SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) શ્રોત્ર કદંબના પુષ્પ જેવા માંસના એક ગોલકરૂપ હોય છે. (૨) ચક્ષુ મસુરના ધાન્યની આકૃતિ તુલ્ય હોય છે. (૩) ધ્રાણ અતિમુક્તના પુષ્પની જેવી-કાહલની આકૃતિવાળી હોય છે. (૪) જીવ્હા સુરઝના એટલે અસ્ત્રાના આકારવાળી હોય છે. (૫) સ્પર્શન વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે, કેમકે શરીરની આકૃતિ તે તેની આકૃતિ છે. તેની બાહ્ય ને અત્યંતર આકૃતિમાં ભેદ નથી. ઇંદ્રિયોની બાહ્ય આકૃતિ ખડ્ગની ઉપમાવાળી છે અને અંદરની આકૃતિ ખડ્ગની ધારા જેવી કહી છે. તે અત્યંત નિર્મળ પુદ્ગળરૂપ છે. બાહ્ય આકૃતિ ને અત્યંતર આકૃતિની શક્તિવિશેષ તે ઉપકરણ દ્રવ્યદ્રી છે. અત્યંતર આકૃતિના સંબંધોમાં બે વિકલ્પ છે. કોઇ અત્યંત સ્વચ્છ પુદ્ગળરૂપ અંતરંગ આકૃતિ કહે છે, અને કોઇ શુદ્ધ આત્મ પ્રદેશરૂપ અંતરંગ આકૃતિ કહે છે. ઉપકરણ દ્રવ્યદ્રી શક્તિ અને શક્તિવાન્ અભિન્ન હોય છે તેથી અંતરંગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અંતરંગ નિવૃત્તિ છતાં પણ દ્રવ્યાદિક વડે જો ઉપકરણ ઇંદ્રી પરાઘાત પામી જાય તો પદાર્થનું અજ્ઞાનપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેદ પણ છે. ઉપકરણ દ્રવ્યદ્રી પણ બાહ્ય ને અત્યંતર બે પ્રકારની છે. તેમાં બાહ્ય ઉપકરણંદ્રી માંસપેશીરૂપ સ્થુળ અને અત્યંતર ઉપકરણંદ્રી તેમાં રહેલી શક્તિરૂપ સુક્ષ્મ જાણવી. ભાવેંદ્રિયના પણ બે પ્રકાર છે. (૧) લબ્ધિ ભાવેંદ્રી ને (૨) ઉપયોગ ભાવેંદ્રી. (૧) કર્ણાદિકના વિષયવાળો તે તે પ્રકારના આવરણનો જે ક્ષયોપશમ તે લબ્ધિરૂપ ભાવેંદ્રી. (૨) પોતપોતાની લબ્ધિને અનુસારે વિષયોને વિષે આત્માનો જે વ્યાપાર તે ઉપયોગરૂપ ભાવેંદ્રી. ટુંકામાં શક્તિરૂપ લબ્ધિ ઇંદ્રિય અને તેના વ્યાપારરૂપ ઉપયોગ ઇંદ્રિય. લબ્ધિરૂપ ભાવેંદ્રિય સમકાળે પાંચે વર્તે અને ઉપયોગ ભાવેંદ્રિય તો એક કાળે એક જ વર્તે-વધારે ન વર્તે. એટલે જે ઇંદ્રીની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇંદ્રી પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્તે આ સંબંધમાં કેટલીક વખત પ્રાણીને પાંચે ઇંદ્રિનો સમકાળે ઉપયોગ હોવાનો ભ્રમ થાય છે. જેમકે શબ્દ કરતી (કડ કડ બોલતી), સુગંધવાળી, સુકોમળ, લાંબી અને સ્વાદીષ્ટ શલ્કુલી (રેવડી કરવા માટે લાંબી કરેલી સકર લકડી) ને ખાતાં પાંચે ઇંદ્રિઓના વિષયનો ઉપયોગ વર્તે છે એમ સમજવામાં આવે છે; પરંતુ તેવો ભ્રમ થવાનું કારણ મન જુદી જુદી સર્વ ઇંદ્રીઓની સાથે એટલું બધું શીઘ્રપણે મળે છે ને છૂટું પડે છે કે તેના અત્યંત વેગને લઇને પ્રાણીને જુદો જુદો ક્રમસર બોધ થતો જણાતો નથી. પણ સમકાળે બોધ થવાનું સમજાય છે. જેમ અતિ કોમળ એવા કમળના સો પત્ર ઉપરાઉપર ગોઠવેલા હોય તેને યુવાન માણસ તીવ્ર સોયવડે એકદમ વીંધી નાખે છે, તેમાં જો કે એક બીજા પત્રનો ક્રમસરજ વેધ થાય છે છતાં માણસ સમકાળે સો પાન વીંધી નાખ્યાનું માને છે તેમ અહીં પણ સમજવું. અરિહંતને પણ સમકાળે બે ઉપયોગ વર્તતા નથી તો છદ્મસ્થને પાંચ ઉપયોગ શી રીતે સમકાળે સભવી શકે ? સંભવેજ નહીં. પરંતુ આત્મા મન સાથે, મન ઇંદ્રી સાથે અને ઇંદ્રી પોતાને યોગ્ય પદાર્થ સાથે એવા શીઘ્રપણે જોડાય છે કે તેની ખબર પડી શકતી નથી. મનનો વેગ તો એટલો બધો તીવ્ર છે કે તેને કાંઇ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે. જીવનો એકેંદ્રીય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરેંદ્રિય ને પંચેદ્રિયપણાનો, જે વ્યવહાર છે તે દ્રવ્યદ્રીયને અપેક્ષીને છે. કેમકે ભાવેંદ્રી તો બકુલાદિ વૃક્ષોમાં પાંચે દેખાય છે; પરંતુ તેને દ્રવ્યદ્રી એકજ હોવાથી તે Page 70 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy