________________
બીજા જીવોની રોજી-રોટી -બેટી-વહુનો ઘાતક બને છે. અને સ્વઘાતક એટલે પોતાના આત્માને કર્મોના ભારથી ખૂબ ખૂબ ભારે કરવો તે.
વ્યવહાર નવે પરઘાતકને કસાઇ માનવામાં આવે છે જ્યારે નિશ્ચય દ્રષ્ટિ સ્વઘાતને અતીવ ખરાબ માને છે. સ્વઘાતત્વ વિના પરઘાતત્વની આદત મટવાની નથી. આ કારણે જ કસાઇ હિસંક છે અને કષાયી મહા હિસંક છે.
(૩) રૌદ્ર - હિમ્ર સ્વભાવના કારણે હિસંક રૌદ્ર સ્વરૂપી હોય છે. સ્વ કે પરઘાતકમાં આત્માના અધ્યવસાયો-પરિણામો છેવટે વિચારો અને ઉચ્ચારો પણ રૌદ્ર સ્વરૂપને ધારણ કર્યા વિના રહે નહિ. બીજાને ભય ઉત્પન્ન કરાવનારના માનસિક અધ્યવસાયો હિસ્ર જ હોય છે.
(૪) સહસા - સહસા એટલે સાહસિક, શૂરવીર નહિ, પરંતુ સાર્થક કે નિરર્થક કાર્યોના ફળાદેશનો વિચાર કર્યા વિના જ ગમે તે પ્રવૃત્તિમાં માથું મારનાર સાહસિક કહેવાય છે. આ કાર્ય કરવા જવું છે ? કરવાથી સામેવાળાનું શું થશે? ઇત્યાદિ વિવેક બુધ્ધિથી શૂન્ય તેના માનવો હિસંક હોય છે. મારક, ઘાતક, નિર્દક, પર-દ્રોહાત્મક આવાઓની આગળ વાત કરીએ તો વિવાહની વરસી કરે. આવા જીવોને ભાવિકાળના માઠા પરિણામોનો ખ્યાલ હોતો નથી.
(૫) શુદ્ર - આનો અર્થ દ્રોહક અથવા અધમ થાય છે. દ્રોહના બે પ્રકાર છે. (૧) સ્વદ્રોહ (૨) પરદ્રોહ
સ્વદ્રોહ = પોતાના આત્માનો દ્રોહ કરવો તે સ્વદ્રોહ.
પરદ્રોહ= બીજા જીવો સાથે સ્વાર્થમય સંબંધ બાંધેલો હોવાથી તેમને શીશામાં ઉતારવા. એની પાઘડી બીજા પર ફેંકવી, ચડજા બેટા શૂળી પર, ઇત્યાદિ બીજા પ્રત્યે વિચારણાઓ કરવી તે પરદ્રોહ. આવા જીવોને શુદ્ર કહે છે.
(૬) અનાય - પાપ કર્મોને રોક્વાની સમર્થતા જેમના ભાગ્યમાં નથી તે અનાર્ય કહેવાય. જેઓ સદા પાપચરણ, પાપભાષા, પાપવૃત્તિને કર્યા વિના રહેતા નથી.
(૭) નિર્પણ - માનવ જન્મમાં જ્ઞાન-વિજ્ઞાન મેળવી બુધ્ધિશાળી બન્યા પછી વિવેક રહિત બનવાથી પોતાના જીવનમાંથી પાપ જુગુપ્સા, પાપ ભીરૂતા ધીમે ધીમે અદ્રશ્ય થતી જાય પરિણામે ગમે ત્યારે અને ગમે ત્યાં પારકાનું હનન મારણ, તાડન કાર્યો કર્યા કરે છે.
(૮) નૃશંસ - નિસ્ટ્રક. = દયા વિનાનો અને નિસૂક= લજ્જા વિનાનો. લજ્જા વિનાના માનવોને દયા રહિત બનતા વાર નથી લાગતી. તેવાઓના જીવનમાં ક્રૂરતાનો પ્રવેશ સુલભ બને છે. આવાઓના જીવનમાં ધર્મ સંજ્ઞા કે જ્ઞાન સંજ્ઞાનો અભાવ હોવાથી ગમે ત્યાં પણ હિન્નતાનું પ્રદર્શન કર્યા વિના રહેતા નથી.
() મહાભય - અવસર આવ્યું બીજાઓને મારવાની આદતવાળા હિસંક માનવને પણ સામે વાળાથી ભયની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. બીજાને મરાવી દીધો તે વ્યંતરાદિ થઇને મને હેરાન-પરેશાન કરશે તો ? આ રીતના ભયો પર હત્યા કરવાવાળાઓના મનમાં ઘોડાપૂરની જેમ દોડત જ હોય છે.
(૧૦) પ્રતિભય - પ્રત્યેક પ્રાણીઓથી ભયની પ્રાપ્તિના ભણકારા વાગ્યા કરે છે. જે જીવોએ ગયા ભવમાં મહાહિસાઓ કરી હોય તેમને આ ભવમાં ચારે તરફથી ભય-ભય અને ભય જ રહે છે.
(૧૧) અતિભય - લોભાંધ, માયાં, કામાંધ, સ્વાર્થોધ બનીને બીજા જીવોને જેઓએ માર્યા છે
Page 115 of 325