SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંસારમાં જીવો અનાદિકાળ અવ્યવહાર રાશીમાં રહ્યા રહ્યા પસાર કરે છે. જ્યારે કોઇ જીવ મોક્ષમાં જાય અને જે જીવની કાળ પરિપક્વતા થઇ હોય તે જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવે છે. ત્યાં આવે તે વખતે તેને એકન્દ્રિયપણાએ ઉત્પન્ન થવું પડે છે. ત્યાં એકેન્દ્રિયપણામાં સંખ્યાતા-અસંખ્યાતા અને અનંતા ભવો કરીને ઘણો કાળ રખડે છે. ત્યાંથી બેઇન્દ્રિયપણું પ્રાપ્ત કરે, તેઇન્દ્રિય પ્રાપ્તકરે, ચઉરીન્દ્રિયપણું પ્રાપ્ત કરે, એમ કરતાં કરતાં પાછા નવા કર્મો બાંધી વચમાં વચમાં એકેન્દ્રિયપણામાં જઇ આવે છે. ત્યાંથી માંડ માંડ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે અને જો સમ્યક્ત્વ પામવું હોય તો પંચેન્દ્રિયપણામાં પમાય છે. પરંતુ એકેન્દ્રિયાદીમાં પમાતું નથી. પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યા પછી જો ધર્મની સામગ્રી પ્રાપ્ત ન થાય તો પણ સમ્યક્ત્વ પેદા થતું નથી. જેમ શાસ્ત્રે કહ્યું છે કે સમ્યક્ત્વ પામવા માટે સારૂં કુળ એટલે આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, પંચેન્દ્રિયપણું ઇત્યાદિ સારી સામગ્રી મળે અને સમ્યક્ત્વ પામવાનો પુરુષાર્થ કરે તો કદાચ સમ્યક્ત્વ આવે તો આ જનમમાં સારામાં સારી જાતિકુળ તમાં જૈન ધર્મ સુલભ થાય તેવી સામગ્રી મલી છે મોક્ષમાર્ગ પણ મલ્યો છે. જો હવે સમ્યક્ત્વ પામવાનો પુરૂષાર્થ જીવંત ન કરે તો મનુષ્યપણું નકામું જાય અને પછી પાછું મનુષ્યપણું સંખ્યાતકાળે, અસંખ્યાતકાળે કે અનંતાકાળે મલે છે. માટે મારે મોક્ષે જવું છે. મોક્ષમાં જવા માટે સમ્યક્ત્વ વિના જવાય નહિ માટે તે પામવું છે, તે પામવા માટે હું જેનાથી સંસારમાં રખડ્યો તે ચીજ મારી નથી, પરંતુ તે મારી દુશ્મન છે માટે તેને પુરુષાર્થ કરીને દુર કરવી જોઇએ અને આત્મિક ગુણ પેદા થાય, સમ્યક્ત્વ ગુણ પેદા થાય તેવી સામગ્રી મલે તેનો પુરુષાર્થ કરવો જોઇએ ઇત્યાદિ વિચાર કરવો તે બોધિદુર્લભ ભાવના કહેવાય છે. પ્ર.૭૩૩ ધર્મદુર્લભ ભાવના એટલે શું ? ઉ.૭૩૩ આ સંસારમાં અનાદિ કાળથી ભટકતાં જીવોને અનંતીવાર મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઇ છે. તેમાં અરિહંત પરમાત્માઓએ ફરમાવેલો ધર્મ મળ્યો હતો તે ધર્મની આચરણા પણ કરી હતી પરંતુ તે ધર્મની રૂચિ જેવો જોઇએ તેવી પેદા થઇ ન હતી. તેથી ધર્મ આવ્યો નહિ પરંતુ ધર્મ કરતાં સંસારનું સુખ મળ્યું તેમાં રાચ્યા એટલે સંસારની વૃદ્ધિ થઇ માટે આવો અરિહંત પરત્માઓએ કહેલો જે ધર્મ તેના પ્રત્યે રુચી થવી દુર્લભ છે. તે રુચિ ચરમાવર્તકાળમાં લઘુકર્મીતા જીવની થાય ત્યારે પેદા થાય છે. તે એવો ધર્મ હે જીવ તું પામ્યો છું, તો તેના પ્રત્યે જો રૂચી સારામાં સારી પેદા થઇ જાય તો પણ મોક્ષમાર્ગ સુલભ થઇ જાય. ઇત્યાદિ વિચાર કરવો તે ધર્મદુર્લભ ભાવના કહેવાય છે. આ રીતે બાર ભાવનાઓનું વર્ણન કર્યું હવે પાંચ ચારિત્રનું વર્ણન કરાય છે. સામા ઊત્થ પાં, છેઝોવદ્યાવાં મવેવીય, પરિહાર વિસુદ્વીાં, સુહુમ્ તહ સંપરાય ચ ।।રૂશા तत्तोअ अहकखायं खायं सव्वंमि जीव लोगम्मि जं चरि उणसुविहिआ, वच्चंति अयरा मरं ठाणं ||३३|| ભાવાર્થ :- સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. આ પાંચે પ્રકારના ચારિત્રનું આચરણ કરીને મનુષ્યો મોક્ષપદને પ્રાપ્ત કરે છે. પ્ર.૭૩૪ સામાયિક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૩૪ જે ચારિત્ર વડે જ્ઞાન-દર્શન અને ચારિત્રનો લાભ થાય એટલે આત્મામાં તે તે ગુણો પેદા થતા જાય તે સામાયિક ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર સાવધ વ્યાપારના ત્યાગરૂપ છે. Page 77 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy