________________
અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની જીવો અનંતા હોય છે કારણકે નિગોદના જીવોને એ બે અજ્ઞાન હોય છે.
આ ત્રણે અજ્ઞાન મિથ્યાત્વના ઉદય વગર બીજા સાસ્વાદન ગુણસ્થાનકે પણ હોય છે કારણકે ઉપશમ સમકતથી પડતો જીવ બીજા ગુણસ્થાનકે આવે છે ત્યાંથી પહેલા ગુણસ્થાનકમાં જ જવાના સ્વભાવવાળા હોવાથી એ ગુણસ્થાનકમાં અજ્ઞાન હોય છે એવી રીતે ત્રીજા મિશ્ર ગુણસ્થાનકમાં પણ જીવોને મિથ્યાત્વના ઉદય વગર અજ્ઞાન હોય છે તે આ રીતે. ત્રીજા ગુણસ્થાનકમાં બે પ્રકારના જીવો હોય છે કેટલાક જીવો ત્રીજેથી ચોથા ગુણસ્થાનકમાં જવાવાળા હોય છે તેઓને અજ્ઞાન હોતું નથી પણ જ્ઞાન હોય છે. અને કેટલાક જીવો ત્રીજા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં જવાવાળા હોય છે. આ જીવોને જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય છે તે અજ્ઞાન રૂપે હોય છે કારણકે પહેલા ગુણસ્થાનકની સન્મુખ રહેલા જીવોને નિયમાં અજ્ઞાન હોય છે. આથી આ ત્રણે અજ્ઞાન એવા જીવોને આશ્રયીને ઘટી શકે છે. બધા જ જીવોને ત્રણ અજ્ઞાન હોય એવો નિયમ નથી કેટલાક જીવોને મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન પણ હોય છે અને કેટલાક જીવોને ત્રણે અજ્ઞાન પણ હોઇ શકે છે. આથી આ ત્રણે અજ્ઞાન પહેલા-બીજા અને ત્રીજા એ ત્રણ ગુણસ્થાનકમાં હોય છે. ચોથા ગુણસ્થાનકથી જીવોને જ્ઞાન હોય છે.
૧૪ યોગ દ્વાર
મન, વચન, કાયાના પુદગલોના અવલંબનથી ઉત્પન્ન થયેલો વીર્ય વ્યાપાર તે યોગ કહેવાય છે. સામાન્ય રીતે યોગના ત્રણ ભેદો હોય છે. (૧) મનયોગ, (૨) વચનયોગ અને (૩) કાયયોગ. આ ત્રણેના કુલ ૧૫ ભેદો હોય છે.
મનયોગના- ૪ ભેદો. વચનયોગના- ૪ ભેદો અને કાયયોગના ૭ ભેદો.
મનયોગના- ૪ ભેદ. (૧) સત્ય મનયોગ, (૨) અસત્ય મનયોગ, (૩) સત્યાસત્ય મનયોગ, (૪) અસત્યામૃષા મનયોગ.
વચનયોગના- ૪ ભેદ.(૧) સત્ય વચનયોગ, (૨) અસત્ય વચનયોગ, (૩) સત્યાસત્ય વચનયોગ, (૪) અસત્યામૃષા વચનયોગ.
કાયયોગના- ૭ ભેદ. (૧) ઓદારિક શરીર (કાયયોગ), (૨) દારિક મિશ્ર કાયયોગ, (૩) વૈક્રીય કાયયોગ, (૪) વૈક્રીય મિશ્ર કાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારક મિશ્ર કાયયોગ અને (૭) કાર્પણ કાયયોગ.
(૧) સત્યે મનયોગ - સર્વજ્ઞ પરમાત્માઓએ પ્રરૂપેલા (જણાવેલા) પદાર્થોને જે સ્વરૂપે પ્રકાશિત કરેલા છે તે સ્વરૂપે વિચારવા યથાર્થ સ્વરૂપે ચિંતવન કરવા તે સત્ય મનયોગ કહેવાય છે. આ સત્ય મનયોગ પહેલા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. સામાન્ય રીતે યથાર્થ સ્વરૂપે ચિંતવન છઠ્ઠા ગુણસ્થાનકથી જીવોને શરૂ થાય છે કારણ કે સાધુ ભગવંતોએ સંસારનો ત્યાગ કરેલો હોવાથી એમની વિચારણા ભગવાનની આજ્ઞા મુજબની હોય છે માટે સત્ય મનયોગ વાસ્તવવિક રીતે ત્યાંથી ગણાય છે.
જ્યારે એકથી પાંચ ગુણસ્થાનકમાં રહેલા જીવોને કવચિત કોક કોક વગર પદાર્થોની ચિંતવના કરતાં યથાર્થ સ્વરૂપે ચિંતવન થઇ શકે એથી પહેલા ગુણસ્થાનકથી સત્ય મનયોગ કહેલો છે. તેરમાં ગુણસ્થાનકે કેવલી ભગવંતોને પોતાને ચિંતવન હોતું નથી પણ અનુત્તરવાસી દેવો પદાર્થની ચિંતવના કરતાં કરતાં શંકા પડે તો તેઓ શંકા રૂપે પુગલોને ગોઠવે છે. કેવલી ભગવંતો એ શંકા રૂપે પુગલોને જૂએ છે અને ત્યાં જ
Page 100 of 161