________________
uiચમી ઉસ-સમિતિ
હવે પાચમી સમિતિ છે- ‘ઉત્સર્ગ-સમિતિ.” આને “પારિષ્ઠાપનિકા-સમિતિ' પણ કહેવાય છે. પરિષ્ઠાપના યોગ્ય એટલે તવા યોગ્ય જે વસ્તુઓ, તેનો ત્યાગ એનું નામ કહેવાય છે- “ઉત્સર્ગ' અથવા તો “પરિષ્ઠાપના. એમાં સમ્યક્ પ્રકારે વિધિપૂર્વકની પ્રવૃત્તિ કરવી-એનું નામ કહેવાય છે- “ઉત્સર્ગ સમિતિ' અથવા તો “પારિષ્ઠાપનિકા-સમિતિ' કફ, મૂત્ર અને મલ તો તજવા લાયક તરીકે પ્રસિદ્ધ છે. કફ એટલે શ્લેષ્મ, કે જે મુખ અને નાકમાં સંચરણ કરનારો હોય છે અને મૂત્ર તથા મલ એ તો સૌ કોઇને જ્ઞાત છે, તેનો ત્યાગ તથા નિરૂપયોગી બનેલ વસ્ત્ર અને પાત્ર તથા દોષ આદિના કારણે પરિષ્ઠાપન યોગ્ય બનેલ ભકત-પાન વિગેરે વસ્તુઓનો ત્યાગ આવશ્યક છે : પણ એનો ત્યાગ ત્રણ-સ્થાવર જીવોથી રહિત એવી જે પૃથ્વી, તેના તલ ઉપર, અર્થાત્ અંડિલ એટલે જન્તુરહિત જગ્યાએ ઉપયોગપૂર્વક કરવો, એનું નામ “ઉત્સર્ગ-સમિતિ' કહેવાય છે. કફ આદિનો અને ત્યાજ્ય બનેલ વસ્ત્ર તથા પાત્રાદિનો ઓ ઉપયોગપૂર્વક શુદ્ધ ત્રણ-સ્થાવર જીવોથી રહિત એવી ભૂમિ ઉપર ત્યાગ કરે છે, તેઓ જ આ સમિતિના પાલક બને છે. સાધુઓને માટે ગમે ત્યાં થુંક્યું અગર ગમે તેમ ગળફો નાખવો, એ પણ અનુચિત જ છે. જીવરક્ષા કરવાના અભિલાષી મુનિવરો ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ પણ એવી રીતિએ અને એવી જગ્યાએ કરે, કે જેથી ત્રસ-સ્થાવર જીવોની વિરાધનાથી બચી શકાય. સમિતિની બેદરકારીને તજ
આ પાંચ સમિતિઓ વિના સાચા મુનિપણાના આચારોનું પાલન શક્ય નથી અને રેલવિહાર આદિ કરનારાઓ આનું પરિપાલન કરતા જ નથી, એમાં વિવાદને સ્થાન નથી. એવાઓને જ્યાં મુનિપણાની દરકાર નથી, અનન્તજ્ઞાનિઓની આજ્ઞાની દરકાર નથી, ત્યાં ગમે તેમ વર્તે એથી નવાઇ પામવા જેવું કાંઇ જ નથી : પરન્તુ એવાઓને ઉત્તમ પાત્ર તરીકે માની લેનારાઓએ ખાસ ચેતવા જેવું છે : કારણકે-તેઓ ઉત્તમ પાત્રની ભકિત કરવાને ઇચ્છે છે, છતાં તેવા નાલાયકોને અજ્ઞાનાદિથી ઉત્તમ પાત્ર માને છે. જેઓ પૌગલિક હેતુથી, મત્ર-તત્ર આદિના કારણે જ એવાઓને માને અને પૂજે છે, તેઓ દયા ખાવા લાયક જ છે : પણ મોક્ષના અર્થિઓએ તો એવાઓનો દૂરથી જ ત્યાગ કરવો જોઇએ : કારણ કે-ઉત્તમ પાત્રરૂપ યતિઓ તેઓ જ છે, કે જેઓ પાંચ સમિતિઓને પણ ધરનારા હોય. ચતિઓ શિiલી પણ હોવા જોઈએ
યતિઓ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયી સહિત જોઇએ, તેમ આપણે જેનું સંક્ષેપથી વર્ણન કરી આવ્યા એ પાંચ સમિતિઓના ધારક પણ જોઇએ અને “ત્રણ ગુપ્તિઓથી શોભતા' પણ હોવા જોઇએ. આત્માના સંરક્ષણને અથવા તો મુમુક્ષના યોગનિગ્રહને ગમિ કહેવાય છે. દેહના સંરક્ષણને છોડીને આત્માના સંરક્ષણને કરવું, એનું નામ ગુમિ છે. મન-વચન-કાયાનો નિગ્રહ કરવો અને એ દ્વારા આત્માનું સંરક્ષણ કરવું, એ ઘણું જ આવશ્યક છે. સમ્યકુ-પ્રવૃત્તિને જ્યારે સમિતિ કહેવાય છે, ત્યારે પ્રવૃત્તિ-નિવૃત્તિ લક્ષણ ગુમિ કહેવાય છે. ગુમિ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ કેમ છે? -એ વાત હવે આપણે હમણાં ગુમિનું સંક્ષેપથી વર્ણન વિચારીએ છીએ, એથી સમજાશે. મનોમુક્તિ ત્રણ પ્રકાર
ગુણિઓ ત્રણ છે : એક મનોગુપ્તિ, બીજી વાગૂમિ અને ત્રીજી કાયમુર્તિ. આ ત્રણમાં પ્રથમ જે મનોસુમિ છે, એ ત્રણ પ્રકારની છે :
૧- ત્રણમાં પ્રથમ પ્રકારની મનોમિનું સ્વરૂપ વર્ણવતાં ઉપકારિઓ ફરમાવે છે કે-આર્તધ્યાન અને
Page 160 of 325