________________
કર્યો કે જેના પ્રતાપે ત્રીજા ભવે મુક્તિ નિશ્ચિત કરી નાખી. પહેલો ભવ ધર્મ પ્રાપ્તિનો કુમારપાલનો હાલ બીજો ભવ વ્યંતર જાતિના દેવપણાનો છે અને ત્યાંથી નીકળીને આ અવસરપિણી પછી જે ઉત્સરપિણી કાળા આવશે એ કાળમાં પહેલા તીર્થકર શ્રી પદ્મનાભ થશે તેમના ગણધર રૂપે થઇને મોક્ષે જશે. એજ સામગ્રી અને એજ શક્તિ આપણને મળેલી છે. આપણે શું ઉપયોગ કરીએ છીએ એ વિચાર કરવો પડશેને ? જો. દુ:ખ ઉપાર્જન માટે કરતા હોઇએ તો આ શક્તિથી સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવા અને અનંતા ભવોનાં જન્મ મરણ એકેન્દ્રિયપણાના ઉપાર્જન કરી શકીએ છીએ અથવા નારકીના દુ:ખોને ભોગવવા લાયક વધારેમાં વધારે ત્રણ સાગરોપમના દુ:ખને પણ ઉપાર્જન કરી શકીએ છીએ. સુખનો કાળ ઉપાર્જન કરવો કે દુઃખનો કાળ ઉપાર્જન કરવો એ બાજી આપણા હાથમાં છે ! વિચારશો !
છ સઘયણના નામો :- (૧) વ્રજ8ષભનારાય સંઘયણ, (૨) 8ષભનારાચ સંઘયણ, (૩) નારાજ સંઘયણ, (૪) અર્ધનારાચ સંઘયણ, (૫) કીલિકા સંઘયણ, (૬) સેવાર્ત અથવા છેવટ્ટુ સંઘયણ કહેવાય છે.
૧) વજઋષભનારા સંઘયણ :- વજ = ખીલો, રુષભ = પાટો અને નારાજ = મર્કટ બંધ વાંદરું એક સ્થાનેથી બીજા સ્થાને કુદકા મારે, છલાંગ મારે ત્યારે પોતાનું બચ્ચે પોતાની છાતી ઉપર વળગેલું હોય છે એ કોઇ જગ્યાએ પડતું નથી અને એવું ને એવું ચોંટેલું રહે છે. એ જે રીતે છાતીને વળગેલું હોય તેવી રીતે આ હાડકાની રચના વિશેષ એવી રીતે શરીરમાં રહેલી હોય તેને નારાજ = મક્ટ બંધ રૂપે કહે છે. જે હાડકાની રચના વિશેષ શરીરમાં મર્કટ બંધ રૂપે રહેલી હોય, તેના ઉપર હાડકાનો મજબુત પાટો રહેલો હોય અને એની વચમાંથી એટલે એ મર્કટ બંધની વચમાંથી હાડકાનો વજ જેવો ખીલો રહેલો હોય આવા સંઘયણની જે શરીરમાં રચના રહેલી હોય તે રચના વિશેષને વજ અષભનારાય સંઘયણ કહેવાય છે. આ સંઘયણનો ઉદય ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે.
(૨) અષભનારા સંઘયણ :- જે સંઘયણના ઉદય કાળમાં જીવોનાં શરીરની રચનામાં હાડકાની. રચના મર્કટ બંધ જેવી અને તેના ઉપર હાડકાનો મજબૂત પાટો હોય છે પણ વજ જેવો ખીલો હોતો નથી તે 8ષભનારાચ સંઘયણ કહેવાય છે. આ સંઘયણના ઉદય કાળમાં ખીલો ન હોવાથી તેની શક્તિ ઓછી થઇ જાય છે માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિ જીવ કરી શકતો જ નથી. માત્ર ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરીને અગ્યારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. માટે આ સંઘયણનો ઉદય ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી જ હોય છે. વીતરાગતાના અનુભવ કરી શકે છે અને અવશ્ય એક અંતર્મુહુર્તમાં પતન પામે છે.
(૩) નારાજે સંઘયણ :- આ સંઘયણના ઉદયકાળમાં જીવોને શરીરમાં હાડકાની રચના માત્ર મર્કટ બંધ જેવી જ હોય છે પણ ખીલો કે પાટો હોતો નથી. આ સંઘયણનો ઉદય પણ ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી. હોય છે એટલે વીતરાગતાનો અનુભવ કરી શકે છે પણ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરી શકતો નથઈ.
(૪) અર્ધનારા સંધયણ - આ સંઘયણના ઉદયકાળમાં શરીરની રચના વિશેષમાં અર્ધામર્કટ બંધ અને અડધો ભાગ હાડકાની ખીલી હોય છે. આના કારણે બળ ઓછું થઇ જાય છે. મનની એકાગ્રતા અને સ્થિરતાને જીવ સારી રીતે પ્રાપ્ત કરી શકતો નથી આથી આ જીવોને એકથી સાત ગુણસ્થાનક સુધી જ આ સંઘયણનો ઉદય હોય છે અર્થાત રહી શકે છે પણ પરિણામ આગળ વધી શકતો નથી.
(૫) કીલિકા સંયણ:જે સંઘયણના ઉદયકાળથી જીવોને શરીરને વિષે હાડકાની રચના એક માત્ર અડી અડીને રહેલા હાડકામાં ખીલીઓ જેવા હાડકાં રહેલા હોય છે એટલે હાડકાના સાંધા ખીલીઓના હાડકાથી જોઇન્ટ થયેલા હોય છે. તે કીલિકા સંઘયણ કહેવાય છે.
Page 18 of 161