________________
અને વિરતિનું યમવાળું જીવન એને ગમતું થાય છે. આ કારણથી એમ કહેવાય કે સંજ્ઞાને આધીન થઇને જીવ જીવન જીવે છે તે અપુર્નબંધક અવસ્થા પહેલાનું જીવન ગણાય છે. અપુર્નબંધક દશાના પરિણામથી જીવને સંજ્ઞાઓ હોય ખરી સંજ્ઞાઓથી ઇરછાઓ પણ પેદા થાય પણ તે સંજ્ઞાઓને ઓળખે છે માટે તેને આધીન થઇને જીવન જીવતો નથી. સંજ્ઞાઓને પોતાને આધીન બનાવીને જીવન જીવતો થાય છે માટે આથી. કહી શકાય કે સંજ્ઞાઓ જીવને પહેલા ગુણસ્થાનક સુધી હોય છે કારણકે એને આધીન થઇને જીવન જીવો. ત્યાં સુધી સંજ્ઞાઓ સાથે રહીને જીવે છે. જ્યારે ચોથા અને પાંચમા ગુણસ્થાનકે અવિરતિનો ઉદય છે માટે સંજ્ઞાઓનો અભિલાષ એટલે ઇચ્છાઓ થાય છે પણ એને ઓળખે છે. હેય પદાર્થમાં હેય બુદ્ધિની વિચારણા ચાલુ હોય છે. ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ ચાલુ હોય છે માટે તે સંજ્ઞાઓને આધીન થઇને પ્રવૃત્તિ કરતાં હોતા નથી માટે અશુભ કર્મોનો બંધ અલ્પ થાય છે. અલ્પ રસે બંધ પડે છે અને છઠ્ઠા ગુણસ્થાનકમાં જીવોને અવિરતિનો મન-વચન-કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે અને અનુમોદવા રૂપે ત્યાગ કરેલો હોવાથી, આહારાદિ મલે તો સંયમ પુષ્ટિ અને ન મલે તો તપોવૃદ્ધિનો ભાવ રહેલો હોવાથી સંજ્ઞા નથી એમ કહેવાય છે. આથી આહારાદિ સંજ્ઞાઓ પહેલા ગુણસ્થાનકે હોય એમ કહી શકાય છે. ચાર સંજ્ઞાઓનાં નામો (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (3) મેથુન સંજ્ઞા અને (૪) પરિગ્રહ સંજ્ઞા હોય છે.
(૧) આહાર સંજ્ઞા :- અશાતા વેદનીયના ઉદયથી જીવોને ભૂખ પેદા થાય છે અર્થાત્ સુધા પેદા થાય છે એ ક્ષધાને શમાવવા માટે- શાંત કરવા માટે જીવોને મોહનીય કર્મના ઉદયથી આહારના પદાર્થો મેળવવાની ઇચ્છા પેદા થાય છે તે આહાર સંજ્ઞા કહેવાય છે. સામાન્ય રીતે તેજસ શરીર નામકર્મના ઉદયથી અને અશાતા વેદનીયના ઉદયથી જીવને આહાર સંજ્ઞા પેદા થાય છે એમ કહેવાય છે
અશાતા વેદનીયનો ઉદય જીવને તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. શરીરનો ઉદય પણ તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. આથી શરીર છે ત્યાં સુધી આહારનો અભિલાષ જીવને રહેલો હોય છે પણ સંજ્ઞારૂપે અભિલાષ પાંચમા ગુણસ્થાનક સુધી અવિરતિના ઉદયના કારણથી ગણી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકથી અવિરતિ ન હોવાથી એ અભિલાષ હોતો નથી અને અવિરતિના પરિણામને આધીન થઇને આહારનો અભિલાષ માત્ર પહેલા ગુણસ્થાનકે જ હોય છે. માટે આહાર સંજ્ઞા પહેલા ગુણસ્થાનકે અથવા એકથી પાંચ ગુણસ્થાનક સુધી ગણાય છે. આજે લગભગ વિચારણા કરીએ તો આહારના પુગલોનો ઉપયોગ ભૂખ લાગે ત્યારે કરીએ છીએ કે ભૂખ લાગ્યા વગર એનો ઉપયોગ કર્યા કરીએ છીએ ? જો સંજ્ઞાને ઓળખવી હોય, જાણવી હોય, આ આહારના વિચારો કેટલા પજવે છે, હેરાન કરે છે એ જાણવું હોય તો ભૂખ લાગે ત્યારે અનુભૂતિ થતી જાય તો ખબર પડે બાકી તો સંજ્ઞાને આધીન થઇને-મોહને આધીન થઇને આહારનો ઉપયોગ લગભગ થતો દેખાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે સૌથી પહેલા આહાર સંજ્ઞા સંયમીત થવા માંડે તો જ બાકીની ઇન્દ્રિયો અને સંજ્ઞાઓ સંયમીત થવા માટે, આથી પાંચ ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય પ્રધાન કહેલી છે. એનો જેટલો સંયમ એટલો બાકીની ઇન્દ્રિયોનો સંયમ થયા વગર રહે નહિ. ધર્મની આરાધનાના અનુષ્ઠાનોનું સેવન કરતાં કરતાં આ આહાર સંજ્ઞા સંયમિત થાય છે. એમ લાગે છે ? તપશ્ચર્યા કરે-માસખમણને પારણે મા ખમણ કરે તો પણ આહાર સંજ્ઞા સંયમિત થાય એવું નહિ. જો આહાર સંજ્ઞાને સંયમિત કરવાની ભાવનાથી એનું લક્ષ્ય રાખીને તપશ્ચર્યા કરે અને રોજ જોતો જાય તો સંજ્ઞા સંયમિત થાય. ધન્ના કાકંદિ નામના મહાત્માનું શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના ચૌદ હજાર સાધુઓમાં આહાર સંજ્ઞાને સંયમિત કરીને જીવન જીવનાર ઉત્કૃષ્ટ સાધુ તરીકે નામ આવે છે. રાજકુમાર છે. ભગવાનની એક દેશના જુવાન વયમાં સાંભળીને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા કરી સંયમનો સ્વીકાર
Page 20 of 161.