________________
બ્યાનાં, નનાં પુત્રસંહતે |
“મુદ્વાહનું ૫ निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ||१|| यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् । તદ્ઘર્મ કૃતિ સંસ્થાપ્ય, વશિતં મવતારનમ્ ।।શા”
“કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાસ કરવો અને કુટમ્બોનું પાલન કરવું, આ આદિ જે જે ઘોર સંસારના કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તરવાનાં સાધન તરીકે, લોકના વૈરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.”
અને
“यः पुनर्ज्ञानचारित्र दर्शानाढ्यो विभुक्तये ।
માર્ગ: સર્વોડપિ સોડનેન, લોપિતો લોđરિખા: ।।।।”
“જ્ઞાન, ચારિત્ર અને દર્શન તરીકે સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય મોક્ષમાર્ગ લોકવૈરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.”
આ પ્રમાણે
આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એજ રીતિએ અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાત આત્માઓના અંતઃકરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે.
આ રીતિએ
વર્ણવીને પરમોપકારી શ્રી સિદ્ધર્ષિગણિવર, મિથ્યાદર્શનનો મહિમા સમજાવી મિથ્યાદર્શનરૂપ ભાવાન્ધકારથી બચવાનું માવે છે.
કર્મનો જ વિલાસ
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક હેતુથી આ ધુત નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલા પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના
"संति पाणा अंधा तमसि वियाहिया”
આ અવયવ દ્વારા સૂત્રકાર પરમર્ષિ માવી ગયા ક- ‘ આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે. જેમ ચક્ષુનો અભાવ એ અંધતા છે તેમ સદ્વિવેકનો અભાવ એ પણ અંધતા છે. જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે. નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્ય અંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ જે અંધકાર તે ભાવ અંધકાર છે. કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ કર્મ વિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્ય અંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવ અંધકારમાં વ્યવસ્થિતપણે રહેલા છે એમ શ્રી તીર્થંકરદેવો માવે છે.'
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ છે કે અવિવેકરૂપ અંધદશાને આધિન થઇને આત્માઓ ઉભય પ્રકારના અંધકારમાં જે અનાદિથી આથડ્યા કરે છે એ સઘળો જ વિલાસ કર્મનો છે. આત્માનું સુખ આવરી લઇને એને આ ભયાનક સંસારમાં કોઇ રીબાવનાર હોય તો તે કર્મ છે. એના પ્રતાપિ મિથ્યાત્વાદિરૂપ ભાવ
Page 49 of 65