________________
पश्चभूतविवर्तो वा, ब्रह्मोत्पमिति वाडखिलम । देवोप्तमिति वा झेयं, महेश्वरविनिर्मितम् ||३||
प्रमाणवाधितं तत्त्वं, यदेवंविधमइजसा ।
सद्बुधि कुरुते तत्र, महामोहमहत्तम: ||४||" “આત્મા છે ખરો પણ તે “શ્યામાક’ એટલે “શામો' નામનું એક જાતિનું અનાજ આવે છે તેના જેવા. આકારવાળો છે અથવા તો ‘તડુલ' એટલે ચોખા, તેના જેવા આકારવાળો છે, અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે; વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો. એ જ કારણે વિભુ છે : આત્મા છે પણ ક્ષણ સંતાન રૂપ છે, અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ, તેની અંદર રહેનારો છે; અથવા તો હૃદયમાં રહેનારો છે; અથવા તો જ્ઞાનમાત્ર છે; એ શિવાય આત્મા કોઇ વસ્તુ જ નથી અને આચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત દેખાય છે તે કેવલ શૂન્ય જ છે : અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે; અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે એમ જાણવું; અથવા તો આ સઘળુંય મહેશ્વરે નિર્માણ કરેલું છે. આવા પ્રકાર જે તત્ત્વ એકદમ પ્રમાણથી બાધિત છે. તેની અંદર મહામોહનો ‘મિથ્યાદર્શન' નામનો મહત્તમ સુબુદ્ધિ કરે છે.”
અને “जीवाजीवौ तथा पुण्य-पापसंवरनिर्जरा: । आस्त्रवो वन्धमोक्षौ च, तत्त्वमेतनवात्मकम् ।।७।।
सत्यं प्रतीतित: सिद्धं, प्रमाणेन प्रतिष्ठितम् ।
તથાપિ નિહ તે મદ્ર !, તદ્દેષ નનાદા: III” “જીવ, અજીવ તથા પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ.” આ નવા સંખ્યાવાળા જે તત્ત્વો છે તે સત્ય છે, પ્રતીતિથી પણ સિદ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ હે ભદ્ર ! લોકો માટે ભયંકર એવો આ “મિથ્યાદર્શન' નામનો મહત્તમ એ તત્ત્વોનો અપલાપ કરે છે.
આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને, અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોનો પ્રવર્તાવનાર કોઇ હોય, તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખુંય જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલુંજ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિદ્ધ તત્ત્વોથી મોટું મરડે છે અને અસત્ય તથા પ્રમાણબાધિત તત્ત્વોને જ સત્ય અને પ્રમાણસિદ્ધ કરવામાંજ રક્ત રહે છે. અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી કાઢીને એમ કરવા માટે આકાશ. પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કુદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતિએ સજ્જ છે. એ મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગ પોતાનો નાશ કરવા સાથે પરનો નાશ પણ ખુબ જ કરે છે. એવા આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને ઘણું ઘણું સહવું પડે છે એવાઓની અનર્થકારી કલ્પનાઓ અને યુક્તિઓ ભદ્રીક અને અજ્ઞાન જગતને ખુબ જ મુંઝવે છે. એ મુંઝવણના પરિણામે અનેક આત્માઓનું અમૂલ્ય માનવજીવન બરબાદ થાય છે. ખરેખર, મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે-એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. એ અંધકાર આત્મા ઉપર કારમી શત્રુતા અજમાવે છે.
શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ.
અપાત્રમાં પાત્રબુદ્ધિ અને પાત્રમાં અપાત્રબુદ્ધિ સજવાનું સામર્થ્ય.
Page 45 of 65