SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૭૩૫ સામાયિક ચારિત્ર કેટલા પ્રકારનું છે ? ઉ.૭૩૫ ઇત્વર કથિત સામાયિક અને યાવત્ કથિક સામાયિક ચારિત્ર. પ્ર.૭૩૬ ઇત્તર કથિક સામાયિક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૩૬ ઇત્તર કથિક સામાયિક ચારિત્ર શ્રાવકો બે ઘડીન સામાયિક કરે છે તે પણ કહેવાય છે. તથા પાંચ ભરત અને પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને સૌ પ્રથમ જે દીક્ષા અપાય છે તે જ્યાં સુધી વડી દીક્ષા ન થાય તેટલા કાળ સુધીનું તે તે ચારિત્ર કહેવાય છે. પ્ર.939 યાવત્ કથિક સામાયિક ચારિત્ર કોને કહેવાય છે ? ઉ,૭૩૭ જે ચારિત્ર લીધા પછી ( સામાયિક ચારિત્ર) ઉચ્ચર્યા પછી વડી દીક્ષા રૂપ ચારિત્ર ન અપાય તે યાવત્કથિક સામાયિક ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૩૮ યાવત્કથિક સામાયિક ચારિત્ર કયા કયા જીવોને હોય છે ? ઉ.૭૩૮ ભરત અને ઐરવત ક્ષેત્રમાં મધ્યના બાવીશ તીર્થંકરના સાધુઓને જે દીક્ષા વખતે સામાયિક ઉચ્ચરાવાય છે તે યાવત્કાળ સુધી રહે છે. વચમાં વડી દીક્ષારૂપ ચારિત્ર હોતું નથી માટે તે જીવોને હોય છે. પ્ર.૭૩૯ છેદોપસ્થાપનીય ચારિત્ર કોને કહેવાય છે ? ઉ.૭૩૯ પૂર્વ ચારિત્ર પર્યાયનો છેદ કરી પુનઃ મહાવ્રતોનું આરોપણ કરવું તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રથી જ દીક્ષા પર્યાય વર્તમાનમાં ગણાય છે. પ્ર.૭૪૦ છેદોપસ્થાપનીય ચારિત્ર કયા કયા તીર્થંકરના સાધુઓને હોય છે ? ઉ.૭૪૦ : આ છેદોપસ્થાપનીય ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરોના શાસનમાં રહેલા સાધુઓને હોય છે. તે પણ અવસરપીણી અને ઉત્સરપીણી કાળમાં થનારા તીર્થંકરોના શાસનમાં જાણવા. પ્ર.૭૪૧ પરિહાર વિશુદ્ધ ચારિત્ર કોને કહેવાય ? ૩.૭૪૧ ગચ્છના ત્યાગવાળો જે તપ વિશેષ તેનાથી થતી ચારિત્રની વિશેષ શુદ્ધિ તે પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૨ પરિહાર વિશુદ્ધ ચારિત્ર કેટલા પ્રકારે છે ? ઉ.૭૪૨ પરિહાર વિશુદ્ધ ચારિત્ર બે પ્રકારે છે. (૧) નિર્વિશ માનક પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૨) નિર્વિષ્ટ કાયિક પરિહાર વિશુદ્ધ ચારિત્ર. પ્ર.૭૪૩ નિર્વિશ માનક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૪૩ જે સાધુઓ તપ ક્રિયામાં પ્રવર્તમાન હોય છે તે નિર્વિશ માનક ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૪ નિર્વિષ્ટ કાયિક ચારિત્ર કોને કહેવાય ? ઉ.૭૪૪ – જે સાધુઓને તપ ક્રિયા પૂર્ણ થયેલી હોય તે નિર્વિષ્ટ કાયિક ચારિત્ર કહેવાય છે. પ્ર.૭૪૫ પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક સાથે જઘન્યથી કેટલા સાધુઓ સ્વીકાર કરે ? તેમાં કઇ કઇ રીતે વ્યવસ્થા થાય ? ઉ.૭૪૫ પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક સાથે નવ સાધુઓ સ્વીકાર કરે છે તેમાં ચાર સાધુઓ તપ કરે, ચાર તેઓની સેવા કરે, અને એક સાધુ વાચનાચાર્ય બને છે. આ રીતે છ મહીના સુધી તપ કરે. પ્ર.૭૪૬ પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં કેટલા મહિનાનો તપ હોય છે ? અને સાધુઓ તે તપ કઇ રીતે કરે છે ? Page 78 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy