________________
સભાવમાં સ્વળજનક બનતા નથી; કારણ કે-છદ્મસ્થ ભાવ રૂપ સહકારી કારણ નથી. જેમ નક્ષત્રાદિ દિશા રૂપ સહકારીના અભાવમાં જ પ્રકાશજનક બને છે તે સહકારીના અભાવમાં સશક્ત હોવા છતાંયા પ્રકાશ રૂપ ળજનક બની શકતા નથી, તેમ મતિ આદિ જ્ઞાન પણ છદ્મસ્થતા લક્ષણ સહકારીના સંપર્કમાં જ બોધજનક બને છે, પણ તેના અભાવકાળમાં-કેવલિકાળમાં પ્રકાશજનક બની શકતા નથી.
તાત્પર્ય એ કે-મતિ આદિ જ્ઞાનનો તથાવિધ સ્વભાવ છે કે-જ્યાં સુધી કેવલજ્ઞાનની અભિવ્યક્તિ નથી ત્યાં સુધી જ તેઓ સફળ હોય. તેની અભિવ્યક્તિમાં તો તેઓ અળ જ હોય.
આ પ્રકારે પાંચેય જ્ઞાનનું યથામતિ સંક્ષિપ્ત વર્ણન સમાપ્ત થયું. મતિની મદતાથી કાંઇ પણ વિરૂદ્ધ લખાઇ ગયું હોય તો ‘મિથ્યા મે ટુpd I'
૧૩ અજ્ઞાન દ્વાર
ભ્રમ, સંશય, વિપર્યયથી રહિત વસ્તુનો જે બોધ થાય તેને સમાન્ય રીતે જ્ઞાન કહેવાય છે. પરંતુ મોક્ષમાર્ગની સાધનામાં સમ્યકત્વપૂર્વકના જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવ્યું છે તે સિવાયના બાકીના જ્ઞાનનો સમાવેશ અજ્ઞાનમાં કરાયેલ છે. એટલે કે મિથ્યાત્વના ઉદયકાળમાં ગમે તેટલો સારો જ્ઞાનાવરણીય કર્મનો. ક્ષયોપશમ ભાવ હોય તેનાથી સાડાનવપૂર્વ સુધીનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તો પણ મિથ્યાત્વના કારણે જ્ઞાની ભગવંતોએ અજ્ઞાન કહેલું છે. એ મિથ્યાત્વના ઉદયના પ્રતાપે આટલું જ્ઞાન હોવા છતાં એ જીવોના અંતરમાં જે અનુકૂળ પદાર્થોનો ગાઢ રાગ બેઠેલો હોય છે તેને પુષ્ટ કરતો જાય છે પણ એના રાગના કારણે હું દુ:ખી થાઉં છું, મારું દુ:ખનું કારણ જ એ છે એ વાત એમના અંતરમાં જચતી જ નથી. સર્વસ્વ સુખ અનુકૂળ પદાર્થોમાંજ છે એવી બુધ્ધિ દ્રઢ થતી જાય છે એના પ્રતાપે અનુકૂળ પદાર્થોના સુખ કરતાં દુનિયામાં ચઢીયાતું સુખ છે અને તે આત્મામાં જ રહેલું છે એ બુદ્ધિ અંતરમાં પેદા થવા દેતી જ નથી આથી જ એ જ્ઞાન અજ્ઞાન રૂપે ગણાય છે અને એ જ્ઞાનનો ઉપયોગ અનુકૂળ પદાર્થ મેળવવા, ભોગવવા, વધારવા, ટકાવવા, સાચવવા માટે કરતો જાય છે. આલોકના સુખને સર્વસ્વ માને છે. કદાચ પરલોકમાં આના કરતાં ચઢીયાતાંસુખો છે એવી શ્રધ્ધા પેદા થઇ જાય તો વર્તમાનમાં આ લોકના સુખોને છોડી દુ:ખ વેઠવા, કષ્ટ વેઠવા તૈયાર થઇ જાય છે અને પરલોકના સુખોને મેળવે છે પણ એ જીવોને આત્મિક સુખ તરક્કી દ્રષ્ટિ પેદા થવા દેતું નથી માટે એવા જ્ઞાનને જ્ઞાનીઓ અજ્ઞાન રૂપે જ કહે છે આ અજ્ઞાન ત્રણ પ્રકારના હોય છે.
(૧) મતિ અંજ્ઞાન, (૨) શ્રુત અજ્ઞાન અને (૩) વિભંગ જ્ઞાન.
(૧) જઘન્ય મતિ અજ્ઞાન - અક્ષરના અનંતમાં ભાગ જેટલા ક્ષયોપશમવાળું હોય છે અને ઉત્કૃષ્ટ મતિ અજ્ઞાન સાડા નવ પૂર્વ ભણેલા જીવોને પરાવર્તન કરતાં કરતાં જે મતિ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમાં ભાવ પેદા થાય એટલું હોય છે. આજ મતિ અજ્ઞાનના બળે જીવો પોતાનો દુઃખમય સંસાર સંખ્યાતા. ભવોનો-અસંખ્યાતા ભવોનો અને અનંતાભવોનો ઉપાર્જન કરતાં જાય છે.
(૨) શ્રત અજ્ઞાન - જઘન્યથી અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી સાડા નવપૂર્વ સુધીનું જ્ઞાન હોય છે કારણકે મિથ્યાત્વની હાજરીમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ આટલો પેદા થઇ શકે છે.
(૩) વિભંગ જ્ઞાન - અવધિજ્ઞાન સમ્યક્ત્વની હાજરીમાં થાય છે એજ જ્ઞાન મિથ્યાત્વની હાજરીમાં વિપરીત રૂપે હોવાથી વિભંગ જ્ઞાન કહેવાય છે. આથી આ જ્ઞાનવાળા અસંખ્યાતા જીવો હોય છે. જ્યારે મતિ
Page 99 of 161