________________
૧૧. અભિમાનને ધારણ નહિ કરનારા હોય છે. સરલ સ્વભાવના કારણે નિરઅભિમાની હોય છે.
શુક્લ લેગ્યાનું વર્ણન
જગતમાં આ વેશ્યાના પુદગલો અતિ સ્વચ્છ રૂપે રહેલા હોય છે. તે પુગલોને જીવ જ્યારે ગ્રહણ કરે છે ત્યારે શુભ વિચારો વિશેષ રીતે પેદા કરી દે છે. પણ આ પુદ્ગલો ગ્રહણ કરવાથી જીવનો સુખનો રાગ ઘટે એવો નિયમ હોતો નથી. કારણ કે અભવ્યાદિ જીવો આ લેશ્યાના પુદ્ગલોની સહાયથી નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં નવમાં ચૈવેયકનું આયુષ્ય બાંધી શકે છે. છતાં પણ અનુકૂળ પદાર્થોનો રાગ અતિ ગાઢ બનતો જાય છે. જે જીવોને આત્મિક હિત કરવાની ભાવના હોય તે જ જીવો આ લેગ્યાના પગલો. ગ્રહણ કરે તો જરૂર તેના અનુકૂળ પદાર્થના રાગની ગ્રંથી ઓળખાવી તેને મંદ કરી ગુણપ્રાપ્તિ કરાવી સમકીત-દેશવિરતિ-સર્વવિરતિ આદિના પરિણામને પમાડી શકે છે. આ પુદગલોની સહાયથી જીવની. વિચારધારા કેવી બને તે જણાવે છે.
૧. ધર્મ બુદ્ધિવાળા એટલે સદ્ધર્મના લક્ષ્યવાળા. ૨. અપક્ષપાતી કોઇનો પણ પક્ષપાત નહિ કરનારા. 3. પાપ કાર્યને નહિ સેવનારા.
૪. શોખ કે નિંદા નહિ કરનારા અર્થાત ગમે તેટલી સારી સામગ્રી મળેલી હોય તો પણ તેમાં રાગાદિ પરિણામની મંદતાના કારણે શોખ નહિ કરનારા તથા કોઇના દોષો નહિ જોનારા દેખાઇ જાય તો નિંદા નહિ કરનારા.
૫. પરમાત્મ ભાવના સ્વરૂપને સમજેલા તે પામવાની તીવ્ર ઇચ્છાવાળા.
૬. રાગ-દ્વેષના બંધનને સારી રીતે સમજનારા હોય છે. આવા ગુણોથી આ જીવો સારો કાળ હોય તો આ વેશ્યાના બળે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી મોહનો નાશ કરી વીતરાગ દશાને પામી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્યો એટલે ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામીને સિદ્ધિ ગતિમાં જનારા પણ હોય છે.
આ શુભ અને અશુભ લેશ્યાના પરિણામો એટલા બધા વિચિત્ર રૂપે હોય છે કે ક્યારે-કયા ટાઇમે-કઇ વેશ્યાના પરિણામથી આત્માના વિચારો એટલે અધ્યવસાય બદલાઇ જાય તે કહી શકાય નહિ. એટલા જ માટ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે એક ક્ષણનો પણ પ્રમાદ કરવા જેવો નથી. દેવતા અને નારકીના જીવોને દ્રવ્ય લેશ્યા સ્થિર હોય છે જ્યારે ભાવ લેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે.
પહેલી નારકી-બીજી નારકી અને ત્રીજી નારકીમાં જઘન્ય આયુષ્યવાળા તથા તેનાથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા અધિક આયુષ્યવાળા નારકીના જીવોને એક કાપોત લેશ્યા દ્રવ્ય રૂપે સ્થિર હોય છે.જ્યારે ભાવથી છ એ લેગ્યામાંથી કોઇપણ લેશ્યા હોઇ શકે છે. ત્રીજી નારકીના બાકીના આયુષ્યવાળા જીવો ચોથી નારકીના જીવો અને પાંચમી નારકીના જઘન્ય આયુષ્યવાળા જીવોમાં એક નીલ ગ્લેશ્યા દ્રવ્યથી સ્થિર હોય છે જ્યારે ભાવથી છ એ વેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે. પાંચમી નારકીના બાકીના જીવો છઠ્ઠી નારકીના જીવો અને સાતમી નારકીના જીવોને એક કૃષ્ણ લેશ્યા દ્રવ્યથી સ્થિર રૂપે હોય છે. ભાવથી છ એ લેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે. કારણ કે આ સાતેય નારકીમાં રહેલા મિથ્યાદ્રષ્ટિ લઘુકર્મી જીવો અટલે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો નવું ઉપશમ સમકીત પામી શકે છે. સમકીત પામતી વખતે જીવોને નિયમા શુભ
Page 67 of 161