SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે ઇંદ્રીઓનું સ્વરૂપ બરાબર જાણીને તેનો સદુપયોગ કરવા તત્પર થવું; તેનો દુરૂપયોગ કરનાર પ્રાણી દુર્ગતિએ જાય છે, અને સદુપયોગ કરનાર પ્રાણી સદ્ગતિનું ભાજન થાય છે. આટલું જે આ લેખનું રહસ્ય છે તેને અંતઃકરણમાં કોરી રાખવું કે જેથી ભવાંતરમાં દુઃખનું ભાજન થવું ન પડે, અને સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય. ને પરિણામે-છેવટે અજરામર પદની પ્રાપ્તિ પણ થાય. પાંચ ઇંદ્રિયોના ૨૯ ભેદ પાંચ ઇન્દ્રિય-સ્પર્શેદ્રિય, રસનેંદ્રિય, ઘાણંદ્રિય, ચક્ષુઇંદ્રિય અને શ્રોબેંદ્રિય એ દરેકના દ્રલેંદ્રિય ને ભાવેંદ્રિય એવા બે ભેદ છે. શરીરનો અમુક વિભાગ કે જ્યાં તેના વિષયોને જાણવાની શક્તિ રહેલી છે તે પોગલિક દ્રલેંદ્રિય અને આત્માને થયેલા ક્ષયોપશમથી તે તે વિષયને જાણવાની શક્તિ તે ભાવેંદ્રિય. દ્રલેંદ્રિયના નિવૃત્તિ ને ઉપગરણ એવા બે બે ભેદ છે અને તેના બાહ્ય ને અત્યંતર એવા બે બે ભેદ છે એટલે ચાર ચાર ભેદ છે. ભાવેંદ્રિયના લબ્ધિ અને ઉપયોગરૂપ બે બે ભેદ છે એટલે દરેક ઇંદ્રિયના છ છ ભેદ થાય છે. એ પ્રમાણે પાંચ ઇંદ્રિયના છ છ ભેદ ગણતા કુલ ૩૦ ભેદ થાય છે તેમાં સ્પર્શેદ્રિયનો બાહ્ય અને અત્યંતર નિવૃત્તિરૂપ ભેદ જુદા ન હોવાથી તેના પાંચ ભેદ હોવાને લીધે કુલ ૨૯ ભેદ થાય છે. | નિવૃત્તિ-એટલે રચના- ઇંદ્રિયોની રચના-તેમાં બાહ્ય નિવૃત્તિ તો મનુષ્યોની અને અનેક પશુ-પક્ષીઓની કાન વિગેરેની જુદા જુદા આકારની હોય છે. અત્યંતર નિવૃત્તિ બધા જીવોની એક સરખી હોય છે. તેમાં કદ્રિયની કદંબના પુષ્પાકારે ગોળ માંસપેશીરૂપ અત્યંતર નિવૃત્તિ છે. ચક્ષુઇંદ્રિયની અત્યંતર નિવૃત્તિ મસુરના દાણા જેવી ગોળ છે. ધ્રાહેંદ્રિયની અત્યંતર નિવૃત્તિ અતિમુક્તકના પુષ્પાકારે હોય છે. આ ત્રણે ઇંદ્રિયો અંગુળના અસંખ્યાત્મા ભાગ પ્રમાણ છે. રસનેંદ્રિયજિન્હા જે દેખાય છે તે બાહ્ય નિવૃત્તિ છે. તેની ઉપરના ભાગનું અંગુળના અસંખ્યાતમાં ભાગરૂપ જે પ્રતર છે તે અત્યંતર નિવૃત્તિ છે. તેનો આકાર વાળંદના ખુરમાના અર્થાત લંબગોળ લટપટીઆના આકાર જેવો છે. સ્પર્શેદ્રિયનો આકાર દરેક જીવના શરીર પ્રમાણે હોય છે. સ્પર્શેદ્રિયની બાહ્ય ને અત્યંતર નિવૃત્તિ એકસરખા આકારની છે. તેમાં ભેદ નથી. હવે નિવૃત્તિ ઇંદ્રિયને જે ઉપકાર કરે તે ઉપકરણંદ્રિય કહેવાય છે. તેના પણ બાહ્ય ને અત્યંતર એવા બે પ્રકાર છે. તેમાં અત્યંતર નિવૃત્તિરૂપે ગોઠવાયેલ સ્વચ્છ પુગળોમાં રહેલી જે શક્તિ-તેના તેના વિષયને જાણવારૂપ તે બાહ્ય ઉપકરણ અને તે તે ઇંદ્રિયના પરિણમન પ્રમાણે પરિણમેલા સ્વચ્છ આત્મપ્રદેશોમાં રહેલી છે તે તે વિષયને જાણવાની શક્તિ તે અત્યંતર ઉપકરણંદ્રિય. આ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે. કેટલાક આચાર્યો ઉપકરણંદ્રિય એક જ પ્રકારની કહે છે. આ દ્રલેંદ્રિયના ચાર ચાર ભેદના સંબંધમાં જુદી જુદી અનેક પ્રકારની વ્યાખ્યાઓ છે તે વિશેષ. અર્થવાળા લોકપ્રકાશાદિ ગ્રંથથી જાણવી. ભાવેંદ્રિયના બે પ્રકાર-લબ્ધિ ને ઉપયોગ. તેમાં તે તે ઇંદ્રિય સંબંધી. પાંચ ઇંદ્રિયોના ર૫ર વિક્કર Page 74 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy