________________
પોતાના અંતરનો ઉકળાટ કાઢે છે અને કયારે આ ઋતુ જાય અને ક્યારે વરસાદ પડવાથી શાંતિ અનુભવાય ?' એવા ધ્યાનમાં મગ્ન બની અજ્ઞાનિઓને છાજે એવા ઉગારો કાઢવા મંડી પડે છે. કેટલાક તો ખાન, કે જે પરમ બ્રહ્મચારી મુનિઓ માટે નિષિદ્ધ છે, એને કરવામાં પણ સંકોચ રાખતા નથી. તેઓ વારંવાર પાણીથી શરીરને સીંચ્યા કરે છે અને પંખા આદિના ઉપયોગથી હવાનો ઉપયોગ કે જે નિષિદ્ધ છે-તે પણ કરવા મંડી પડે છે. આવાઓ આ ઉષ્ણ-પરીષહ ઉપર જીત મેળવે, એ શક્ય જ નથી. “શરીરને કષ્ટ એ આત્મા માટે સુખ રૂપ જ છે.” -એમ માનનારા મહાત્માઓ તો, ગમે તેવી ગરમીને પણ સમભાવે સહે અને એક પણ દોષ ન સેવે કે એક પણ અયોગ્ય વિચાર ન કરે. એવા મહાત્માઓ જ ઉષ્ણ-પરીષહની સામે મહા સુભટ રૂપ બની શકે છે. પાચમ દેશમશક-પરીષહ
ઉષ્ણઋતુ પછી આવે છે-વર્ષાઋતુ. વર્ષાઋતુમાં દંશ અને મશકો એટલે ડાંસ અને મચ્છરોની ઉત્પત્તિનો સંભવ છે, એટલે પાંચમો પરીષહ આવે છે- “દંશમશક-પરીષહ” નામનો. દંશ અને મશકા જેમ પીડાના કરનારા છે, તેમ શરીરમાં પડેલ યૂકા આદિ પણ ઉપદ્રવ કરનાર હોય છે. આ સઘળા જંતુઓ તરફથી પીડા થાય તે છતાં પણ, તે પીડાને સમભાવે સહનારા મુનિઓ આ “દંશમશક-પરીષહ' નામના પાંચમાં પરીષહના વિજેતા ગણાય છે. જેવી સમતામય સુન્દર દશા એ જીવોના ઉપદ્રવના અભાવમાં રહે છે, એવી જ દશા એ જીવો તરફથી થતા ઉપદ્રવમાં પણ રહે, એ જ ખરી સહનશીલતા છે. આ સહનશીલતા શરીરના પૂજારીઓ માટે શક્ય નથી. જેઓ શરીરના પૂજારી નથી, પણ સહનશક્તિના અભાવમાં સહી શકતા નથી, એવા મહાત્માઓ પણ એ દશા પામવાના મનોરથોમાં રમે, એ પણ ઉન્નત દશા છે. શકિતસંપન્ન મહર્ષિઓ તો રણના અગ્રભાગમાં ઝઝૂમતો હાથી અથવા તો શૂરવીર સુભટ, બાણ આદિના પ્રહારોથી પીડાતો હોવા છતાં પણ તેની ગણના કર્યા વિના જેમ શત્રુઓને જીતે છે, તેમ ડાંસ આદિથી હેરાન થતા હોવા છતાં પણ, ક્રોધાદિક ભાવ-શત્રુઓ ઉપર જીત મેળવે છે : અર્થાતુ-પીડા કરતા સ્તુઓ ઉપરના ક્રોધ આદિને આધીન થતા નથી. ડાંસ અને મચ્છરો આદિના ઉપદ્રવો ચાલુ હોય, એ સમયે પણ ભાવ-શત્રુઓ રૂપ જે ક્રોધ આદિ છે, તેનાથી બચવા માટે પ્રથમ તો એ તાકાત મેળવવી જોઇએ કે-એ ડાંસ આદિથી ત્રાસ ન પામવો જોઇએ, ડાંસ આદિ ચાહે તેટલી પીડા કરે તો પણ શરીરન કંપાવવું ન જોઇએ અને “પીડા કરતા તેઓને અંતરાય ન થાઓ'-એ ઇરાદાથી નિષેધવા પણ ન જોઇએ. આ પછી એ પીડા કરનારા શુદ્ર જન્તુઓ પ્રત્યે મનને પણ દૂષિત ન થવા દેવું. જ્યાં મનને પણ દૂષિત થવા દેવાનું ન હોય, ત્યાં વચન આદિને તો દૂષિત કરવાનું હોય જ શાનું? પીડા કરતા તેઓને ઉદાસીનભાવે જોવા જોઇએ અને એ જ કારણે પોતાના માંસ અને શોણિતનું ભક્ષણ કરતા તેઓને હણવા ન જોઇએ વળી-આયુષ્ય બાકી હોય તો મારી નાખવાની તેઓમાં તાકાત નથી તથા આ બીચારા જીવો વિશિષ્ટ કોટિની સંજ્ઞા વિનાના હોઇ અજ્ઞાન છે અને આહારના અર્થી છે તથા મારું શરીર એ એ જીવો માટે ભક્ષ્ય છે અને બહુ જીવો માટે સાધારણ થઇ પડ્યું છે, અને જો તેઓ ખાય છે તો ઠેષ કરવાનું કામ પણ શું છે ? -આવી જાતિના વિચારોથી પીડા કરતા એ જીવોની ઉપેક્ષામાં તત્પર બનેલા મુનિઓ, તેઓને હણે નહિ પણ સમભાવે તેઓ તરફની પીડાને સહે અને નિર્જરા સાધે, એ “દંશમશક-પરીષહ ના સાચા વિજેતા ગણાય. આ સહનની ભાવના પણ કલ્યાણકારિણી છે, તો પછી ભાવપૂર્વકના સહનથી થતા કલ્યાણને માટે તો પૂછવું જ શું ? છકો અચેલ-પરીષહ
Page 176 of 325