________________
ત્રીજો અને ચોથો દેવલોક છે. તે દેવોના વિમાનો આવેલા છે. તેના ઉપર ત્રીજા કીલ્મીષીયા દેવોના વિમાનો છે અને તેના ઉપર પાંચમો દેવલોક આવેલો છે. કેટલાક આચાર્યોના મતે પાંચમા દેવલોકનાં વિમાનની ઉપર ત્રીજા કાલ્બીપીયા દેવોના વિમાનો છે. તેના ઉપર છઠ્ઠા દેવલોકના દેવોના વિમાનો આવેલા છે. પાંચમા દેવલોકમાં દેવોના જે વિમાનો છે. તેમાં નવ લોકાંતિક દેવોના વિમાનો એક બાજુ આવેલા છે. પાંચમાં દેવલોકની પાસે ચોદરાજ લોકની આકૃતિ એટલે કે પહોળાઇ પાંચ રાજલોક પ્રમાણ છે. આ નવ લોકાંતિક દેવોના વિમાનોમાં રહેલા મુખ્ય જે ઇન્દ્રો છે તે નવે ઇન્દ્રો તીર્થંકરાદિ ભગવંતોના કલ્યાણકોના દિવસે ભગવાન પાસે આવે છે. અને ભગવાનની દીક્ષા લેવાનો સમય નજીક આવે તે ટાઇમ સૂચવવા માટે તે નવે ઇન્દ્રો આવીને તીર્થકર ભગવંતોને દીક્ષા માટેનું સુચન કરે છે. અર્થાત વિનંતી કરે છે અને તીર્થને પ્રર્વતાવો એમ જણાવે છે. પ્રાયઃ કરીને તે નવે ઇન્દ્રો એકાવતારી કહેવાય છે. છઠ્ઠા દેવલોકની ઉપર સામતો દેવલોક છે તેના ઉપર આઠમો દેવલોક આવેલો છે. આ આઠમા દેવલોક સુધી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ઉત્પન્ન થઇ શકે છે. ત્યાર પછી આગળ નવમો અને દશમો દેવલોક આવેલો છે. તેના ઉપર અગ્યારમો અને બારમો દેવલોક આવેલો છે. તેના ઉપરાઉપર ક્રમસર નવગ્રેવેયકના વિમાનો આવેલા છે. જેની અંદર અભવ્ય જીવો. નિરતિચાર દ્રવ્ય ચારિત્રની ક્રિયા કરીને ઉત્પન્ન થઇ શકે છે અને આ ગ્રેવેયકના વિમાનો પછી પાંચ અનુત્તરના વિમાનો આવેલા છે. ત્યાં જે સમકીતી જીવો હોય તે ભાવ ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં ના જવાના હોય તે જીવો આયુષ્ય બાંધીને ઉત્પન્ન થાય છે તે દેવતાઓ નિયમા સમકતી હોય છે. તે પાંચ અનુત્તરના વિમાનોમાં સૌથી વચમાં સર્વાર્થસિધ્ધ નામનું વિમાન છે. જે એકલાખ યોજન લાબું-પહોળું છે અને ત્યાં રહેલા બધા દેવતાઓ એકાવનારી હોય છે. તે વિમાનની ચારેય બાજુની ચાર દિશાઓમાં ક્રમસર વિજય, યંત, જયંત અને અપરાજિત નામના વિમાનો આવેલા છે. જે વિમાનો અસંખ્યાતા યોજન લાંબા પહોળા છે. તેની અંદર રહેલા દેવતાઓ બધાય એકાવનારી હોતા નથી. પરંતુ વધારેમાં વધારે સંસારમાં ૨૪ ભવો કરે છે તે ચોવીશ ભવો કરનારા જીવોની વિશેષતા એ છે કે જે અનુત્તરમાં જઇ આવે તે જીવોની નરક તિર્યંચગતિના દ્વારો બંધ થઇ જાય છે. અને તે જીવો ચોવીશ ભવો નિયમાં મનુષ્ય અને વૈમાનિક દેવલોકના જ કરે છે. બીજા નહિ. આ પાંચ અનુત્તરના વિમાનો પછી બાર યોજન ઉપર જઇએ ત્યારે સિધ્ધશીલા. નામની પૃથ્વી આવેલી છે. જે પૃથ્વી ટિક જેવી નિર્મલ છે. આ પૃથ્વી પર એક યોજન જઇએ ત્યારે સિધ્ધના જીવો આવેલા છે. તે સિધ્ધના જીવો પહોળાઇમાં ૪૫ લાખ યોજનમાં રહેલા છે. સિધ્ધરૂપે તેજ જીવો ઉત્પન્ન થઇ શકે છે કે જે પૂર્વભવમાં મનુષ્ય થયા હોય, ઉત્તમધર્મની સામગ્રી પ્રાપ્ત કરી આઠે કર્મનો ક્ષય કરે તે ત્યાં જાય છે. માટે મનુષ્યનું ક્ષેત્ર પ્રમાણ એટલું જ સિધ્ધક્ષેત્રનું પ્રમાણ છે. એ જીવો જ્યાં રહેલા છે તે
ના અંતે છે એટલે ત્યાં ચૌદ રાજલોકનો અંત આવે છે. આ રીતે ચૌદ રાજલોકનું વર્ણન કર્યું. હવે ભાવનામાં આ રીતે વિચાર કરતા આત્માને રોજ વિચાર કરવાનો હોય છે કે આ રીતે ચારેય ગતિમાં ભમતાં ભમતાં ચૌદ રાજલોક ક્ષેત્રમાં જીવ ભમ્યો છે અને છેક જ્યાં સિધ્ધના જીવો રહેલા છે ત્યાં પણ જઇ આવ્યો છે. પરંતુ તે સૂક્ષ્મ પૃથ્વી આદિ રૂપે હતો તેથી પાછું ભટકવાનું રહ્યું છે. તો હવે આ સ્વરૂપ જાણ્યા પછી એવો પુરુષાર્થ કરું કે જેથી લોકના અંતે સિધ્ધરૂપે મારો આત્મા બની જાય એમ રોજ ભાવનામાં ભાવવાનું છે. કારણ કે આત્માને ખરેખરૂં રહેવાનું સ્થાન જો હોય તો એજ છે ત્યાં ગયા પછી જીવને મરવાનું નથી અને પોતાના સ્વભાવમાં રહેવાનું છે તે માટે જ બધો પુરૂષાર્થ કરવાનો છે.
પ્ર.૭૩૨ બોધિ દુર્લભ ભાવના કોને કહેવાય ? ઉ.૭૩૨ જીવને સમ્યકત્વ પામવું કેટલું દુર્લભ છે. તે આ ભાવનામાં વિચાર કરવાનો છે. તે આ રીતે.
Page 76 of 106