________________
અંધકારમાં ફ્રી સવિવકના અભાવરૂપ અંધતાના યોગે આત્મા, દ્રવ્ય અંધકાર રૂપ નરકાગતિઓમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. સવિવેકનો અભાવ એ એવી અંધતા છે કે એ અંધતાને આધીન થયેલો આત્મા ઉન્માર્ગે જાય એ સહજ છે અને મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડતા આત્મા માટે નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડવું એ પણ અસહ જ નથી. આત્મસ્વરૂપથી અજ્ઞાત રાખી તેને નહિ પ્રગટ થવા દેનાર મિથ્યાત્વ આદિના સ્વરૂપને પણ જાણવાની જરૂર છે. અવિવેકનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઇ આવ્યા તેમ ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ આત્માના અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આપણે જોઇ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે મિથ્યાત્વની અચિકિત્સ્યતા, મિથ્યાત્વનું સ્વરૂપ અને મિથ્યાદર્શનનો મહિમા જોઇ આવ્યા.
મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી દેવમાં અદેવપણાની-ગુરૂમાં અગુરૂપણાની અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવનાર જે મિથ્યાત્વ તેના પ્રકાર અને તે તે પ્રકારોના અધિકારીનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“मिथ्यात्वं च पइचघा आभिग्रहिकमना भिग्रहिकमा भिनिवेशिकं सांशयिकमनाभोगिकं
9-तत्राभिग्रहिकंपाखण्डिनां स्वस्वशास्त्रनियन्नि तविवेकालोकानां परपक्षप्रतिक्षेप-दक्षाणां
2-अनाभिग्रहिकंतु प्राकृतलोकानां सर्वे देवा वन्दनीया न निन्दनीया एवं सव गुखः सर्वे dH/ રતિ /
३-आभिनिवेशिकं जानतोडपि यथास्थितं वस्तु दुरभिनिवेशलेशविप्लावितथियो जमालेखि Iqત /
g-सांशयिकं देवगुरुधर्मप्वयमयं वेति संशयानरय भवशति ।
-अनाभोगिकं विचारशून्यस्यकेन्द्रियादेा विशेषविज्ञान विकलस्य भवति" મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ૧- એક તો આભિગ્રાહિક, ૨- બીજું અનાભિગ્રહિક, ૩- ત્રીજું આભિનિવેશિક, ૪- ચોથું સાંશયિક અને પ- પાંચમું અનાભોગિક.
આ પાંચ પ્રકારના મિથ્યાત્વો પૈકીનું
૧- પહેલા પ્રકારનું “આભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોત પોતાનાં શાસ્ત્રોથી નિયન્દ્રિત થઇ ગયેલો છે અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હુંશીયાર છે તેવા પાખંડીઓને હોય છે.
૨- બીજા પ્રકારનું “અનાભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, પ્રાકૃત લોકોને હોય છે કારણકે- વિવેકના અભાવે તેઓની માન્યતાજ એવી હોય છે કે- “સઘળાય દેવો વન્દનીય હોય છે પણ નિન્દનીય નથી હોતા. એજ રીતિએ સઘળાય ગુરૂઓ વંદનીય છે પણ નિંદનીય નથી અને સઘળા ધમાં માનનીય છે પણ નિંદનીય નથી.' આવા પ્રકારની માન્યતાના પ્રતાપે સદ્ અસનો વિવેક નહિ કરી શકતા પ્રાકૃત લોકોને અનાભિગ્રહિક નામનું બીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
૩- આભિનિવેશિક નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ તેને હોય છે કે- “જેની બુદ્ધિ, જમાલિની માફ્ટ વસ્તુને યથાસ્થિત જાણવા છતાં પણ દુભિનિવેશના લેશથી વિપ્લાવિત થઇ ગઇ હોય.' અર્થાત જે વસ્તુને યથાસ્થિતપણે જાણવા છતાં પણ પોતાના ખોટા આગ્રહને પોષવાની ખાતરજ આતુર હોય તેવા આત્માને આભિનિવેશિક નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
૪- સાંશયિક નામનું ચોથા પ્રકારનું મિથ્યાત્વ, દેવ, ગુરૂ અને ધર્મને વિષે; “આ દેવ કે આ દેવ ? આ ગુરૂ કે આ ગુરૂ ? અને આ ધર્મ કે આ ધર્મ ?' આ પ્રકારે સંશયશીલ બનેલા આત્માને હોય છે.
Page 50 of 65