SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા અને (૫) ધર્મ ક્ષમા. (૧) ઉપકાર ક્ષમા :- કોઇપણ જીવે પહેલા આપણા ઉપર ઉપકાર કરેલ હોય અને એ ઉપકારના. કારણે એ ગુસ્સો કરે તો સહન કરવો અથવા કોઇ જીવ ભવિષ્યમાં આપણા ઉપર ઉપકાર કરશે એવી ભાવના હોય માટે એ જીવો ગુસ્સે ગમે તેટલો કરે તો પણ સહન કરી ક્ષમાં ગુણને ધારણ કરે તે ઉપકાર ક્ષમાં ગુણ કહેવાય છે. આ ક્ષમાં ગુણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી સંસાર વૃદ્ધિનું કારણ કહેલ છે. આવી ક્ષમા સંસારમાં રહેલા જીવો પોતાનો સ્વાર્થ સાધવા માટે સતત જ્યારે જરૂર પડે ત્યારે કરતા જ હોય છે. જેમકે વેપારી વેપાર કરવા માટે પેઢીએ બેઠેલો હોય-ગ્રાહક આવીને ગમે તેટલી. ગાળો બોલે-અપ શબ્દો બોલે તો પણ તે હસીને સાંભળી લે છે પણ સામો જવાબ આપતો નથી કારણ કે જો સામો જવાબ આપે તો ગ્રાહક જતો રહેશે માટે એ ગમે તે બોલે તો પણ શાંતિથી સાંભળી લે છે કારણ કાલે એજ ગ્રાહક માલ લેવા આવશે અને પૈસા આપી જશે. આ કારણથી આ સ્વાર્થ વૃત્તિથી, સંસારની વૃધ્ધિ થતી હોવાથી એ ક્ષમાને ગુણરૂપે કહેલ નથી. (૨) અપકાર ક્ષમા :- કોઇએ આપણા ઉપર અપકાર કરેલ હોય અને ભવિષ્યમાં એ ઉપકાર કરનાર લાગે-કામમાં આવે એવો લાગે તો તે માણસ ગમે તેટલો ગુસ્સો કરે તો પણ સહન કરી ક્ષમાં રાખે છે તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પણ આત્માના ગુણો પેદા કરવામાં ઉપયોગી થતી ન હોવાથી આ ક્ષમાં ગુણને સંસાર વૃદ્ધિનું કારણ કહેલી છે. (૩) વિપાક ક્ષમા - કર્મના ઉદયથી ક્રોધ પેદા થાય છે તો તે કર્મના ઉદયને શમાવવા માટે ક્ષમાને ધારણ કરવી જોઇએ. જેટલો શમાવવાનો પ્રયત્ન કરશું એટલો લાભ થશે એવા વિચારથી જીવ ક્ષમાને ધારણ કરે તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમા ગુણ પણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી લાભદાયી ગણેલ નથી. (૪) વચન ક્ષમા :- ભગવાને કહ્યું છે કે ક્રોધ કરાય નહિ. ક્રોધ કરવાથી સૌથી પહેલા પોતાના આતમાને જ નુક્શાન થાય છે પછી બીજાને નુક્શાન થાય અથવા ન પણ થાય પણ પોતાના આત્માને તો નુક્શાન થાય જ છે. આ વિચાર કરી ભગવાનના વચન ઉપર શ્રધ્ધા રાખીને ક્રોધ ન કરવો અને ક્ષમાને ધારણ કરવી એ વચન ક્ષમા કહેવાય છે. આ ક્ષમા ગુણમાં આત્માનો કોઇપણ પ્રકારનો સ્વાર્થ ન હોવાથી આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતી હોવાથી આ ક્ષમાને ઉપકારક કહેલી છે. (૫) ધર્મ ક્ષમા - મારા પોતાના આત્માનો ગુણ ક્ષમા છે. ક્રોધ કરવો-ગુસ્સો કરવો એ તો આત્માનો ગુણ નથી પણ દોષ છે માટે મારાથી ગુસ્સો થાય જ નહિ. અજ્ઞાન જીવોથી ગમે તેવી પ્રવૃત્તિ થાય પણ તે જીવ અજ્ઞાન હોવાથી દયાપાત્ર છે પણ ગુસ્સાપાત્ર નથી. દયાપાત્ર જીવ હોવાથી એ જીવ પ્રત્યે ગુસ્સો. કરીએ તો મારો ધર્મ નાશ પામે. મારો ધર્મ દબાઇ જાય પ્રગટ થઇ શકે નહિ માટે એના પર ગુસ્સો કરવો એ મારું પોતાનું અજ્ઞાન ગણાય છે. સામો માણસ અજ્ઞાન હોવાથી મારે એની સાથે અજ્ઞાન બનાય નહિ જો એ જીવ ઉપર ગુસ્સો કરું તો અજ્ઞાનીમાં અને જ્ઞાનીમાં ફ્ર શો ? બીજા નંબરે અજ્ઞાની જીવો પ્રત્યે ગુસ્સો કરતાં સૌથી પહેલા મારા આત્માનો ધર્મ નાશ પામે છે જે મારી પોતાની ક્ષમાં ગુણરૂપે છે. એ નાશ પામવાથી ધર્મ પેદા થઇ શકે નહિ માટે મારાથી ગુસ્સો કરાય જ નહિ. જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સંસારમાં છેલ્લા ભવે ત્રીશ વર્ષ રહ્યા ત્યાં સુધી કોઇ કર્મ પાપનું ઉદયમાં આવ્યું નહિ અને સંયમનો સ્વીકાર કર્યો કે તરત જ પાપ કર્મો ઉદયમાં આવ્યા એમની શક્તિ કેટલી છે કે દુ:ખ આપનાર ઉપર જરાક આંખ કાઢે તો પેલો જમીનમાં પેશી જાય છતાંય ભગવાને નાનામાં નાના જીવો પણ જે દુ:ખ આપે તે પણ ક્ષમાં ગુણ પોતાનો ધર્મ જાણીને સહન કર્યા એનાથી આગળ વધીને આર્યદેશમાં દુ:ખો ઓછા લાગ્યા તો અનાર્ય દેશમાં દુ:ખો ભોગવવા માટે ગયા અને છેલ્લે સંગમે છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો કર્યા છતાંય ભગવાન ક્ષમાને Page 8 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy