________________
મનુષ્યોને જ હણવા, ત્રીજો કહે છે કે મનુષ્યમાં પણ સ્ત્રીઓ વજીને) પુરૂષોને જ હણવા, ચોથાએ કહ્યું (પુરૂષોમાં પણ શસ્ત્ર રહિતને વર્જી) શસ્ત્રવાળાઓને હણવા, પાંચમાએ કહ્યું (શસ્ત્રવાળા પુરૂષોમાં પણ) જે સ્થામાં યુધ્ધ કરે તેને જ હણવા, અને છઠ્ઠાએ એમ કહ્યું કે કેવળ તેઓનું એક ધનજ હરણ કરવું, પણ બીજા કોઇને મારવો નહિ, એ પ્રમાણે ન કરો, કેવળ ધન હરણ કરો એમ કહ્યું ત્યાં સુધી કહેવાવાળા તે ૬ ચોરોનો ઉપસંહાર (એટલે ઉપનય) આ પ્રમાણે છે. સર્વને હણો એમ કહેનાર તે ચોર કૃષ્ણલેશ્યાના પરિણામવાળો વર્તે છે, એ પ્રમાણે અનુક્રમે શેષ ચોર સંબંધિ લેશ્યાઓ પણ યાવત્ છઠ્ઠો ચોર શુક્લા લેશ્યાવાળો છે ત્યાં સુધી જાણવું એ બન્ને દ્રષ્ટાન્નોની સંક્ષિપ્ત સંગ્રહવાળી ગાથા આ પ્રમાણે છે. મૂળ-શાખા-પ્રશાખા-ગુચ્છા-ળ એ પાંચનો છેદ કરો એમ કહેનાર અને પડેલા ફળનું ભક્ષણ કરો એમ કહેનાર (અનુક્રમે ૬ વેશ્યાવાળા છે) તથા સર્વને-મનુષ્યને-પુરૂષોને-શસ્ત્રધારીને અને યુધ્ધ કરતાને હણવા તથા કેવળ ધન હરણ કરવું (એમ ૬ રીતે કહેનાર અનુક્રમે ૬ વેશ્યાવાળા છે.)
૬ લેયાઓનાં ભિન્ન ભિન્ન લક્ષણો
વેર વડે અનુકંપા રહિત, અતિ પ્રચંડ, દુર્મુખ (દુષ્ટ ગાળ વિગેરે બોલનાર), તિક્ષ્ય સ્વભાવવાળો, કઠોર હૃદયવાળો, અધ્યાત્મભાવ રહિત અને તુર્ત વધ કરવામાં તૈયાર એવો જીવ કૃષ્ણલેશ્યા માં વર્તતો જાણવો. માયાદંભમાં કુશળ ઉત્કૃષ્ટ લોભ-આશક્તિવાળો, ચપળ અને ચલાયમાન ચિત્તવાળો, મેથુનમાં તીવ્ર અભિલાષાવાળો અને અસત્યપ્રલાપી જીવ નીલલેશ્યામાં વર્તનારો જાણવો. મૂઢ, આરંભમાં પ્રીયતાવાળો, સર્વ કાર્યોમાં પાપને નહિ ગણનારો તથા હાનિ વૃદ્ધિ (એટલે લાભાલાભ) નહિ ગણનારા અને ક્રોધયુક્ત એવો જીવ કાપોતલેશ્યામાં વર્તનારો જાણવો. દક્ષ (ડાહ્યો) સંવર (પાપકર્મને રોકવાના) સ્વભાવવાળો, સરળ હૃદયવાળો, દાનગુણ અને શીલગુણમાં કુશળ, ધર્મને વિષે બુદ્ધિવાળો અને રોષ-ક્રોધ રહિત એવો જીવ તેજોલેશ્યામાં વર્તે છે. જીવો પર અનુકંપાવાળો, સ્થિરસ્વભાવી, નિશ્ચયે સર્વ જીવોને દાન આપનારો, અતિશુક્લ બુધ્ધિવાળો અને ધૈર્યવાન જીવ પબલેશ્યામાં વર્તે છે. જેની ધર્મમાં બુદ્ધિ હોય છે, સર્વ કાર્યોમાં પાપારંભનો ત્યાગ કરે છે, આરંભ સમારંભમાં રાજી થતો નથી અને અપક્ષપાતી એવો જીવ શુક્લલેશ્યામ વર્તે છે. કૃષ્ણાદિ દ્રવ્યોના સંયોગથી ટિકના સરખો આત્માનો જે પરિણામ કે જેનાથી કાર્યપ્રવૃત્તિ (શુભાશુભાધ્યવસાય રૂપ કાર્યની પ્રવૃત્તિ) થાય છે તે દ્રવ્યલેશ્યા છે. આત્માનો (શુભાશુભ) પરિણામ કે જે સર્વત્ર સમાપ્ત કાર્ય સંપત્તિવાળો છે તે કર્મના નિયંદ (સાર) રૂપ ભાવલેશ્યા જાણવી. યાવત શુક્લલેશ્યા સુધીની દરેકના પરિણામ ૩-૯-૨૮૧-૨૪૩ તેથી ઘણા અને તેથી પણ ઘણા પ્રકારના હોય છે. પ્રત્યેક વેશ્યા અનંત અનંત વર્ગણા યુક્ત કહી છે તેમજ તે અનંત વર્ગણાઓ (માંની દરેક વર્ગણા પણ) સર્વે અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાહ વાળી છે. ll૧૧-૨૦||
તે સર્વ લેશ્યાઓનાં (પ્રત્યેકના) અધ્યવસાય સ્થાનો અસંખ્યાત છે, અને ક્ષેત્ર માર્ગણા વડે તે અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ પ્રમાણ છે. (તથા કાળ માર્ગણા વડે) અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણીના જેટલો સમય છે તેટલાં અને ક્ષેત્રથી અસંખ્ય લોકના આકાશપ્રદેશ જેટલાં તે લેશ્યાઓનાં અધ્યવસાય સ્થાનો છે. કેટલાએક આચાર્યો યોગાન્તર્ગત દ્રવ્યને (દ્રવ્યથી) લેશ્યા સયોગિ-કેવલિ સુધી કહે છે, અને તે કારણથીજ અયોગિ ગુણસ્થાને પણ તે લેશ્યા હોતી નથી, માટે એ વચન યુક્તિવાળું જણાય છે. જો કે તે વેશ્યાઓ કષાય સ્વભાવવાળી અથવા કષાય સહાયક નથી, પરન્તુ
Page 61 of 161