________________ વિચરતા વીશ તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર થાય છે. ભૂતકાળમાં અનંતા થઇ ગયા એ તીર્થકર પરમાત્માઓને નમસ્કાર થાય છે. (3) તીર્થકર નામકર્મ બાંધવાની શરૂઆત મનુષ્યમાં જ થાય છે અને તે પંદર કર્મભૂમિમાંથી કોઇપણ ક્ષેત્રમાં કરી શકે છે અને તીર્થંકર નામકર્મની નિકાચના પણ પંદર કર્મ ભૂમિરૂપ ક્ષેત્રોમાં મનુષ્યો જ કરે છે અને તે પહેલા સંઘયણ વાળા જીવા નિકાચના કરી શકે છે. એવી જ રીતે તીર્થંકર પણા રૂપે મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે એ તીર્થંકર રૂપે ચ્યવન પામે ત્યારથી તીર્થકર નામકર્મનો પ્રદેશોદય પુણ્યપ્રકૃતિ રૂપે ઉદયમાં કામ કરતો હોય છે. પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રમાં એક અવસરપીણીનો કાળ દશ. કોટાકોટી સાગરોપમનો હાય છે. તેમાં નવ કોટાકોટી સાગરોપમ કાળ યુગલિક મનુષ્યોનો હોય છે. તેમાં છા આરા રૂપે કાળ હોય છે અને એક કોટાકોટી સાગરોપમ કાળમાંજ ધર્મ હોય છે. એ કાળમાં ચોવીશ. તીર્થંકર પરમાત્માઓ થાય છે. છ આરા કાળમાં પહેલો આરો ચાર કોટાકોટિ સાગરોપમ કાળનો હોય છે. બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમ કાળ જેટલો હોય છે. ત્રીજો આરો બે કોટાકોટી સાગરોપમ કાળ જેટલો હોય છે. એ ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ વરસ અને નેવ્યાશી પખવાડીયા કાળ બાકી રહે ત્યારે પહેલા તીર્થંકર ચ્યવન પામે છે. પછી એ કાળમાં જન્મ પામે છે, દીક્ષા લે છે, કવલજ્ઞાન પામે છે અને જ્યારે ત્રીજા આરાના નેવાશી પખવાડીયા કાળ બાકી રહે ત્યારે નિર્વાણ પામે છે એ નેવ્યાશી પખવાડીયા કાળ પૂર્ણ થાય કે તરત જ ચોથો આરો શરૂ થાય છે. એ ચોથા આરાનો કાળ એક કોટાકોટી સાગરોપમ કાળ માં બેંતાલીસ હજાર વર્ષ ઓછા એટલો કાળ હોય છે. પાંચમો આરો એકવીશ હજાર વરસનો અને છઠ્ઠો આરો પણ એકવીશ હજાર વરસનો હોય છે. આ રીતે દશ કોટાકોટી સાગરોપમ કાળ વાળી અવસરપિણી કાળ કહેવાય છે. એ ચોથા આરાના કાળમાં પહેલા તીર્થંકર સિવાય બાકીના ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓનાં પાંચે પાંચ કલ્યાણકો થાય છે અને છેલ્લા ચોવીસમા તીર્થંકરનું શાસન પાંચમા આરાના છેડા સુધી રહે છે. આજ રીતે ઉત્સરપિણી કાળમાં છ આરા હોય છે અને તે ચઢતા ક્રમે હોય છે અને તે કાળમાં પણ ચોવીશા તીર્થંકર પરમાત્માઓ થાય છે. આ રીતે વીશ કોટાકોટી સાગરોપમ કાળને એક કાળચક્ર કહેવાય છે. એ એક કાળચક્રમાં બે કોટાકોટી સાગરોપમ કાળ સુધી ધર્મ હોય છે એટલે બે ચોવીશી તીર્થંકર પરમાત્માઓ (48 તીર્થંકર પરમાત્માઓ) પેદા થાય છે અને મોક્ષમાર્ગ ચલાવે છે. (ચાલુ કરે છે.) મહર્ષાવિદેહ ક્ષેત્રનું વર્ણન એક મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીશ વિજ્યો હોય છે. એક એક વિજ્યો છ ખંડોથી યુક્ત હોય છે. આથી એક વિજયમાંથી જીવો બીજી વિજયમાં જઇ શકતા નથી. દરેક વિજયમાં કોઇને કોઇ તીર્થંકર પરમાત્માઓનું શાસન હોય છે જ. એ શાસનના કારણે ત્યાં રહેલા જીવો પુરૂષાર્થ કરી કેવલજ્ઞાન પામી મોક્ષે જઇ શકે છે. એક એક વિજય બત્રીસ હજાર દેશોથી યુક્ત હોય છે. એ બત્રીસ હજાર દેશોમાં માત્ર સાડા પચ્ચીશ આર્યદેશો હોય છે. બાકીના એકત્રીસ હજાર સાડા ચુમોત્તેર દેશો સદા માટે અનાર્ય રૂપે હોય છે. આથી તીર્થંકર પરમાત્માઓનું શાસન મહાવિદેહ ક્ષેત્રમાં પણ સાડા પચ્ચીશ આર્ય દેશોમાં એક એક વિજયોમાં હોય છે. આથી એક મહાવિદેહ ક્ષેત્રોમાં બત્રીશ વિજ્યોના થઇને દેશો એટલે આર્યદેશો 816 (આઠસોને સોળ) થાય છે. કારણ કે 32 X 25 | કરતાં આઠસોને સોળ થાય. એક મહાવિદેહ ક્ષેત્રનાં આર્યદેશો આઠસોને સોળ તો પાંચ મહાવિદેહ ક્ષેત્રના થઇને 4080 (ચાર હજાર અને એંશી) દેશો આર્ય દેશો થાય છે. આ ચાર હજાર એંશી દેશોમાંથી માત્ર કેવલી ભગવંત તરીકે તીર્થંકર પરમાત્માઓ વીશા દેશોમાં રહેલા હોય છે. તેમાં એક એક મહાવિદેહ ક્ષેત્રમાં ચાર ચાર તીર્થંકર પરમાત્માઓ કેવલી તરીકે હોય છે. આથી એની ગણતરો કરતાં જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચાર વિજ્યોમાં એક એક એમ પહેલા ચાર તીર્થંકર પરમાત્માઓ હોય છે. Page 65 of 65