________________
છે એમાં એ જીવ ઉત્પન્ન થાય અને એક અંતર્મુહૂર્તમાં એ જીવને પોતાની જેટલી મોટી કાયા થવાની હોય એટલી મોટી થઇ જાય છે અને જુવાન દેવની જેમ તરત જ શય્યામાંથી ઉભા થઇ શકે છે આથી શય્યામાં ઉત્પન્ન થનારને સમુરિચ્છમ કે ગર્ભજ ગણાતા નથી. આથી ઉપપાત જન્મ રૂપે ગણાય છે. આ ત્રણ પ્રકાર રૂપે ઉત્પન્ન થનારા જીવો એક સાથે કેટલી સંખ્યામાં ઉત્પન્ન થયા કરે તેની જે વિચારણા કરવી તે ઉપપાત દ્વારા કહેવાય છે.
૧૭ ચ્યવન હાર
ચ્યવન = મરણ પામવું. જે ક્ષેત્ર ઉપર ઉત્પન્ન થયા પછી પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરી બીજા ક્ષેત્રમાં જન્મ માટે જવું અથવા જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયા પછી ત્યાં જીવન જીવવા માટે જેટલા પ્રાણો હોય તે સંપૂર્ણ પ્રાણોનો નાશ કરી અર્થાત ભોગવીને એ ક્ષેત્રને છોડવું તે ચ્યવન કહેવાય છે. એ ચ્યવન રૂપે કયા કયા દંડકમાં રહેલા જીવો એક સાથે કેટલી સંખ્યામાં ચ્યવન પામે જેમકે એક-બે-સંખ્યાતા-અસંખ્યાતા કે અનંતા જીવો એક સાથે કેટલા કાળમાં ચ્યવન પામી શકે એની જે વિચારણા કરવી તે ચ્યવન દ્વારા કહેવાયા છે અથવા એક સાથે કયા કયા ક્ષેત્ર ઉપરથી કેટલા જીવો ચ્યવન પામે છે એની જે વિચારણા તે ચ્યવન દ્વાર કહેવાય. આ વિચારણા કરવાથી જીવોને ખ્યાલ આવે કે જગતમાં તાં તાં આ રીતે હું કેટલો કાળા ક્યાં ક્યાં દંડાયો અને એ દંડથી શું શું પામ્યો એની જાણ કરી મેળવી શકે છે.
૧૮ સ્થિતિ દ્વાર
સ્થિતિ એટલે આયુષ્ય. જીવો જગતમાં એક સ્થાનેથી મરણ પામી બીજા સ્થાને જે ઉત્પન્ન થાય તે સ્થાને કેટલા કાળ સુધી રહેશે ત્યાં કેટલા કાળ સુધી જીવ એ સામગ્રીમાં જીવન જીવી શકશે એનું જે નક્કી થયેલું હોય તે પ્રમાણે તે ક્ષેત્રમાં તેટલા કાળ સુધીની જે સ્થિરતા તે સ્થિતિ કહેવાય છે. એની જે વિચારણા દંડકના જીવોમાં કરવી તે સ્થિતિ દ્વાર કહેવાય છે. જીવોને જે ભવનું આયુષ્ય ભોગવાતું હોય છે તે ભવમાં જ બીજા નવા ભવનું આયુષ્ય બંધાઇ જાય છે એટલે બીજા ભવમાં કેટલા કાળ સુધી એ ક્ષેત્રને વિષે-એ દ્રવ્યને વિષે-એ કાળને વિષે અને એ ભાવને વિષે તથા ભવને વિષે રહીશ એ નિશ્ચિત આગલા ભવથી થઇ જાય છે. આથી આયુષ્ય આખા ભવમાં એક જ વાર એક જ અંતર્મુહૂર્તમાં જ બંધાય છે અને તે જ વખતે આ બધું નિશ્ચિત થઇ જાય છે. એ નિશ્ચિત થયેલી સ્થિતિના કાળનો ભોગવટો કરવો તે સ્થિતિ દ્વાર કહેવાય છે એની જે વિચારણા કરવી તે સ્થિતિ દ્વાર. આનાથી જીવોને કયા કયા દંડક દ્વારા કયા કયા અને કેટલા. ક્ષેત્રોમાં કેટલો કાળ પસાર કર્યો એ ખ્યાલ આવે છે.
૧૯ પર્યાતિ દ્વાર
પર્યાપ્તિ એટલે શક્તિ. કયા કયા જીવોને જીવન જીવવા માટે કેટલી કેટલી શક્તિઓ પ્રાપ્ત થાય છે એની જે વિચારણા કરવી તે પર્યાપ્તિ કહેવાય છે. પર્યાતિઓનું વર્ણન:
પર્યાતિ = શક્તિ. પુદ્ગલના સમુદાયથી ઉત્પન્ન થયેલી આહારાદિ પુદ્ગલોને ગ્રહણ કરી રસાદિ રૂપે
Page 105 of 161