________________
હોય.
૨. પાપના કાર્યો કરતો જાય અને તેમાં પાપ નથી એમ માનનારો એટલે કે સાવધ વ્યાપારાદિ કરતો જાય અને બોલતો જાય કે સંસારમાં બેઠા છીએ. ઘર આદિ લઇને બેઠા છીએ એ બધુ ચલાવવા માટે, વ્યવહારમાં સારી રીતે ઉભા રહેવા માટે આ બધા પાપો કરીએ તે પાપ કહેવાય નહિ. સંસાર આખો ય પાપથી ચાલે છે. માટે આ પાપ કરીએ તે પાપ કહેવાય નહિ. આવી માન્યતા રાખીને પાપ વ્યવહારોને ખેડનારો (ચલાવનારો).
૩. લાભ અને નુક્શાનનો વિચાર કર્યા વિનાનો. કોઇપણ જાતનો લાભ કે નુક્શાન આદિનો વિચાર કરે નહિ. જેમ ફાવે તેમ વ્યાપારાદિ પાપ કર્યા જ કરે.
૪. વાત વાતમાં ગુસ્સે થઇ જનારો નિમિત્ત મલતાની સાથે ગુસ્સો કરનારો અને બીજાને પણ ગુસ્સો પેદા કરાવનારો હોય.
૫. શોક આદિને ધરનારો એટલે કે વાત વાતમાં જેમ ગુસ્સો કરે તેમ વાત વાતમાં શોક પેદા કરી અનેકને શોકમાં નાખનારો.
૬. બીજાઓની નિંદા કરનારો. પોતાના કહ્યા મુજબ જે ન રહે તેની નિંદા કરનારો પોતાનાથી જે અધિક હોય તેને જોઇ નહિ શકનારો અને તેઓની નિંદા કરનારો હોય છે.
૭. પોતાની બડાઇ કરનારો. ગમે તે વાતમાં એકબીજાની સાથે વાત કરતાં પોતાના ગુણો બોલીને બડાઇ હાંકનારો આના કારણે બીજાન હલકા પાડનારો હોય છે.
૮. યુધ્ધમાં ભયંકર. જ્યારે જ્યારે નિમિત્ત મળે કે ઝઘડા વગેરે કરવાના હોય અથવા કોઇની સાથે લડવાનું હોય તો આ લેશ્યાવાળા જીવોને તરત જ ભયંકર પરિણામ પેદા થતાં ઝઘડા વગેરે કરનારો બને
છે.
૯. અને સદા માટે દુ:ખિત હૃદયવાળો એટલે કે બીજાનું ન જોઇ શકતા પોતાના આત્મામાં સદા માટે બળતરા કરી કરીને દુ:ખિ થનારો હોય છે. આ કાપોત લેશ્યાના ઉત્કૃષ્ટ પરિણામોમાં કે મધ્યમ પરિણામોમાં જીવ આયુષ્યનો બંધ કરે તો નરકાયુષ્ય બાંધી શકે છે.
નરકાયુ બાંધવાના કારણોમાં
૧૨. અસત્ય બોલનારો
૧૩. ચોરી કરનારો
૧૪. ભોગના સાધનોને વારંવાર સેવનારો અને
૧૫. ઇન્દ્રિયોને પરવશ થઇને ઘણા પ્રકારના પાપોનું આચરણ કરનારો.
આવા જીવો નરક આયુષ્ય બાંધી શકે છે. તેવી જ રીતે રાત્રિ ભોજન કરનારો. અભક્ષનું ભક્ષણ કરનારો પણ નરક આયુષ્ય બાંધી શકે છે.
તેજોલેશ્યા
જગતમાં શરીરાદિને ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો જેમ રહેલા છે તેમ લેશ્યા વર્ગણાના પુદ્ગલો જગતમાં રહેલા હોય છે તેમાં કૃષ્ણ લેશ્યા-નીલ લેશ્યા અને કાપોત લેશ્યાના પુદ્ગલો અશુભ ગણાય છે. તેમ તેજો લેશ્યા-પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યાના પુદ્ગલો શુભ ગણાય છે. તેમાં તેજો લેશ્યાના પુદ્ગલો જે
Page 64 of 161