SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સ્પર્શેન્દ્રિયના આઠ વિષય, આઠ સ્પર્શ પ્રમાણે. તે ૮ ને સચિત્ત, અચિત્ત ને મિશ્ર એ 3 વડે ગુણતાં ૨૪, તેને શુભ-અશુભ બે વડે ગુણતાં ૪૮, તેને રાગ દ્વેષ-બે વડે ગુણતાં ૯૬ વિકાર. ૨. રસેંદ્રિયના પસરૂપ છ વિષય, તેને સચિત્ત, અચિત્ત, મિશ્રવડે ગુણતાં ૧૮, તેને શુભ અશુભવડે ગુણતાં ૩૬, તેને રાગદ્વષવડે ગુણતાં ૭૨ વિકાર. ૩. ઘાણંદ્રિયના સુરભી દુરભીરૂપ બે વિષય, તેને સચિત્ત, અચિત્ત, મિશ્રવડે ગુણતાં ૬, તેને રાગદ્વેષવડે ગુણતાં ૧૨ વિકાર. ૪. ચક્ષુઇંદ્રિયના પાંચ વર્ણરૂપ પાંચ વિષય, તેને શુભ અશુભવડે ગુણતાં ૧૦, તેને સચિત્ત, અચિત્ત ને મિશ્રવડે ગુણતાં ૩૦, તેને રાગદ્વેષવડે ગુણતાં ૬૦ વિકાર. ૫. શ્રોબેંદ્રિયના સચિત્ત અચિત્ત ને મિશ્ર શબ્દરૂપ ત્રણ વિષય, તેને શુભ અશુભ વડે ગુણતાં ૬, તેને રાગદ્વેષવડે ગુણતાં ૧૨ વિકાર. એ રીતે ૯૬-૦૨-૧૨-૬૦-૧૨ કુલ ર૫ર વિકાર થાય છે. તે ભવભીરૂ જીવે યથાશક્તિ તજવા યોગ્ય બીજી રીતે રસેંદ્રિયના ૫ રસરૂપ પાંચ વિષય ગણતાં તેના ૬૦ વિકાર થાય અને ઘાણંદ્રિયના બે વિષયના શુભાશુભ બે ભેદ કરતાં તેના કુલ ૨૪ વિકાર થાય એકંદરે તો ર૫ર જ થાય. આ પ્રમાણે કરવાથી પાંચ ઇંદ્રિયોના વિષય ૨૩ ના ર૪ કરવા ન પડે એટલી સવળતા છે. પાંચ ઇંદ્રિયોનો સંવાદ એકદા શરીરની સુપતા પામીને પરસ્પર વધતી જતી સ્પર્ધાથી ઉદ્ધત બનીને પાંચ ઇંદ્રિયો પરસ્પર આ પ્રમાણે વિવાદ કરવા લાગી :- પ્રથમ કર્વેદ્રિયે કહ્યું : “તમો સર્વમાં મારૂંજ અગ્રેસરપણું છે. કહ્યું છે કે: માણસનો બહુશ્રુતપણામાં જે મુખ્ય કારણભૂત છે અને એક બીજાના તફાવતને જે સ્પષ્ટ કરી બતાવી દે છે, સર્વ ઇંદ્રિયો કરતાં જેના વિષય (શબ્દ) નો ઉપભોગ આઘ છે, જે ભૂષણો ધારણ કરવાને પણ લાયક છે, સૈદ્ધાંતિકો કહે છે કે જે બાર યોજન સુધીથી પોતાનો વિષય ગ્રહણ કરી શકે છે, આવી ગુણવાનું કહેંદ્રિયના. વિચક્ષણ પુરૂષો શા માટે મુક્તકંઠે વખાણ ન કરે ? જે પોતાની પ્રેમવતી પ્રિયા અને પ્રિય બાળકનાં મીઠાં મીઠાં વચનો સાંભળવાને બહિર્મુખ છે એવા બધિર માણસનું જીવિત શા કામનું છે ? તે જીવતો છતાં મૃત. બરોબરજ છે.” આ પ્રમાણે કરેંદ્રિયની આત્મશ્લાઘા સાંભળી બીજી ઇંદ્રિયો કહેવા લાગી “હે કર્ણ ! તું બરાબર ધ્યાન દઇને સાંભળ-તારૂં કહેવું કદાચ બંધબેસતું હોય છતાં પોતાની પ્રશંસા સ્વમુખથી કરવી એ લજ્જાસ્પદ છે અને તે એક પ્રકારની અસત્યતા છે. તું આટલી બધી બડાઇ મારે છે, પણ તારામાં કેવા પ્રકારના દોષો રહેલા છે તેની તો તને ખબર પણ નથી. જો સાંભળ:- તારામાં કુટિલતા તો પ્રત્યક્ષ રહેલી જ છે, બીજાને સંતાપ આપવામાં કોઇવાર તું મોટી બહાદુર બની જાય છે, તારા અંતર્ભાગમાં મેલ તો ભરેલો જ રહે છે અને વળી તું છિદ્રઘર છે-તારામાં પ્રત્યક્ષ છિદ્ર દેખાય છે.” આ રીતની ચર્ચા સાંભળી ચક્ષ કહેવા લાગીઃ- જો પાંચ ઇંદ્રિયોની બરાબર બારીકાઇથી તપાસ કરો તો મારામાં શું લાયકાત નથી ? જુઓ સાંભળો- “જેના ઉપલા ભાગમાં મેઘના જેવી શ્યામ છત્ર સમાન અને ભ્રમર સમાન મનોહર એવી ભ્રકુટી શોભી રહી છે, એક લાખ યોજન કરતાં કાંઇક અધિક Page 75 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy