________________
આ ‘ મિથ્યાદર્શન’ નામનો મોહરાજાનો મહત્તમ, અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મ માનિતાને પેદા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને કરે
છે.
અર્થાત્ મિથ્યાત્વદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાને અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા થઇ જાય છે; અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અને તત્ત્વમાં અતત્ત્વ બુદ્ધિને ધરતા થઇ જાય છે; એટલું જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુભાવનો સ્વીકાર કરતા થઇ જાય છે.
કુદેવને મહાદેવ મનાવવાનું
અને મહાદેવોને છુપાવવાનું સામર્થ્ય.
મિથ્યાદર્શનના આ કારમા સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આપ્યા પછી, એના સ્વરૂપનો વિશેષ પ્રકારે ખ્યાલ આપવા એ મિથ્યાદર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતાં કથાકાર પરમર્ષિ રમાવે છે કે
“ઘસિતોદ્ગિતવિમ્પો-નાત્યાટોપપરાયળા: |
હતા: દાક્ષવિક્ષેપે-ર્નારીવેહાર્થઘરનઃ ||9|| कामान्धाः परदारेषु, सक्तचित्ता अतत्रपा: । સાધા: સાયુધા ઘોરા, વૈરિમારળતત્પરા: ||શા शापप्रसादयोगेन, लमचिप्तमलाविलाः ।
વશા મો મહાવેવા, લોડનેન પ્રતિષ્ઠતા: ।।।।”
“હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનારા, પરદારાઓમાં આસક્ત ચિત્તવાળા, લજ્જાથી રહિત, ક્રોધથી સહિત, આયુધને ધરનારા એજ કારણે. ભયંકર અને વૈરિઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મલથી વ્યાપ્ત આવા પ્રકારના
આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવા માટે પણ લાયક નહિ, તેવાઓને આ ‘મિથ્યાદર્શન’
નામના મોહરાજાના મહત્તમે લોકની અંદર મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરેલા છે.”
ભાવ અંધકાર રૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ
“થે વીતરાગા: સર્વજ્ઞા: યે શાશ્વતસુઓથરા: । વિલષ્ટર્નલાતતા:, બિશ્વાશ્વ મહાધિય: ||9|| શાન્તોઘા મતાટોપા, હાસ્યસ્ત્રીહેતિનિતાઃ । પ્રાણશનિર્મલા ઘીરા, મનવન્ત: સવાશિવા: ।।શા
Page 40 of 65