત્યાં પણ ન રહેતો હોય એવો રહે છે. સંસારિઓની સઘળીય પંચાતોમાં પડનારો અપ્રતિબદ્ધ
Page 181 of 325