________________
શુક્લ લેશ્યાના પરિણામને બદલે કૃષ્ણ લેશ્યાના પરિણામ થતાં નરકમાં જવા લાયક દલિયાં બાંધવા માંડ્યા. એક અંતર્મુહૂર્તમાં પાછા વિચારોની ફરી થતાં શુક્લ લશ્યાના પરિણામ પેદા થતાં જ દેવગતિના દલીયા બાંધવા માંડ્યા અને એક અંતર્મુહૂર્તમાં તો તે શુક્લ લેગ્યામાંથી પરમ શુક્લ લેશ્યાના પરિણામ પેદા થતાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. આ કારણોથી એ જ વિચાર કરવાનો કે આ વેશ્યાઓ જીવને પરિણામની ધારા બદલવામાં ખૂબ જ ભાગ ભજવે છે અને જીવને અશુભ તાક્યું આકર્ષણ વિશેષ કરી જાય છે.
ધર્મધ્યાન- અને શુક્લધ્યાનનું સ્વરૂપ આગળ કહીશું કારણ કે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સાતમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે અને ત્યાં જીવો આયુષ્યનો બંધ કરતા નથી. છઠ્ઠા ગુણસ્થાનકથી બાંધતો બાંધતો ગયેલ હોય તો સાતમાં ગુણસ્થાનકે આયુષ્ય બંધાય છે બાકી નહિ. આથી ધર્મધ્યાનાદિનું વર્ણન આગળ કહીશું.
છ લેયાના શ્લોકો
અતિરૌદ્રઃ સદાક્રોધી મત્સરી ધર્મવર્જિતાઃ | નિર્દયો વૈર સંયક્તો કૃષ્ણ લેશ્યાલિકો નરઃ III.
આલસો મંદ બુધ્ધિ% પ્રીલુબ્ધ: પર વંચક: I કાતર સદામાની નીલ ગ્લેશ્યાલિકો નરઃ IIરા
શોકાકુલઃ સદારૂઝ: પરનિંદાત્મ શંસકઃ | સંગ્રામે પ્રાર્થને મૃત્યુઃ કાપોતક ઉદાહતઃ Bll વિધાવાન કરુણાયુક્તઃ કાર્યકાર્ય વિચારક: | લાભાલાભે સદાપીતઃ પીત વેશ્યાધિકા નરઃ IIII.
ક્ષમાવાંશ્ચ સદાત્યાગી દેવાર્ચનરતોધમી | શુચિભૂત સદાનંદ: પાલેશ્યા ધિ કો નરઃ III રાગદ્વેષ વિનિમુક્તઃ શોક નિન્દા વિવર્જિતઃ | પરમાત્મત્વ સંપન્નઃ શુક્લ લેડ્યો ભવેન્નરઃ IIII
૮. ઈચિ દ્વાર
ઇંદ્ર એટલે પરમેશ્વર્યવાન આત્મા, તેનું ચિન્હ અથવા તેની ઉત્પન્ન કરેલી તે ઇંદ્રીયો કહેવાય છે, ઇંદ્રીઓ પાંચ છે. શ્રોત્ર (કાન), અક્ષિ (આંખ), ધાણ (નાક), રસન (જીભ) અને સ્પર્શન તે (શરીર). એ દરેકના બે ભેદ છે. (૧) દ્રવ્યંદ્રી અને (૨) ભાવેંદ્રી.
દ્રશેંદ્રીના બે ભેદ છે. (૧) નિવૃત્તિરૂપ દ્રલેંદ્રી, (૨) ઉપકરણરૂપ દ્રલેંદ્રી. નિવૃત્તિ એટલે આકૃતિ. તેના પણ બે ભેદ છે. (૧) બાહ્ય અને (૨) અંતરંગ. બાહ્ય નિવૃત્તિ તે દરેક પ્રાણીને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય છે તે. આ બાહ્ય નિવૃત્તિરૂપ દ્રલેંદ્રી અનેક આકારવાળી હોવાથી તેનું સ્વરૂપ કહેવાનું શક્ય નથી; કેમકે એક શ્રોગેંદ્રીય લ્યો તો તેમાં મનુષ્યના, હાથીના, ઘોડાના, ગાયના, ભેંસના એમ દરેક પંચેદ્રી પ્રાણીના કાનની બાહ્યકૃતિ જુદા જુદા પ્રકારની હોય છે.
અત્યંતર નિવૃત્તિ સર્વ જાતિમાં સમાન હોય છે. તેને આશ્રયીને તેના સંસ્થાનોનું નિયતપણું આ. પ્રમાણે કહેલું છે.
Page 69 of 161