________________
ઉપયોગ પેદા કરશે ત્યારથી સંસારનું પરિભ્રમણ ઘટતું જશે. આ ઉપયોગ છદ્મસ્થ જીવોને બારમા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. જ્યારે કેવલી ભગવંતોને ક્ષાયિક જ્ઞાનવાળા જીવોને આ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એક એક સમયે બદલાયા કરે છે. આથી સિધ્ધ ભગવંતોને પણ સમયે સમયે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલુ જ હોય છે. ઉપયોગ વગરનો જગતમાં કોઇ જીવ હોતો જ નથી. જો ઉપયોગ નષ્ટ થઇ જાય તો જીવ અજીવ થઇ જાય તો એવું તો કોઇ કાળે બનતું નથી કારણ કે જ્ઞાનીઓએ કહ્યું છે કે જીવ કોઇકાળે અજીવ થતો નથી અને અજીવ કોઇ કાળે જીવ થતો નથી. આથી ઉપયોગ એ ધર્મ કહેવાય છે. સાકાર ઉપયોગ એટલે નામ, જાતિ, ગુણ અને ક્રિયા આદિ વિશેષણવાળો બોધ એટલે એવું જે જ્ઞાન પ્રાપ્ત થવું તે સાકાર ઉપયોગ કહેવાય. નીરાકાર ઉપયોગ એટલે નામ, જાતિ, ગુણ અને ક્રિયાદિની કલ્પના રહિત જે સામાન્ય બોધ થવો એટલે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત થવું તે નિરાકાર ઉપયોગ કહેવાય છે. જેમકે આ કાંઇક છે એવું જે જ્ઞાન થવું તે નિરાકાર ઉપયોગવાળું જ્ઞાન કહેવાય. આ અશ્વ છે, આ સફેદ છે ઇત્યાદિ જે જ્ઞાન થવું તે સાકાર ઉપયોગવાળું જ્ઞાન કહેવાય છે.
૧૬ ઉપપાત દ્વાર
ઉપપાત એટલે જન્મ પામવું. જગતમાં જીવો જ્યાં જ્યાં જે જે ક્ષેત્રોમાં ઉત્પન્ન થયા કરે છે તે એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય એની જે વિચારણા કરવી તે ઉપપાત કહેવાય છે. સંખ્યા રૂપે એક સાથે જીવો એક-બે સંખ્યાતા કે અસંખ્યાતા તથા અનંતા ઉત્પન્ન થયા કરે. કેટલા કેટલા કાળ સુધી એની જે વિચારણા કરવી તે ઉપપાત કહેવાય છે.
સામાન્ય રીતે જગતમાં જીવો ત્રણ પ્રકારે ઉત્પન્ન થઇ શકે છે. (૧) સમુચ્છિમપણે ઉત્પન્ન થાય, (૨) ગર્ભજપણે ઉત્પન્ન થાય અને (૩) સમુચ્છિમ અને ગર્ભજ વગર કુંભીમાં કે શય્યામાં જે જીવો ઉત્પન્ન થાય તે ઉપપાત રૂપે ગણાય છે. આ રીતે ત્રણ પ્રકારે ઉત્પન્ન થઇ શકે છે.
તેમાં સમુચ્છિમપણે એટલે ચૌદ રાજલોક રૂપ જગતમાં જીવોને જે જે ક્ષેત્રોમાં ઉત્પન્ન થવા લાયક યોનિ પેદા થતાં તે તે પ્રકારનાં જીવો ઉત્પન્ન થયા કરે તે સમુચ્છિમ રૂપે કહેવાય છે. આ સમુચ્છિમપણે સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવોથી શરૂઆત કરીને અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં જીવો જ્યાં જ્યાં ઉત્પન્ન થયા કરે છે તે બધાય જીવો સમુચ્છિમ જીવો તરીકે ગણાય છે.
(૨) ગર્ભજ જીવો - જે જીવો ગર્ભથી ઉત્પન્ન થાય એટલે ગર્ભ રૂપે જેટલો કાળ રહેવાના હોય એટલો કાળ ગર્ભરૂપે રહી પછી જન્મ પામે તે ગર્ભજ જીવો કહેવાય છે. ગભમાંથી ઉત્પન્ન થનારા જીવોમાં મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો જીવો આવે છે. ગર્ભમાં જેટલા જીવો ઉત્પન્ન થાય એ બધા જન્મ પામે જ એવો નિયમ નથી. ઘણાં ખરા જીવો ગર્ભમાંને ગર્ભમાં જ મરણ પામી જાય છે. યોનિની બહાર નીકળી શકતા નથી છતાં પણ એ જીવોને ગર્ભજ જીવોજ કહેવાય છે. કારણકે ગર્ભથી પેદા થયેલા છે માટે.
(૩) ઉપપાત - નારકી રૂપે જીવો નરક ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે તો તે જીવો કુંભીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સમુચ્છિમ પણે કે ગર્ભજપણે ઉત્પન્ન થવાતું નથી. એ કુંભીમાં ઉત્પન્ન થયા પછી ત્યાં જે પુદ્ગલોનો આહાર મલે તે લઇ પોતાની જેટલી કાયા થવાની હોય એટલી લાંબી કરી શકે છે એટલે થઇ જાય છે અને પછી એ જીવો કુંભીની બહાર નીકળતા ઘણી વેદનાને પામે છે. કારણ કુંભીનું મુખ નાનું હોય છે. દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવો પોત પોતાની શય્યામાં ઉત્પન્ન થાય છે. આ જીવોને ઉત્પન્ન થવા માટે ફ્લની શય્યા હોય
Page 104 of 161