________________
તો વસ આદિ ઉપર પડેલી ધૂળ ખંખેરવાની ક્રિયા નથી. પ્રતિલેખના, એ પણ એક ઉત્તમમાં ઉત્તમ જીવદયાની કરણી છે. જીવદયાની આવી ઉત્તમમાં ઉત્તમ કરણી તરફ બેદરકાર બની જેઓ વિદ્વાન બનવા ઇચ્છતા હોય, તેઓ સાચા વિદ્વાન બને એ શક્ય નથી. અનંતજ્ઞાનિઓએ વિહિત કરેલી ક્રિયાઓની બેદરકારી, એ કારમી મનશિબીને જ સૂચવે છે અને એવી કારમી મનશિબીથી તેને જાણ્યા છતાંય નહિ કમ્પનારા, એ ભારેમાં ભારે અજ્ઞાનિઓ છે. વળી એક સુંદરમાં સુંદર જીવરક્ષા કરવાની પ્રતિલેખના રૂપ ક્રિયાને જ્યારે જીવઘાતનું જ કારણ બનાવતા કેટલાકો જોવાય છે, ત્યારે તો કોઇ પણ વિવેક્નિ કારમી ગ્લાનિ થાય એ સહજ છે. એ ગ્લાનિ એમ બોલાવે કે- ‘ આ ઉથલપાથલ કરનારાઓનું શું થશે ?’- તો તે અસ્વાભાવિક નથી. કેવલ દ્રવ્યક્રિયામાં રાચનારાઓની સઘળી જ ક્રિયાઓ આવી હોય છે. પરના દોષો જોવામાં કુશળ બનેલાઓ, પોતાના દોષો કદી જ જોઇ શકતા નથી. એવાઓએ અનેક ક્રિયાઓની માફક આ પ્રતિલેખનાની પણ કારમી દુર્દશા કરી છે. એવાઓમાં જો થોડી પણ માર્ગરૂચિ હોય, તો ઉપકારિઓએ એવાઓ જાગૃત થાય એવું ફરમાવ્યું છે. ઉપકારિઓના એ ફરમાનને પ્રત્યેક મુનિ પ્રેમપૂર્વક વાંચે, વિચારે અને ખૂબ જ જાગૃત બને તથા જો પોતામાં એવી જાતિની બેદરકારી આદિ દેખાય તો તેને ખંખેરી નાખવા માટે સજ્જ થાય, એ ક્લ્યાણકારી છે. પ્રતિલેખનામાં પ્રમત્ત બનેલા મુનિને અનંત ઉપકારિઓએ છએ કાયોનો વિરાધક ગણ્યો છે. ષટકાયની પોતાનાથી વિરાધના થાય છે, એ જાણતાં જ ભવભીરૂઓને કમ્પારી છૂટવી જોઇએ. મુનિઓને તો ષડ્જવનિકાયના રક્ષક ગણવામાં આવ્યાં છે. તેઓ જ જો પ્રતિલેખનાના વિધિ પ્રતિ બેદરકાર બને, તો એ રક્ષકપણું રહ્યું ક્યાં ? પ્રતિલેખનામાં પ્રમત્ત નહિ બનવાનો ઉપદેશ આપતાં પરમ ઉપકારી મહાપુરૂષો સ્પષ્ટ રીતિએ ફરમાવે છે કે
“पडिलेहणं कुणंता मिहो कहं कुणइ जणवयकहं वा ।
ફેફ વ પ—વવાળું વાડ઼ સંય પડિÚફ વૉ ||9||"
“પુôવીાવણ તેવાdવળસતસાળ |
पडिलेहणापमत्तो, छण्हंपि विराहगो भणिओ ||२||”
ઉપકારી મહાપુરૂષોના આ ક્શનનો એ ભાવ છે કે-પડિલેહણને કરતો જે પરસ્પર ક્યા કરે છે, દેશની ક્થાને કરે છે અથવા પચ્ચખ્ખાણ આપે છે, સ્વયં વાચના આપે છે અથવા તો અન્ય પાસે સ્વયં વાચના અંગીકાર કરે છે, તે પડિલેહણમાં પ્રમાદી ગણાય છે : પડિલેહણમાં એવા પ્રમત્ત બનેલાને પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય-આ છએ પણ કાયોનો વિરાધક અનંત ઉપકારિઓએ વ્હેલો છે. અનન્ત ઉપકારિઓના આ ફરમાનથી સમજી શકાશે કે-પચ્ચખાણ લેવા-દેવાની ક્રિયા અને શાસ્ત્રની વાચના લેવા-દેવાની ક્રિયા, કે જે કલ્યાણકારિણી છે, તેનો પણ પડિલેહણમાં નિષેધ કર્યો છે : કારણ કે-એથી પડિલેહણનો હેતુ જે જીવરક્ષા છે, તે માર્યો જાય છે. જે કાલમાં જે ક્રિયા કરવાની હોય, તે ક્રિયા જ કરવાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા છે. આ આજ્ઞાને નહિ સમજ્જારાઓ ગડબડ કરે એ જૂદી વાત છે, પણ સમજ્નારાઓએ તો આ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરવું જ જોઇએ. પડિલેહણ જેવી જીવરક્ષાની સર્વોત્તમ ક્રિયામાં પ્રમાદી બનવું અને એ કરતાં કરતાં પડિલેહણમાં ઉપયોગશૂન્ય થવાય એવું કરવું, એ પણ પ્રમાદ છે. એવા પ્રમાદમાં પડવું, એ પડિલેહણ કરવાં છતાં પણ વિરાધક બનવાનો ધંધો છે. આ પડિલેહણને શુદ્વ રીતિએ કરનારો અને ધર્મોપકરણને લેવા-મૂક્વામાં ઉપયોગપૂર્વક જોઇને અને પૂંજીને લેનારો અને મૂક્તારો જ, આ ચોથી સમિતિનો પાલક બને છે.
Page 159 of 325