________________
છે. સંસારનો લાભ એટલે જન્મ મરણનો લાભ કરાવે છે. તેના ૪ ભેદો હોય છે.
(૧) ક્રોધ કષાય, (૨) માન કષાય, (૩) માયા કષાય, અને (૪) લોભ કષાય.
આ કષાયના એક એકના ચાર ચાર ભેદો હોય છે. (૧) અનંતાનુબંધિ કષાય (૨) અપ્રત્યાખ્યાનીય કષાય. (૩) પ્રત્યાખ્યાનીય કષાય અને (૪) સંજ્વલન કષાયા
(૧) અનંતાનુબંધિ - જે કષાયના ઉદયથી જીવોને સંખ્યાતા ભવોના અસંખ્યાતા ભવોના કે અનંતા ભવોના અનુબંધ પેદા કરાવે એટલે જન્મ મરણની પરંપરાના અનુબંધ પેદા કરાવે તે અનંતાનુબંધિ કષાય કહેવાય છે. આ કષાય જીવને યાવજજીવ સુધી રહે છે એટલે અનાદિકાળથી આ કષાય ઉદયમાં જીવોને છે અને જ્યાં સુધી સમકીત ન પામે ત્યાં સુધી આ કષાય ઉદયમાં રહેશે તે અનંતાનુબંધિ કષાય, કહેવાય છે. આ કષાયનો ઉદય જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જીવને સમકીતની પ્રાપ્તિ થતી નથી અને પ્રાપ્ત થયેલા સમકીતના કાળમાં ઉદયમાં આવે તો સમકીતનો નાશ કરે છે.
(૨) અખત્યાખ્યાનીય કષાય - જે કષાયના ઉદયથી જીવોને કોઇપણ નાનામાં નાનાં વ્રત પચ્ચકખાણ કે નિયમથી શરૂ કરીને મોટા
મોટા વ્રત નિયમ કે પચ્ચક્ખાણ જીવનમાં પેદા થવા ન દે એટલે કે આવવા ન દે. કરવાનું જરાય મન થવા ન દે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે.
(૩) પ્રત્યાખ્યાનીય કષાય :- જે કષાયના ઉદયથી જીવોને નાના પચ્ચકખાણ વ્રત નિયમથી શરૂ કરીને શ્રાવકના બાર વ્રતો- નિયમો અને પચ્ચકખાણ કરાવીને નિરતિચાર રૂપે પાલન કરાવે અને અભ્યાસ પડાવીને શ્રાવકની અગ્યાર પ્રતિમા પણ વહન કરાવે પણ સર્વ વિરતિનાં પચ્ચખાણ પેદા થવા ના દે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય.
(૪) સંજવલન કષાય જે કષાયના ઉદયથી જીવો સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ કરીને સર્વવિરતિના પચ્ચક્ખાણ કરીને નિરતિચારપણે પાલન કરે પણ વીતરાગ દશાને એટલે કે રાગ-દ્વેષના ઉદય વગરની અવસ્થા પ્રાપ્ત ન થવા દે તે સંજ્વલન કષાય કહેવાય છે.
આ અનંતાનુબંધિ આદી ચારેય કષાયોનો એક એકના ચાર-ચાર ભેદો હોય છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ.
Page 28 of 161