________________
પાંચમો ચોર કહે છે કે- ‘જેટલા હથિયારવાળા પુરૂષો હોય, તે બધાને હણવા, એમાંય ડહાપણ જેવું શું છે ? હથિયારવાળા હોય પણ આપણને જોઇને ભાગી જતા હોય, એવાઓને મારી નાંખવાથી ફાયદો પણ કયો થઇ જવાનો હતો ! માટે, આપણે એમ રાખો કે જે કોઇ પણ માણસ હથિયાર લઇને આપણી સામે યુદ્ધ કરવાને માટે આવે, તે બધાને આપણે મારી નાંખવા.’ આ ચોર પદ્મ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
આ પાંચેયના અભિપ્રાયોને જાણીને, એ ચોરોમાં જે શુક્લ લેશ્યાવાળો ચોર હતો, તેણે પોતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે- ‘મને તો લાગે છે કે કોઇને પણ હણવાનો વિચાર કરવો, એ જ ઠીક નથી. આપણે ચોર છીએ એટલે આપણને નિસ્બત ધન સાથે છે. તો પછી એમાં બીજાને હણવાની વાત કરવાની જરૂર શી છે ? એક તો પરદ્રવ્યનું હરણ કરવું એ જ મોટું પાપ છે અને એમાં જો આપણે પાછા બીજાઓના પ્રાણોનું અપહરણ કરવાનું પાપ કરીશું, તો પછી આપણી ગતિ કયી થશે ? માટે, આપણે તો ધન જ લેવું, પણ કોઇનાય પ્રાણ લેવા નહિ !' આ ચોર શુક્લ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
આ બે દ્રષ્ટાન્તો દ્વારા, ઉપકારિઓએ એ વાત સમજાવી છે કે-કૃષ્ણાદિક છ લેશ્યાઓ પૈકી કયી કયી લેશ્યા વર્તતી હોય છે, ત્યારે તે લેશ્યાવાળા જીવનો અભિપ્રાય કેવા કેવા પ્રકારનો થાય છે; અને એથી, આપણે આપણા અભિપ્રાયને બરાબર સમજી લઇને, આપણે કયી લેશ્યામાં વર્તી રહ્યા છીએ, તેનો નિર્ણય કરી શકીએ છીએ. તમને તમારા અભિપ્રાયની ખબર તો પડે છે ને ? તમારા અભિપ્રાયના સ્વરૂપને તમે બરાબર સમજી શકો છો ને ? ‘મારા અભિપ્રાયમાં હિંસકભાવ કેટલો છે અને અહિંસકભાવ કેટલો છે?' -‘મારા અભિપ્રાયમાં ધર્મભાવ કેટલો છે અને અધર્મભાવ કેટલો છે ?' -આવી ચોક્સાઈપૂર્વકની વિચારણા, તમે કદી પણ કરો છો ખરા ? તમે, ક્યારે ક્યારે કેવા કેવા ભાવમાં રમો છો, તેનો તમને ખ્યાલ રહે છે ?
સ.
એવો ખ્યાલ કરવા ક્યાં બેસીએ ?
એવો ખ્યાલ નહિ કરો, તો કલ્યાણ સાધશો શી રીતિએ ? તમારા ભવિષ્યનું ઘડતર તો તમે કરો છો અને આત્માના પરિણામોનો એમાં જેવો-તેવો હિસ્સો હોતો નથી. કરવા લાયક કામ, કેવા ભાવોલ્લાસથી કરવું જોઇએ અને સંજોગવશાત્ નહિ કરવા લાયક કામ કરવું પડે તોય તે વખતે માનસિક પરિણામોની કેવી જાળવણી કરવી જોઇએ, -એ જાણ્યા વિના, તમે તમારા ભવિષ્યને સુંદર બનાવી શકશો શી રીતિએ ? આપણે એ વાત વિચારી આવ્યા છીએ કે- પરિણામો મલિન બને નહિ, એની તો ખૂબ કાળજી રાખવી જોઇએ. તંદુલિયા મત્સ્યની વાત યાદ છે ને ? કેવળ હિંસકભાવમાં રમવાના યોગે, એ મત્સ્ય સાતમી નરકના આયુષ્યને ઉપાર્જે છે. એ મત્સ્ય, પ્રત્યક્ષપણે કોઇ પણ જીવની હિંસા કરતો નથી, પણ એનું મન મહા હિંસક હોય છે; અને એ હિંસક ભાવમાં રમતું મન જ, એને મહા દુર્ગતિમાં ઘસડી જાય છે. તમને રોજ છેવટ કાંઇ નહિ તો સૂતી વખતેય, એમ ન થાય કે- ‘આજે મેં કેવા કેવા વિચારો કર્યા ? અને મારા
વિચારોથી મને કેવા કેવા પ્રકારનો કર્મબંધ થયો હશે ?' તમે કર્મબંધથી ડરો છો કે નહિ ?
સ. કર્મથી છૂટીએ તો સારૂં એમ થાય.
પણ કર્મથી છૂટવાનું એમ ને એમ બની જશે ? કર્મથી છૂટવાને માટે, વિવેકી અને જ્ઞાની બન્યા વિના ચાલશે, એમ તમે માનો છો ? તમે તમારા મન ઉપર જો કાબૂ નહિ મેળવો અને મન હિંસાદિક ભાવોમાં રમ્યા કરશે, તો તમે જે ગતિમાં જવાને ઇચ્છતા નથી, તેવી ગતિમાં તમારે જિયાત ચાલ્યા જવું
Page 59 of 161