________________
આથી ૧૬ ભેદો થાય છે. તે આ પ્રમાણે.
(૧) અનાતનુબંધિ ક્રોધ, (૨) અનંતાનુબંધિ માન, (3) અનંતાનુબંધિ માયા, (૪) અનંતાનુબંધિ લોભ, (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, (૬) અપ્રત્યાખ્યાનીય માન, (૭) અપ્રત્યાખ્યાનીય માયા, (૮) અપ્રત્યાખ્યાનીય લોભ, (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ, (૧૦) પ્રત્યાખ્યાનીય માન, (૧૧) પ્રત્યાખ્યાનીય માયા, (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ, (૧૩) સંજ્વલન ક્રાધ, (૧૪) સંજ્વલન માન, (૧૫) સંજ્વલન માયા અને (૧૬) સંજ્વલન લોભ.
(૧) અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા અનેલોભ આ ચાર કષાય જ્યાં સુધી જીવોને ઉદયમાં હોય છે ત્યાં સુધી જીવોને સખ્યત્વની પ્રાપ્તિ થવા દેતા નથી અને પ્રાપ્ત થયેલ સ ત્વને આ કષાય ઉદયમાં આવે તો તેનો નાશ કરે છે. આ કષાયની સ્થિતિ માવજજીવ સુધી કહેલી છે. એટલે કે જીવ પુરૂષાર્થ કરીને સમ્યકત્વ ન પામે ત્યાં સુધી તેટલા કાળ સુધી આ કષાય ઉદયમાં રહ્યા જ કરે છે.
(૨) અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય કાળમાં જીવોને દેશવિરતિપણું પ્રાપ્ત થવા દેતા નથી. અને પ્રાપ્ત થયેલ દેશવિરતિના કાળમાં આ કષાયનો ઉદય થાય તો તેનો નાશ કરે છે. એટલે કે લીધેલા વ્રત નિયમ પચ્ચખાણને પણ આ કષાય તોડી નખાવીને તેનો નાશ કરવામાં સહાયભૂત થાય છે. આ કષાયા જીવને પેદા થયા પછી વધારેમાં વધારે બાર મહિના સુધી ટકે છે પછી જીવ સાવધ ન રહે તો અનંતાનુબંધિ કષાય થાય અથવા પ્રત્યાખ્યાનીય કે સંજ્વલન કષાય પેદા થાય.
(૩) પ્રત્યાખ્યાનીય કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને નાનામાં નાના પચ્ચકખાણ આદિથી શરૂ કરીને શ્રાવકને યોગ્ય બાર વ્રત આદિ પચ્ચકખાણ પેદા થવા દે છે. પણ સર્વવિરતિના પચ્ચખાણ પેદા થવા દેતાં નથી. અને કદાચ કોઇ જીવને સર્વવિરતિના પચ્ચખાણ પેદા થયેલા હોય તો આ કષાય ઉદયમાં આવીને તેનો નાશ કરાવે છે. આ કષાયનો ઉદય કાળ વધારેમાં વધારે ચાર મહિના સુધી હોય છે.
(૪) સંજવલન કષાય - આ કષાયના ઉદય કાળમાં જીવોને સર્વ વિરતિના પચ્ચકખાણ કરાવે છે અને જીવ તે કષાયની સહાય લઇને નિરતિચારપણે ચારિત્ર પાળી શકે છે. પણ વીતરાગ દશાને પ્રાપ્ત થવા દેતા નથી અને વીતરાગ દશાને પ્રાપ્ત થયેલ જીવોને ઉદયમાં આવીને વીતરાગ દશાનો નાશ કરે છે. એટલે કે કોઇ જીવ પુરૂષાર્થ કરીને સંજ્વલન કષાયને દબાવતો દબાવતો એટલે ઉપશમ કરીને અગ્યારમા. ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યાં વીતરાગ દશાનો અનુભવ કરે અને એ અનુભવનો કાળ એક અંતર્મુહૂર્તનો પૂર્ણ થતાં દબાવેલા સંજ્વલન લોભના પુદ્ગલો ઉદયમાં આવે છે અને તે ઉદયમાં આવીને જીવના વીતરાગ દશાના ગુણને નાશ કરે છે. આ કષાયની સ્થિતિકાળ જ્ઞાની ભગવંતોએ પંદર દિવસ કહેલી છે એટલે કે આ કષાય પંદર દિવસથી અધિક રહેતો નથી.
આ કષાયોનાં પરિણામથી જીવો આયુષ્યનો બંધ કરી શકે છે. માટે આયુષ્ય બંધના પરિણામોને જણાવવા આ કષાયો જે સોળ કહ્યા તેના ચોસઠ ભેદ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે જે ગુણસ્થાનકમાં જીવોને પરિણામની તરતમતાના કારણે ચારે પ્રકારના આયુષ્યમાંથી કોઇને કોઇ આયુષ્યનો બંધ કરી શકે એવી યોગ્યતા હોય તે જીવોની અપેક્ષાએ અહીં આ કષાયોના ભેદોનું વર્ણન કરેલ છે. તે ચોસઠ ભેદો આ. પ્રમાણે જાણવા.
અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ - માન – માયા - લોભ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ.
Page 29 of 161