________________
નરક ગતિ - નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ વેશ્યાના વિચારોમાં થાય છે.
નીલ ગ્લેશ્યા - આ વેશ્યાના પુદ્ગલો પણ જગતમાં જેમ, ગ્રહણ કરવા લાયક વર્ગણાઓનાં પુદ્ગલો હોય છે તેમ સ્વતંત્ર આ નીલ ગ્લેશ્યાના પુદ્ગલો પણ છે. તે પુલોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શી તેને અનુરૂપ હોય છે અને તે આત્માની સાથે જ્યારે એકમેક થાય છે ત્યારે તે જીવોના વિચારો તે પુદ્ગલા રૂપે પેદા થાય છે. આ લેગ્યાના અધ્યવસાયો એટલે પરિણામો અસંખ્યાતા હોય છે તેને ઓળખવા માટે જ્ઞાની ભગવંતોએ ત્રણ ભેદ પાડેલા છે. જઘન્ય પરિણામવાળા. મધ્યમ પરિણામવાળા અને ઉત્કૃષ્ટ પરિણામવાળા. નીલ ગ્લેશ્યાના પુગલો હોય છે. આ વેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તે જઘન્ય પરિણામવાળા નીલ ગ્લેશ્યાના પુગલો વાળી નીલ ગ્લેશ્યા હોય છે. નરક આયુષ્યનો બંધ ઉત્કૃષ્ટ પરિણામવાળા નીલા લેશ્યાના પગલોમાં બંધાય છે. જ્યારે જીવોને નીલ વેશ્યાનો પરિણામ ચાલતો હોય ત્યારે તે જીવોનાં પરિણામ અથવા વિચારો આ પ્રમાણે ચાલતા હોય છે.
યા કપટ કરવામાં કુશળ હોય છે. ૨. લાંચ રૂશ્વત કરવામાં તથા લાંચ ખાવામાં સારી રીતે હોંશિયાર હોય છે.
૩. અસત્ય બોલવામાં ખુબ પ્રવીણ હોય છે. માટે આજે દુનિયામાં જેનો દિકરો વેપાર ધંધામાં અસત્યાદિ બોલવામાં હોશિયાર બન્યો હોય અને તેમાં આગળ વધતો હોય તો લોકો કહે છે કે તમારો દિકરો ઘણો હોંશિયાર પાક્યો. હોંશિયાર થઇ ગયો.
૪. વિષયનો પ્રમી એટલે પાંચ ઇન્દ્રિયના અનુકુળ વિષયોમાં આસક્તિ ધરાવનારો હોય છે.
૫. અસ્થિર હૃદયવાળો એટલે કે સારા કાર્યોને વિષે મનની સ્થિરતા વગરનો ધાર્યું કરનારો ધર્મ બુદ્ધિમાં અસ્થિરતાના સ્વભાવવાળો.
૬. આળસુ જેને દુનિયામાં એદિ કહેવાય તેવો કોઇપણ કામ કરવામાં બીજો કરો લેતો હોય તો પોતે બેસીને જોનારો પણ પોતે ઉઠીને કરવાની વૃત્તિવાળો નહિ. એવા સ્વભાવવાળો.
૭. મંદમતિ વાળો. ધર્મની બાબતમાં પોતાની બુદ્ધિ લગાડવાની ભાવના વિનાનો સંસારના અનુકૂળ પદાર્થો મેળવવા આદિમાં મતિને જોડનારો.
૮. કાયર અને અભિમાની. અંતરમાં કાયરતા રાખનારો અને બહાર ગર્વથી નારો આવા પ્રકારના વિચારો આ લેશ્યાવાળા જીવોને હોય છે તેમાં આયુષ્યનો બંધ પડે તો નરક આયુષ્ય ઉત્કૃષ્ટ લેશ્યામાં બાંધી શકે છે.
કાપો વેશ્યા :- આ વેશ્યાના પગલો જગતમાં સ્વતંત્ર રીતે રહેલા છે તે પુગલોનાં તેના નામ પ્રમાણે વર્ણ-ગંધ-ર-સ્પર્શ રહેલા હોય છે. જેમ ગ્રહણ યોગ્ય પગલોની વર્ગણાઓ જગતમાં હોય છે તેમ જગતના સર્વ આકાશ પ્રદેશ ઉપર પણ આ વેશ્યાના પગલો અનંતા અનંતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે.
આ કાપોત લેશ્યાના પગલો આત્માની સાથે એકમેક થાય છે ત્યારે આત્માના પરિણામમાં એટલે વિચારોમાં ફ્રાર કરે છે તેના અસંખ્યાતા ભેદો થાય છે. તેમાં મુખ્યત્વે ત્રણ ભેદો કહેલા છે. જઘન્ય કાપોતા લેશ્યા-મધ્યમ કાપોત લેશ્યા અને ઉત્કૃષ્ટ કાપોત લેશ્યાના પરિણામો એમ ત્રણ ભેદ હોય છે.
આ વેશ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે જઘન્ય પરિણામ અને મધ્યમ પરિણામવાળી કાપોત લેશ્યા હોય છે. આ કાપોત લેશ્યાના પુદ્ગલોથી આત્માના વિચારો કયા કયા. બને છે. તે આ પ્રમાણે.
૧. આરંભ સમારંભમાં આસક્ત હોય છે. એટલે કે ગમે તેવા વ્યાપારાદિ કરવા હોય તો તેમાં પ્રવીણ
Page 63 of 161