________________
ઉપાસનામાં પંડિત ગણાતા આત્માઓ પણ મુંઝાય એ પ્રતાપ મિથ્યાદર્શન શિવાય અન્ય કોઇનોજ નથી. એવા કુત્સિત દેવો અને તેઓની આજ્ઞામાં પડેલા આત્માઓ ક્ષમા આદિ ઉત્તમધર્મોના આરાધક ન બને એ સહજ છે. કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્વ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી.
જે મિથ્યા દર્શન, શુદ્ધ મહાદેવોને અને શુદ્ધ ધર્મોને આચ્છાદિત કરવાપૂર્વક અધમમાં અધમ આત્માઓને મહાદેવ તરીકે અને પ્રાણીઓનો ઘાત કરનારા તથા મલિનભાવને વધારનારા અશુદ્ધ ધર્મોને શુદ્ધ ધર્મો તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરી વિશ્વમાં એની પૂજ્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરે છે તેજ રીતિએ કેવાં કેવાં શુદ્ધ તત્ત્વોનો અપલાપ કરી કેવાં કેવાં અશુદ્ધ તત્ત્વોમાં તત્ત્વબુદ્ધિ કરાવે છે તે અને કેવાં કેવાં શુદ્ધ પાત્રોને અપાત્ર મનાવે છે તથા કેવાં અશુદ્ધ પાત્રોને સુપાત્ર મનાવે છે એ વિગેરે આપણે હવે પછી જોશું. ભાવ અંધકાર રૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ. અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવાનું અને ગતત્ત્વનો અપલાપ કરવાનું સામર્થ્ય.
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપરથી ‘ નિર્વેદ અને વૈરાગ્ય' ઉત્પન્ન થાય એ હેતુથી, શ્રી આચારાંગ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશોના બીજા સૂત્રદ્વારા, ‘કર્મવિપાકની ગરિષ્ઠતા' નું પ્રતિપાદન કરે છે. એ સૂત્રના
"संति पाणा अंधा तमसि वियाहिया”
આ અવયવ દ્વારા બે પ્રકારની અંધતાનું પ્રતિપાદન કર્યું. એ બેમાં એક અંધતા દ્રવ્યથી છે અને બીજી અંધતા ભાવથી છે. દ્રવ્ય અંધતા ચક્ષુના અભાવરૂપ છે અને એ સર્વને સુપ્રતીત છે, પણ બીજી અવિવેકરૂપ અંધતા એ સુજ્ઞ આત્માઓનેજ સુપ્રતીત છે, એ કારણે એનું સ્વરૂપ આપણે જોઇ આવ્યા. એ કારમી અંધતામાં પડેલા આત્માઓ ‘મિથ્યાત્વ' આદિ રૂપ ભાવ અંધકારમાં અથડાય છે, એમ પણ આ સૂત્રના અવયવથી સૂત્રકાર પરમર્ષિ રમાવે છે. એ ભાવ અંધકારરૂપ શત્રુઓ પૈકીના ‘મિથ્યાત્વ’ રૂપ મહાશત્રુનું સ્વરૂપ આપણે જોઇ આવ્યા અને એનું સામર્થ્ય સમજવા માટે આપણે આ ‘શ્રી ઉપમિતિ ભવપ્રપંચા' નામની કથામાં શ્રી સિધ્ધર્ષિ ગણિવરે ‘ મિથ્યા દર્શનના મહિમા’ તરીકે વર્ણવેલું એનું સામર્થ્ય જોઇ રહ્યા છીએ. પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણીવરે વર્ણવેલા સામર્થ્યમાં આપણે એની બે અજબ શક્તિઓ જોઇ આવ્યા. એ બે શક્તિઓમાં એની પ્રથમ શક્તિ તો એ છે કે
“માણસાઇથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના એકાંત ઉપકારી મહાદેવોને જગત્ની દ્રષ્ટિએ આવવાજ ન દેવા.”
અને બીજી શક્તિ એ છે કે
“પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત એવા અશુદ્ધ ધર્મોને પ્રપંચપૂર્વક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મલતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સસારરૂપી સાગરને તરવા માટે સેતુ સમા છે તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા.”
હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતાં એ પરમોપકારી પરમર્ષિ રમાવે છે કે“શ્યામાખ્તવુંનાગર-સ્તથા પશ્ર્વધનુંશત: |
ો નિત્યસ્તથા વ્યાપી, સર્વસ્ય નમતો વિમુ: 1911
ક્ષળસન્તાનરુપો વા, લલારથો હદ્દિ રિથતઃ । આત્મતિ જ્ઞાનમાત્ર વા, શૂન્યં વા સવરાવરમ્ ||શા Page 44 of 65