________________
સાત્વિક વૃત્તિ = જ્ઞાનિઓએ સાત્વિક વૃત્તિવાળા આત્માનું લક્ષણ બાંધતા કહ્યું છે કે- જે આત્માને અર્થકામની વાતો ન ગમે પણ એનો જેનાથી ત્યાગ થાય, જેનાથી એની લાલસા તૂટે, એની પૂંઠે પડવાની વૃત્તિ કપાય એવી વાતો ને ગમે તે સાત્વિકી વૃત્તિવાળો છે. જે આત્માને તે જ વાતો ગમે કે જેના પરિણામે અર્થકામની લાલસા કપાય. અર્થકામ જેવા સ્વરૂપના છે તે સ્વરૂપે ઓળખાય, એ આત્માની વસ્તુ નથી પણ આત્માને ખરાબ કરનારી છે એમ સમજાય. અર્થકામની તાલાવેલીથી આત્મા ઉન્નતિપંથે ચઢી શકતો નથી પણ અવનતિના પંથે ઉતરી જાય છે એવું સમજાવે તે વાતો ગમે તે સાત્વિક વૃત્તિ.
આ વૃત્તિવાળા મનુષ્યને એક જ વિચાર કાયમ ખાતે આવે કે- અર્થકામની આસકિત મારા જીવનમાં ઉતરી જવી જોઇએ નહિ ! મારે તો હંમેશ માટે એક જ પ્રયત્ન કરવાનો કે-જ વાસન આત્મા સંસારની જાળમાં ફસાયો છે એ કયારે છૂટે, પોતા માટે એ વિચાર અને બીજા માટે પણ એ જ કે- જે વાસનાના યોગે વર્તમાનમાં દુ:ખ થઇ રહેલ છે, ભવિષ્યમાં નિયમા દુ:ખ થનાર છે એ વાસના સઘળામાંથી કયારે છૂટી જાય ?
પહેલા પ્રકારમાં હિસંક માનવના સ્વભાવ કેવા હોય તે કહેશે ? બીજા પ્રકારમાં હિંસાના પર્યાયો કેટલા અને કેવા છે તે જણાવાશે. ભેદ-વ્યાખ્યાંગ, કરણ, પ્રકાર અને ફળ ભેદ વડે એટલેકે જેઓએ પ્રાણીવધ કર્યો છે અને જે કરી રહ્યા છે તેમાં કારણનો વિચાર કરવાનું રહેશે. અને તે પ્રાણી વધુનું ફળ શું મળશે તેનો વિચાર પણ ખુબજ વિસ્તારથી કર્યો છે. કેમકે ફળની જાણકારી થતાં કોમળ માનવોને જીવહિસા પાપ જ છે તેનું ભાન થશે અને જીવહિસાથી બચશે.
પ્રાણઘાતકના બાવીશ સ્વભાવો કહ્યા છે. તે આ પ્રમાણે...
આ સ્વભાવો હિસા ભાવના પરિણામથી થાય છે માટે તે બધાયના મૂળ કારણ હિસા જ છે તે કહે છે.
(૧) પાપ સ્વભાવ (૨) ચંડ (૩) રૌદ્ર (૪) સહસા (૫) શુદ્ર (૬) અનાર્ય (૭) નિધૂણ (૮) નૃશંસ-નિસ્ટ્રક (૯) મહાભય (૧૦) પ્રતિભય (૧૧) અતિભય (૧૨) ભાવનક (૧૩) ત્રાસ (૧૪) ઉગજનક (૧૫) અન્યાય (૧૬) નિરપક્ષ (૧૭) નિધર્મ (૧૮) નિષ્પિપાસ (૧૯) નિષ્કરૂણ (૨૦) નિરય (નરક) (૨૧) મોહ મહાભય પ્રકર્ષક (૨૨) મરણ વૈમનસ્ય.
(૧) પાપ સ્વભાવ - પ્રાણીવધક-હિસંક-ઘાતક-મારક માનવના પરિણામો અધ્યવસાયો અને લેશ્યાઓ ઘણી જ ખરાબ હોવાથી તેના દ્વારા -થતાં-ઉપાર્જન કરાતાં કર્મો પાપનો જ બંધ કરાવનારા હોય છે. હિસંક માનવનો સ્વભાવ જ બીજા પ્રાણીઓનાં પ્રાણોને મશ્કરીમાં-સ્વાર્થમાં-લોભમાં કે ક્રોધમાં આવીને હાનિ પહોંચાડવાનો હોય છે. જીવ, સંક્ષિપ્ત પરિણામોના કારણે જે રીતે બીજા જીવોનું હનન-મારણ-પીડન કરે છે અને કરશે તે પાપ સ્વભાવ.
(૨) ચંડ - ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયને ચંડ કહેવાય છે. તેમાં ક્રોધ કરતાં માન, માન કરતાં માયા, માયા કરતાં લોભ અનુક્રમે વધારે ખરાબ કહેવાય છે. આથી લોભ સૌ પાપોનો બાપ (પિતા) છે. આ કષાયોનો જ્યારે તીવ્ર ઉદય હોય છે ત્યારે તેનાથી પ્રેરાઇને પુરૂષનો પુરૂષાર્થ હિસંક બનતો હોવાથી તે ચંડ કહેવાય છે. એટલે કે હિસંક સ્વભાવ માનવને કષાયાધની બનાવે છે. મન-વચન-કાયામાં
જ્યારે જ્યારે પરહત્યા-પરદ્રોહ-પરનિદાની લ્હેર આવે ત્યારે ત્યારે માનવનું મસ્તક, આંખના ખૂણા અને નાકના ટેરવામાં ચંચલતા આવ્યા વિના રહેતી નથી. જ્યારે ઉગ્રતા વધે ત્યારે માનવ ચંડ બની જાય છે. ચંડ બનેલો આત્મા સ્વાર્થોધ બને છે તે પરિણામમાં પરઘાતક એ સ્વઘાતક બને છે. પરઘાતક એટલે
Page 114 of 325