________________
પેદા થતા તેની રૂચિ થાય અને આત્મ કલ્યાણમાં આગળ વધવામાં સહાયભૂત થાય. આથી આવા જીવોને આયુષ્યનો બંધ પડે તો સદ્ગતિના આયુષ્યનો બંધ પડે છે.
આથી જ્ઞાની ભગવંતોએ છે કે સમકીત પામતાં જીવો આવા વિચારોમાં એટલે તેજો વેશ્યાદિ શુભ લેશ્યાવાળા હોય છે. અશુભ ગાના ભાવમાં સમકીતની પ્રાપ્તિ જીવોને થતી નથી. આ વેશ્યા ૧ થી ૭ ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવોને હોય છે.
પદ્મ લેશ્યા
જગતમાં જેમ ગ્રહણ યોગ્ય પુદ્ગલો ઠાંસી ઠાંસીને રહેલા છે તેમ આ લશ્યાના પુદ્ગલો પણ ઠાંસી ઠાંસીને રહેલા છે. આ વેશ્યાના પુદગલોથી જીવોનાં વિચારો કેવા થાય તથા તેમના જીવનમાં કેવા લક્ષણોનો ફ્રાર દેખાય તે જણાવે છે.
૧. સ્થિરતાવાળા - કોઇપણ પ્રવૃત્તિ કરતાં તે પ્રવૃત્તિમાં હિતાહિતનો વિચાર કરીને હિતની પ્રવૃત્તિમાં સ્થિર પરિણામી બનાવે છે.
૨. ધ્યાથી આદ્ર હૃદય બનાવે છે એટલે આ જીવોના અંતરમાં કરૂણા ખુબ રહેલી હોય છે કે જેના પ્રતાપે બીજાના દુઃખે હૈયું દુઃખી બન્યા જ કરે. પોતાની શક્તિ મુજબ તેમનું દુઃખ દૂર કરવાની ભાવના પણ અંતરમાં સતત રહેલી હોય છે.
૩. દેવપૂજા કરનારા - આત્મહિત કરનારા જે દેવો હોય તેમનું સ્વરૂપ ઓળખીને તે દેવની આત્મહિતને અર્થે નિરંતર પૂજા ભક્તિ કરનારા હોય છે કારણ કે પોતે માને છે કે જો એ અરિહંત પરમાત્મા દેવ જગતમાં ન થયા હોત તો મારું શું થાત ? મારા આત્માના હિતનો એટલે કલ્યાણનો માર્ગ મને કોણ બતાવત ? માટે ઉપકારી એવા દેવાધિદેવની નિરંતર પૂજા ભક્તિ કરનારા હોય છે.
૪.વ્રતને ગ્રહણ કરનારા - જે કાંઇ વ્રત નિયમ ગ્રહણ કરવાના હોય તેને બરાબર સમજીને પોતાની શક્તિ મુજબ વ્રતને ગ્રહણ કરી નિરંતર યાદ કરીને તેનું પાલન અખંડ રીતે થાય. જરાય લીધેલા વ્રતમાં ભાંગો ન લાગે એટલે ખંડિત ન થાય તેની કાળજી રાખીને વ્રતનું પાલન કરનારા હોય છે.
૫. દાનેશ્વરી - પોતાની શક્તિ મુજબ જેમ દીન-અનાથ-દુ:ખી માણસને દાન કરે તેમ સાતે ક્ષેત્રોમાં પણ પોતાની શક્તિ મુજબ દાન કરનારા હોય. સાત ક્ષેત્રોમાં નામો - (૧) જિનમૂર્તિ, (૨) જિનમંદિર, (૩) જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા, તે જ રીતે (૮) અનુકંપા અને (૯) જીવદયા. એમ દરેક કાર્યોમાં શક્તિ મુજબ દાન દેનારા હોય.
૬. ધૈર્ય વાળા - ધીરતાને ધારણ કરનારા આત્મહિત વાળી પ્રવૃત્તિમાં ધીરજ રાખીને પ્રવૃત્તિ કરનારા હોય. જરાય ભયભીત ન થાય અને ધીરતા ગુમાવે નહિ.
૭. પવિત્ર મનવાળા એટલે કે વિષય-કષાયાદિથી દુષિત મન વગરના. જ્યારે દેવગુરૂની ભક્તિ કરે કે ધર્મની આરાધના કરે ત્યારે પવિત્ર મનપૂર્વક જ ભક્તિ કરનારા હોય છે.
૮. હર્ષિત ચિત્તવાળા - સદા માટે પ્રલિત મનવાળા એટલે કે ઉદવેગ વગરના મનવાળા હોય છે.
૯. કુશળ બુદ્ધિવાળા - કુશાગ્ર મતિના ક્ષયોપશમવાળા કે જેના પ્રતાપે જેમની બુદ્ધિ આત્મહિતના વિચારોવાળી હોય છે. અહિતની પ્રવૃત્તિથી નિવૃત્તિ કરનાર અને કરાવનાર હોય છે.
૧૦. ક્ષમા ગુણને ધારણ કરનારા - અને આના કારણે.
Page 66 of 161