________________
દુદંભી અને ૮. છત્ર.”
અહીં દુદંભીને બદલે દુંદુભિ જોઇએ એ પ્રમાણે સુધારો સૂચવવાને બદલે શુદ્ધિપત્રકમાં તો આને બદલે ચક્રનો ઉલ્લેખ કરાયો છે. એટલે શું ચક્ર એ કોઇ પ્રાતિહાર્ય છે ? અને જો તેમ હોય તો તેનો પરાવો. આપવા એના લેખક મહાશય કૃપા કરશે ? અત્યારે તો હું આને પણ એક ભ્રમણાત્મક ઉલ્લેખ ગણું છું. પ્રમાણ અપાશે તો વિચાર કરાશે.
(૧૫) ચોત્રીસ અતિશયોનો પ્રાચીનમાં પ્રાચીન નામનિર્દેશ સમવાયના ૩૪મા સમવાયમાં મળે છે. અભિધાનચિત્તામણિના પ્રથમ કાંડના પ૬૪ મા પધોમાં સંસ્કૃતમાં ૩૪ અતિશયો ગણાવેલા છે. પવયણસારુ દ્વારના ૪૦માં દ્વારમાં આ અતિશયો પ્રાકૃત ભાષામાં પધમાં અપાયેલા છે. એમાં આપેલી હકીકત સમવાય ગત હકીકતથી કેટલેક અંશે જુદી પડે છે એમ શ્રી સિદ્ધસેનસૂરિએ નિર્દેશ્ય છે. જુઓ ૧૦૯મું પત્ર. જન્મથી તીર્થકરને જે ચાર અતિશયો હોય છે તેને લગતાં બે પધો વિચારસરમાં ૧૧૨મી અને ૧૧૩મી ગાથારૂપે નજરે પડે છે.
તિજયપહૃત્તની દશમી ગાથામાં “ચઉતીસ અઇસય' એવો ઉલ્લેખ છે. જુઓ પાંચમું ટિપ્પણ.
(૧૬-૧૭) જુઓ અભિધાનચિન્તામણિ નામ અને અશોક, પુષ્પવૃષ્ટિ, ચામર, સિંહાસન, દુભિ'નો નાદ) અને છત્રનો ઉલ્લેખ દેવકૃત ૧૯ અતિશયોમાં જોવાય છે.
"एकोडयमेव जगति स्वामीत्याख्यातुमुच्छ्रिता ।
વૈરિન્દ્રધ્વનત્યાનાહૂ તર્ગની વનષ્ણવિદ્ધવા શા” આ ઉપરાંત પવયણસારુદ્વારની વૃત્તિના ૧૦૯માં પત્રમાં પણ “ઇન્દ્રધ્વજ' નો અતિશય તરીકે ઉલ્લેખ છે.
હ
.
પ્રાતિહાયનું વર્ણન
પ્રાતિહાર્યોના વર્ણનો ગધ તેમજ પધ એમ ઉભય રૂપમાં મળે છે. ગધરૂપ વર્ણન પવયણસારુધ્ધારની વૃત્તિના ૧૦૬માં અને ૧૦૭માં પત્રમાં મળે છે. પધાત્મક વર્ણન કલ્યાણમંદિરસ્તોત્ર (ગ્લો. ૧૯-૨૬), ભક્તામરસ્તોત્ર (ગ્લો. ૨૮-૩૧), વીતરાગ સ્તોત્ર (પ્ર. ૫, શ્લો. ૧-૯), શ્રી જિનસુંદર સૂરિકૃત સીમન્વરસ્વામિસ્તવન (ગ્લો. ૨-૯), શ્રી જિનપ્રભસૂરિકૃત પંચકલ્યાણકસ્તવન (ગ્લો. ૧-૨૬), શ્રીપાર્શ્વનાથપ્રાતિહાર્યસ્તવન, શ્રી જ્ઞાનસાર-૧૪, શ્રી સહજમંડનગણિકૃત સીમંધર સ્વામિ સ્તોત્ર (ગ્લો.
૧૪) અને ચિરત્નમુનિકૃત સોપારકસ્તવનમાં દુગ્ગોચર થાય છે. દુભિ' ને લગતું વર્ણન શ્રી. અમરચન્દ્રસૂરિકૃત પદ્માનંદમહાકાવ્ય (સ. ૧૪, ગ્લો. ૧૫૬) માં ઉપલબ્ધ થાય છે. આ તો સંસ્કૃત કૃતીઓની વાત થઇ. ગુજરાતીમાં એનું થોડુંક વર્ણન શ્રાવક ભીમસિંહ માણક દ્વારા પ્રકાશિત “શ્રી. પ્રતિક્રમણ સૂત્ર” (પૃ. ૧૩-૧૬) માં નજરે પડે છે.
પ્રાતિહાર્યો વિષે ઊહાપોહ :-- અશોક વૃક્ષ :
અશોક વૃક્ષના પર્યાયરૂપે ચેત્યદ્રમનો ઉલ્લેખ કરાય છે. અશોક વૃક્ષથી આસોપાલવનું ઝાડ સામાન્ય રીતે સમજાય છે, પરંતુ અશોક અને આસોપાલવનું ઝાડ જુદાં છે કે કેમ એ બાબત મતભેદ જોવાય છે. વિશેષમાં અશોક વૃક્ષની ઊંચાઇ જિનેશ્વરના દેહમાનથી બાર ગણી હોય છે એ ઉલ્લેખ શ્રી મહાવીર સ્વામી આશ્રીને કેવી રીતે સંગત થાય છે તે હકીકત પવયણસારુદ્વારની વૃત્તિમાં આપેલી છે, અને ત્યાં અશોકની ઉપર સાલવૃક્ષ હોય એમ સૂચવાયું છે. પુષ્પવૃષ્ટિ :
Page 55 of 65